સુષ્મિતા સેન પાસેથી બાળકોના ઉછેર માટે આ 6 ગુણ દરેક માતા પિતાને જાણવા જોઈએ – જૂવો શું અલગ વાત છે ?

બાળકો હમેશા પોતાના માતા પિતા પાસે થી શીખે છે, તેમની વર્તણૂક તેમનો પરિવાર સૂચવે છે, બાળકો ને મોટા કરવા માં દિવસ ના તારા દેખાય જાય, તમારા બાળક નું ભવિષ્ય કેમ સારું જાય એની તૈયારી આજ થી કરવી જોઈએ, તમારા બાળક ને નાના મોટા નો આદર કરતાં શીખવો જેથી તે કોઈનું અપમાન ના કરે,

 

બાળક નું ખરાબ તેના માતા પિતા ની બેદરકારી  દેખાડે છે, બાળક નું સારું ભવિષ્ય એ માતપિતા ની મોટી જવાબદારી છે, આજે આપણે બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન ની વાત કરશું, જેને લગ્ન નથી કર્યા પણ તેને બે દીકરીઑ દતક લીધી છે,  તે એકલી પોતાના બાળકો ઉછેર કરે છે, તેની થોડી ટિપ્સ આજે આપણે જાણીશું,

બાળકો સાથે હમેશા પ્રમાણિક્તા થી વર્તન કરવું :- 

બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે, અને તે કોરી પાટી છે તેમ કહેવાઈ છે, એમાં જે લખો કે એને જે સમજાવો એ સાચું માની જાય છે, તેથી તેમણે મન માં બહુ બધા પ્રશ્નો થતાં હોય છે, તો એનો સાચો જવાબ જ આપવો, ક્યારેય તમને કેમ જવાબ આપવો એ ના સમજાય તો ઉદાહરણ આપીને સમજાવી શકો, આ વાત પરથી સુસ્મિતા એ કહ્યું કે એકવાર રેની એ સ્કૂલે થી આવીને પૂછ્યું કે મારા પપ્પા કોણ છે ત્યારે મે ભગવાન શિવ તરફ ઈશારો કરીને કહ્યું કે આ જ તમારા પિતા છે,

ક્યારેક ધમાલ મસ્તી પણ બાળકો સાથે કરવી જોઈએ :- 

બાળકો ને હમેશા બાંધી ને ના રાખો, એની સાથે કઠોર વર્તન કરો છો, તો મજાક મસ્તી પણ જરૂરી છે, જ્યાં જરૂર લાગે ત્યાજ એમની સાથે કઠોર વર્તન કરો, નહીં તો કા  બાળક તમારા થી ડરીને રેશે અને કા તમારા થી છૂટી ને નિકડી જશે, સુસ્મિતા કહે છે, પેલા તે બાળકોને બહુ જ ડિસિપ્લિન માં રાખતી હવે તે એકદમ મસ્તીખોર મમ્મી બની ગઇ છે,

ક્યારેય હાર ના માનવી  :- 

બાળકોને મોટા કરવમો બહુ જ મુસકેલિ ઑ આવે છે, ક્યારેક બાળકો બીમાર પડે તેની સંભાળ રાખવી, તેના ઉછેરમાં પૈસા ની ઉણપ, ક્યારેક બાળકો સાથે મતભેદ થવો, આ બધી મુસકેલીઓ આવી શકે છે, બધી પરિસ્થિતી માં બાળકોનો સારો ઉછેર થવો જોઈએ, અને ક્યારેય હાર નહીં માનવાની

જ્ઞાન આપવું જોઈએ :- 

સુસ્મિતા નું એવું કહેવું છે, જ્ઞાન દરેક પ્રકાર નું અર્જિત કરવું જોઈએ, આ આપડું સૌથી મોટો હથિયાર છે, એના માટે તમારે તેના પર પરીક્ષા નો બોજ નહીં દેવાનો, તમારે ધ્યાન રખવાનું કે તમારું બાળક બને એટલુ વધારે જ્ઞાન મેળવી શકે, અને તે જ્ઞાન સાચા સમયે પોતાના જીવન માં કેમ રાખવું એનું પણ ધ્યાન રાખવું.

બાળકોને એના સપના જોવા દો :- 

તમારા સપના બાળકો પર ના ઢોળો, એને એના સપના જોવા નો અધિકાર છે, ક્યારેય પણ પોતાના સપના એની પાસે પૂરા થસે એવિ આશા ના રાખો, એને એનું કરિયર જાતે જ બનવા દો, મોટા સપના જોશે તોજ પૂરા કારી સકશે, અને જીવન માં આગળ વધી શકશે, એને જીવન માં જે બનવું હોય તમારે એને સપોર્ટ કરવો જોઈએ,

તમે એકલા છો તો ડરો નહીં :- 

જો તમે સિંગલ માતા કે પિતા છો ગભરશો નહીં તમે તમારા બાળક નો ઉછેર બહુ જ સારી રીતે કરી શકો છો, થોડું મુસકેલ છે, પણ અસંભવ નથી, એકલા હોવા છતાં પણ તમે તમારા બાળક નો સારો ઉછેર કરી શકો છે, થોડી મહેનત વધારે કરવી પડે છે, પણ થાય શકે અઘરું નથી..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!