આ કારણથી શિયાળામાં વાળ વધુ ખરતા હોય છે – આ ઘરેલું ઉપચાર અપનાવવા જેવો છે

શિયાળો આવે કે તરત જ ત્વચા ફાટવા લાગે શિયાળા માં ત્વચા અને વાળ ની વધારે તકેદારી રાખવી જોઈએ, શિયાળા માં ત્વચા ના ફાટવાથી ઉજેડા પડી જાય છે. સુકી હવા ને કારણે વાળ ને વધારે પોષણ ની જરૂર પડે છે.વાળ એકદમ  રૂસ્ક અને બેજાન થઈ જાય છે.શિયાળા માં માથા ખોડા ની સમસ્યા વધારે જોવા મળે છે. જેમ વાતાવરણ બદલે એમ ત્વચા અને વાળને નુકસાન થાય છે. શિયાળો માં લોકો ઉન ની ટોપી પહેરે છે તો વાળ વધારે ખરે છે. આજે તમને ખરતા વાળ ની સમસ્યા થી છુટકારો મેળવવા ની રીત બતાવશું.

નારિયલ નુ તેલ :-

તેલ ની મસાજ કરવી ખુબ જ જરૂરી છે. શિયાળા માં ઠંડી હવા ચાલે છે. તેને કારણે માથામાં રહેલી ત્વચા સુકી થઈ જાય છે.અને વાળ ના મૂળ નબળા પડી જાય છે. એટલે નારિયલ નું તેલ ગરમ કરી માથામાં મસાજ કરવી જેથી વાળ ને પોષણ મળે અને વાળ મજબુત બને.

ડુંગળી :-

ડુંગળી નો રસ માથામાં લગાવવો વાળ ખરવા ની સમસ્યાથી કાયમ છુટકારો મળશે. રોજ એક કાચી ડુંગળી ખાવી અને અઠવાડિયા માં 2 વાર તેનો રસ માથામાં લગાવવો.  જેથી કરીને ખરતા વાળ અટકી જશે. અને પાતળા વાળ ને પોષણ મળશે. તેથી તે મજબુત થશે, અને જલ્દી તૂટી નહિ જાય..સાથે સાથે નવા વાળ ને ઉગવા માટે પણ ડુંગળી નો ઉપયોગ કરવામાં આવે.

જાસુદ ના ફૂલ :-

જાસુદ ના ફૂલ નો રસ કાઢી ને તેને નારિયલ ના તેલ માં નાખો આ મિશ્રણ ને અઠવાડિયા માં 2 વાર વાળ માં લગાવવું.. જેથી વાળ એકદમ મુલાયમ ચમકીલા અને મજબુત થશે. આ સિવાય ખોળા ની સમસ્યા માંથી રાહત મળે છે..

ઈંડા :-

ઈંડા ને તોડી ને તેમાંથી નીકળતું મિશ્રણ તેમાં નારિયલ નું તેલ અથવા જૈતુન નું તેલ તેમાં મધ અથવા તેમાં ટ્રી ટ્રીટ નું અઓઇલ ના 2 ટીપા નાખી માસ્ક તૈયાર કરો અને આ હેર માસ્ક લગાવવાથી વાળ ને પ્રોટીન મળે છે.અને વાળ મુલાયમ બંને છે. આ માસ્ક લગાવ્યા પછી 20 મિનીટ બાદ વાળ ને ધોઈ નાખો..

મેથી :-

જેમ મહેંદી માથામાં લાગવાથી રૂસ્ક વાળ મુલાયમ થાય છે. એવી જ રીતે મેથી નાખવાથી વાળ મજબુત થાયછે. મેથી ને પાણી માં પલાળી ને પીસી લો પછી તેને નારિયલ તેલ માં મિક્સ કરો. આ મિશ્રણ વાળ માં લગાવો અને ૩૦ મિનીટ પછી વાળ ને ધોઈ નાખો આ પ્રયોગ થી વાળ મજબુત અને હેલ્દી રહેશે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!