ઠંડીની સિઝનમાં આ રીતે રાખો ત્વચાનું ધ્યાન – આ નુસ્ખાઓ ચમકાવી દેશે ચહેરો

ઠંડી દરમિયાન જળવાયું પરિવર્તનના કારણે ત્વચાની સ્થિતિ ઘણી ખરાબ થઇ જાય છે. જળવાયુંથી ત્વચામાં વ્યાપક બદલાવ આવે છે. તેથી જરૂરી છે કે તમે ઠંડીનાં સમયે તમારી ત્વચાની સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. ત્વચા સારી રાખવામાં તમારું પૂરું ધ્યાન હોવું જોઈએ. ઠંડીના સમયે અલગ જ સ્કીન કેયરની જરૂર પડે છે અને તમે તેને અપનાવીને ત્વચાની સરખી રીતે સંભાળ કરી શકો છો. તો ચાલો જાણીએ ઠંડીની મૌસમમાં પણ એક સારી અને મુલાયમ ત્વચા રાખી શકો છો.

ઠંડીમાં કુદરતી અને ચમકતી ત્વચા માટેની ટીપ્સ :

1 ઠંડીની મૌસમ આવતા જ લોકો પાણીનું સેવન ઓછું કરી દેતા હોય છે. પરંતુ જણાવી દઈએ કે ગરમી હોય કે ઠંડી પાણીનું સેવન દરેક સિઝનમાં સારું જ હોય છે. ઘણા લોકો ઠંડીની મૌસમમાં ન બરાબર પાણી પીવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઠંડીની સિઝનમાં સૌથી વધુમાં વધુ પાન પીવું જોઈએ. ઠંડીની મૌસમમાં વધુ નારિયલ પાણી, જ્યુસ, એંટી ઓક્સીડેંટ વગેરે લેવું જોઈએ. આ વસ્તુઓ તમારી ત્વચા જાળવી રાખે છે અને ખરાબ થવાથી બચાવે છે.

2 ઠંડીની સિઝનમાં તમારી સ્કીનને ભીની રાખવી ખુબ જ જરૂરી હોય છે. ઠંડીઓમાં ત્વચા સુકાઈ જાય છે અને તેને પોષણની જરૂર હોય છે. એવામાં શ્રેષ્ઠ ઉપાય છે આપની ત્વચાને ભીની અને હાઇડ્રેટેડ રાખવી. તેનાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે અને ચમકશે પણ ખરી.

3 ઠંડીની મૌસમમાં હંમેશા લોકો ગરમ પાણીથી નહાતા હોય છે. પરંતુ ધ્યાન રાખો કે વધુ ઠંડુ પણ અને વધુ ગરમ પાણી પણ શરીર માટે નુકશાનકારક છે. ખાસ કરીને વધુ ગરમ પાણીથી નહાવાથી તમારી ત્વચા વધુ ખરાબ થઇ શકે છે. તેથી નહાવામાં અને ચહેરાને ધોવા માટે હંમેશા મીડીયમ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારી ત્વચાથી પ્રાકૃતિક તેલ દુર નથી થતું અને સ્વસ્થ અને ચમકદાર રહેશે.

4 રાતના સમયે આપની ત્વચા આરામ કરે છે. આ સમય ત્વચાને પોષણ દેવા માટે સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. ત્વચાને પોષણ આપવા માટે અને તેને હાઈટ્રેક રાખવા માટે રાતના સમયે કોઈ સારી નાઈટ ક્રિન અથવા તેલનો ઉપયોગ કરો. રાતના સમયે ક્રીમ અને તેલ ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે.

5 મોટાભાગે લોકો ઠંડીની મૌસમમાં એ માટે તમારી ત્વચાનું ધ્યાન રાખી શકતા નથી તે સંસક્રીમ લગાવતા નથી. તેને લાગે છે કે ઠંડીની મૌસમમાં તડકો તો વધુ નથી હોતો એવામાં સંસક્રીમ ન લગાવવાથી કોઈ ફર્ક નથી પડતો. પરંતુ જણાવી દઈએ કે કે જો તમારો વિચાર પણ આવો હોય તો તમે પણ ખોટા છો. સંસક્રીમ ઠંડીના સમયમાં એટલી જ જરૂરી હોય છે.

6 જો આપની ત્વચા પર ડેડ સ્કીન જમા થશે તો મોઈશ્ચરાઈઝર ને સરખી રીતે સુકાઈ નહિ શકે. તેથી આપના ચહેરા પરથી ડેડ સ્કીનને હટાવવા માટે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. તમારી ત્વચા પર આ સ્ક્રબ જાદુની જેમ કામ કરશે. તેથી ચહેરા પર સ્કીન લગાવ્યા પહેલા એકવખત સ્ક્રબથી જોઈ લેવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!