આ કારણ છે જેથી સૌથી ધનાઢ્ય તિરુપતિ મંદિર હમેશા ગરીબ જ રહે છે – જાણો ઈતિહાસ

તિરુપતિ બાલાજી ભારત નું એક સૌથી મોટું અને પ્રસિદ્ધ મંદિર માંથી એક છે. આ મંદિર આન્ધ્ર પ્રદેશ રાજ્ય માં આવેલું છે તેની એક વર્ષ ની આવક કરોડો રૂપિયા ની છે. લાખો શ્રદ્ધાળુ ત્યાં પોતાની મનોકામના માગવા આવે છે. એવી માન્યતા અનુસાર તિરુપતિ બાલાજી ના દર્શન થી જીવનમાં આવેલી કોઇપણ સમસ્યા દુર થઈ. તમારી મનની ઈચ્છા પૂરી થાય છે.. આ મંદિર ભારત ના મોટા અને ધનવાન  મંદિર માંથી એક છે.

આ મંદિર ની રચના પાછળ એક વરતા છે. શુકામ આ મંદિર ની સ્થાપના થઈ. એકવાર ઋષિ ભૃગુ ના મન માં એક પ્રશ્ન થયો કે બધા દેવ માં સૌથી મોટું કોણ છે. જે બધા કાર્ય નું નિર્માણ કરે છે..  બહુ જ વિચાર કર્યો પણ સાચો જવાબ ના મળી શક્યો. પોતાના પ્રશ્ન ના જવાબ ની શોધ માં ભૃગુ ઋષિ બ્રમ્હ દેવ પાસે ગયા. અને તેમને પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે બ્રમ્હ દેવે કહ્યું અત્યારે નહિ હું વ્યસ્ત છું પછી આવજો. આવો જવાબ ભૃગુ ઋષિ ને તેના અપમાન જેવો લાગ્યું અને તે ત્યાંથી કૈલાસ ગયા પણ મહાદેવ સાથે તેમની ભેટ ના થઈ શકી. તેમનો ગુસ્સો વધ્યો તે વૈકુંઠ માં ગયા તો ભગવાન વિષ્ણુ શેષશૈયા પર સુતા હતા આ જોઇને તેમનો ગુસ્સો ચરમ સીમા પર પહોચી ગયો.

અને તેને આવેશ માં આવી ને ભગવાન વિષ્ણુ ની છાતી પર પાટું માર્યું જયારે ભગવાન નીંદર માંથી જગ્યા તો ભૃગુ ઋષિ ને સામે જોઇને તરત જ તેના પગ માં પડી ગયા અને પૂછવા લાગ્યા ઋષિવર તમને લાગ્યું તો નથી ને ? આ સાંભળી ને ભૃગુ ઋષિ નો ક્રોધ શાંત થઈ ગયો અને તેમને પોતાની ભૂલ સમજાઈ.. આ જોઈ દેવી લક્ષ્મી ને ક્રોધ આવ્યો કે તેમના સ્વામી ને પગ માર્યો છતાં પણ વિષ્ણુ કઈ ના બોલ્યા ત્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ થી રિસાઈ ને ધરતી પર આવે છે. અને અહી દેવી લક્ષ્મી પદમાવત નામની કન્યા ના રૂપ માં જન્મ લે છે.

ઘણા સમય થી ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી ને ખાજતા રહ્યા ત્યારે ખબર પડી કે તે ધરતી પર પદ્માવતી કન્યા બની ને રહે છે. તો ભગવાન વિષ્ણુ પણ સામાન્ય મનુષ્ય બની ત્યાં રહેવા લાગ્યા અને સમય આવતા જ પદ્માવતી ની સામે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો.  અને પદ્માવતી એ હા પાડી.. પરંતુ પદ્માવતી એક રાજા ની દીકરી છે તો એની પાસે પૈસા ની કમી નથી, પણ સાધારણ વ્યક્તિ બનેલા ભગવાન વિષ્ણુ પાસે એટલા રૂપિયા નથી કે તે ધામધૂમ થી લગ્ન કરી શકે એક રાજકુમારી સાથે પૈસા ની અછત હોવાને કારણે ભગવાન વિષ્ણુ ચિંતા માં પડી ગયા.

લગ્ન કરવા માટે વિષ્ણુ એ કુબેર ની મદદ માંગી ભગવાન શિવ અને બ્રમ્હા ને સાક્ષી માં રાખી તેમને ધન ઉધાર લીધું ત્યારે ભગવાન વિષ્ણુ એ કહ્યું કલયુગ ના અંત સુધી માં તમારું બધું ધન તમને પાછું આપી દઈશ. તમારો બધો ઉધાર ચૂકતો કરી દઈશ. અને ત્યાર પછી તેમના લગ્ન ધામધૂમ થી થયા..કુબેર પાસેથી લીધેલો ઉધાર ભગવાન જલ્દી ચૂકવી શકે એ માટે લાખો ભક્તો દાન કરતા હોય છે. આ દાન માં લોકો રૂપિયા,સોનું ચાંદી વગેરે આપે છે.  આ દાન ની રકમ 1000 થી શરુ કરીને 1,200 કરોડ રૂપિયા સુધીનું હોય છે આટલું દાન આવવાથી તિરુપતિ બાલાજી ગરીબ છે. કેમ કે તેને કલયુગ ના અંત સુધી માં આ ઉધાર ચૂકવવાનો છે..

તિરુપતિ બાલાજી ની સ્થાપના :-

આ મંદિર ની સ્થાપના ૫ મી સદી માં થઈ હતી.

આ મનીર ના નિર્માણ માટે ચોળ, હોયસલ, અને વિજયનગર ના રાજ્યો માંથી ધન ભેગું કરવામાં આવ્યું હતું.

9 મી સદી માં કાંચીપુરમ ના પલ્લક શાસકો એ અધિકાર જમાવ્યો હતો.

આ મંદિર 15 મી સદી માં ખુબ જ પ્રસિદ્ધ થયું અને દુર દુર થી લોકો ત્યાં આવવા લાગ્યા.

તિરુપતિ બાલાજી ને બધા વેંકટેશવર, શ્રી નિવાસ અને ગોવિદા થી જાણીતા થયા.

તિરુપતિ બાલાજી થી જોડાયેલી બીજી અન્ય જાણકારી :-

આ મંદિર ની બહાર  એક લાકડી રાખવામાં આવી છે, એવું કહેવાય છે કે આ લાકડી થી નાનપણ માં બાલાજી ને માર પડતી ક્યારેક તો તેમને બહુ જ વાગી જતી એટલે તમે જયારે આ મંદિરે જાવ ત્યારે આ લાકડી ને અચૂક જોજો.

એકવાર મંદિર ના ગૃહ ગર્ભ માં ચડાવેલી વસ્તુ ને ફરી બહાર નથી લાવતા.

મંદિર માં એક જલકુંડ છે અને તેજ પાણી થી ભગવાન ને સ્નાન કરાવવામાં અવે છે. પણ આશ્ચર્ય ની વાત છે સ્નાન કરી દીધા પછી પણ આખો દિવસ ભગવાન ની પીઠ ભીની જ રહે છે તે ક્યારેય સુકાતી નથી આવું કેમ થાય છે તે એક રહસ્ય છે..

આ મંદિર માં કરેલો દીવો ક્યારેક ઠરતો  નથી  તે સદા ચાલુ રહે છે. હજારો વર્ષો વીટી ગયા હજી સુધી તે દીવાની જ્યોત ચાલુ જ છે.

કેટલાય લોકો તિરુપતિ બાલાજી માં પોતાના વાળ ચડાવે છે એવી માન્યતા છે, કે ત્યાં વાળ ચડાવવાથી કુબેર પાસેથી લીધેલો ઉધાર ચૂકતે થઈ જાય

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!