નાના પડદાની 5 સુંદર એક્ટ્રેસ ખૂબ જ ઓછી ઉંમરમાં બની ગઈ છે કરોડપતિ… ૫મી વિષે ઘણાને નહિ ખબર હોય

આમ જોવા જઈએ તો ટીવી જગતની એવી ઘણી હિરોઇનો છે જે કોઈ બોલિવૂડ હિરોઈન થી ઓછી નથી. પોતાની અપાર સુંદરતા માટે લાખો ચાહકોના દિલમાં આ હિરોઇનો એ દર્શકોના દિલમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. જે રીતે બોલીવુડ હિરોઇનો એક ફિલ્મમાં કામ કરવા માટે ફિલ્મ નિર્માતાઓ પાસેથી કરોડો રૂપિયા લે છે, એવી જ રીતે ટીવી હિરોઇનો સિરિયલોના એક એપિસોડ માટે પણ લાખો રૂપિયા લે છે. આજે અમે તમને ટેલિવિઝનની સૌથી ધનવાન હિરોઇનો વિશે કહેવા જઈ રહ્યા છીએ.

જેનિફર વિંગેટ

જેનિફર વિંગેટ એ ટીવી જગતનું એક પ્રખ્યાત નામ છે. તેણે હાલ સુધીમાં એક કરતા વધારે ટીવી સીરિયલમાં કામ કર્યું છે. જેનિફર એક આકર્ષક ટીવી હિરોઇનો પૈકી એક છે અને બેપનાહ, સરસ્વતીચંદ્ર અને દિલ મિલ ગયે જેવી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. એક રિપોર્ટ પ્રમાણે, જેનિફર 20 કરોડની મિલકતની માલિક છે.

સનાયા ઈરાની

ઇસ પ્યાર કો ક્યા નામ દૂ જેવી અનેક સુપર હિટ સિરીયલમાં કામ કરનારી સનાયા ઈરાની કમાણીના બાબતે ઘણી બધી આગળ છે. 34 વર્ષીય હિરોઈન સનાયા ઈરાની ઇસ પ્યાર કો ક્યા નામ દૂ સીરિયલમાં ખુશી કુમારી ગુપ્તાના નામથી પ્રખ્યાત પામી છે. સનાયાએ ઘણા ડાન્સ શોમાં પણ હિસ્સો લીધો હતો અને તેની કુલ સંપત્તિ 21 કરોડ બતાવવામાં આવી છે.

દ્રષ્ટિ ધામી

સિલસિલા બદલતે રિશ્તો કા ટીવી સિરિયલમાં દ્રષ્ટિ ધામી નંદિનીનું પાત્ર નિભાવ્યું હતું. તે ટીવીની સમૃદ્ધ અભિનેત્રીની સૂચિમાં સમાવેશ છે. તે એપિસોડ દીઠ 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. દ્રષ્ટિના ઘણા ચાહકો છે, કેમ કે તેના ભોળા દેખાવ તથા તેની આંખોમાં માણસો ખોવાઈ જાય છે. પરંતુ આ ભોળી સુરત ધરાવતી અભિનેત્રીની સંપત્તિ આશરે 25 કરોડ છે.

હિના ખાન

હિના ખાનની કોઈપણ જાતની ઓળખ આપવાની કોઈ જ જરૂર નથી, તે ટીવીમાં અક્ષરાની ભૂમિકાથી પ્રખ્યાત થઈ હતી. હીના ખાને તેની કરિયરની શરૂઆત યે રિશ્તા ક્યા હૈ જેવી ટીવી સિરિયલથી કરી હતી અને બિગ-બોસ તથા ખતરો કે ખિલાડી જેવા શોમાં પણ હિસ્સો લઇ ચુકી છે. હિના ખાનની સંપત્તિની જો વાત કરીએ તો તેની પાસે કુલ 34 કરોડની સંપત્તિ છે.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠીએ યે હૈ મોહબ્બતે જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે અને તે ટીવીની આજની સૌથી ફેન્સ હિરોઈન છે. દિવ્યાંકાની કુલ સંપત્તિ અંદાજે 50 કરોડ જેટલી છે. જે બોલિવૂડની નાની-મોટી અભિનેત્રી કરતા ઘણી વધારે છે. ટીવી સીરીયલ સિવાય દિવ્યાંકા તેના ફોટોશૂટથી સારી કમાણી કરે છે તેનો મુંબઇમાં આલીશાન બંગલો પણ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!