આ ૫ ટીવી સીરીયલ્સ ખુબ જ લોકપ્રિય થયેલા તેમ છતાં થોડા જ દિવસોમાં બંધ થઇ ગયા – તમારું ફેવરીટ ક્યુ હતું?

ફિલ્મો જેટલી હીટ થઈ રહી છે. એટલી ટેલીવિઝન ની દુનિયા ની સીરીયલો અને કલાકારો પણ હીટ થઈ  રહ્યા છે. આજના સમય માં લોકો ફિલ્મો કરતા વધારે ટી.વી. સીરીયલો જોવાનું પસંદ કરે છે. પોતાના ફેવરીટ કલાકાર ને ટી.વી. પર જોવા માટે તેની આતુરતા થી રાહ જોઈ રહ્યા હોય છે. મોટા ભાગ ના કલાકારો દર્શકોના પ્રેમ અને સ્નેહ થી હીટ થઈ જતા હોય છે.

તો કેટલાક કલાકારો સીરીયલ હીટ થઈ જાય પણ તેમને બીજે કામ નથી મળતું.. ઘણી વખત એવું પણ થાય કે કલાકાર સારું જકામ કરતા હોય પણ સીરીયલો બંધ થઈ જાય.. આવી મોટા ભાગ ની સીરીયલો છે. જે દર્શકો ને બહુ ગમતી હોય પરંતુ અમુક એપિસોડ પછી તે બંધ થઇ જાય છે.. 

સૌ થી પહેલા વાત કરીએ તો એકતા કપૂર ની સીરીયલ “પ્યાર કી એ એક કહાની” આમ તો એકતા કપૂર ની સીરીયલો 5 વર્ષ સુધી ચાલતી હોય છે. પરંતુ આ સીરીયલ દર્શકોને ગમતી હોવા છતાં 1 વર્ષ માં જ બંધ થઈ ગઈ.. આ સીરીયલ હોલીવુડ ના ફિલ્મ પર આધારિત હતી. તેમાં અભય અને પ્રિયા ની લવ સ્ટોરી બતાવી હતી. જેમાં અભય એક પિસાચ છે.અને પ્રિયા એક મનુષ્ય બંને વચ્ચે ના પ્રેમ ની વાત હતી.. એવું કહેવાય છે કે અ સ્ટોરી અહી જ પૂરી થઈ ગઈ.

બોલીવુડ ના મશહુર ડાયરેક્ટર અનુરાગ બાસુ જે મોટા બેનર ની ફિલ્મો બનાવે છે, તેને પણ એક ધારાવાહિક બનાવેલી ” લવ સ્ટોરી ” આ સીરીયલ બધા ને ગમી હતી. તે સોની ટી.વી. પર પ્રસારિત થતી હતી. આ સીરીયલ 30 એપ્રિલ 2007 માં શરુ થયેલી  અને એક વર્ષ બાદ બંધ થઈ ગઈ..

આ સીરીયલ સોની ટી.વી. પર પ્રસારિત થઈ હતી. “માહી વે ” સીરીયલ એક કોમેડી સીરીયલ હતી જે એક જાડી છોકરી ના જીવન પર આધારિત હતી.. આ ધારાવાહિક યશ રાજ ના બેનર ની બનેલી છે. આ સીરીયલ 20 જાન્યુઆરી 2010 ના શરુ થઈ અને 18 જુન 2010 ના બંધ થઈ ગઈ.

આ ધારાવાહિક “એક પોકેટ ઉમીદ્દ ” અલગ અલગ સ્ત્રી પાત્ર પર દર્શાવા માં આવી હતી.. કે જે રોજ બરોજ ના  જીવનમાં સ્ત્રી ને પડતી મુશ્કેલી ઓ છતાં પણ તેને આશા ની કિરણ હિય છે. આ સીરીયલ 8 મહિના ચાલી અને બંધ થઈ ગઈ..

આ સીરીયલ બધા ને યાદ જ યાદ હશે, “સુમિત સંભાલ લેગા ”   એક કોમેડી સીરીયલ હતી.. જેમાં સુમિત પોતાની પત્ની અને માં વચ્ચે પીસાય છે, છતાં પણ બન્ને ને મેનેજ કરતી કોમેડી સીરીયલ હતી.. અને ઘણા સમય પછી સતીશ કૌશિક ની કોમેડી દર્શકો ને જોવા મળી આ ધારાવાહિકે 108 એપિસોડ પુરા કર્યા અને પછી બંધ થઈ ગઈ..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!