આ એક જ વ્યક્તિ સાથે ૨-૨ વખત ટ્વિન્કલ ની સગાઇ થયેલી – આ હતું કારણ

એક સદીના સુપર સ્ટાર જેને પોતાના ડાયલોગ અને દમદાર એક્ટિંગ થી ફિલ્મી દુનિયા પર 20 વર્ષ સુધી રાજ કર્યું. એવા સુપર સ્ટાર ” રાજેશ ખન્ના ” ની દીકરી ટ્વિન્કલ ખન્ના ની વાત કરીએ તો “બરસાત ” ફિલ્મ થી પોતાના કરિયર ની શરૂઆત કરી અને લગ્ન બાદ તેમને ફિલ્મી દુનિયા ને અલવિદા કહી દીધું. પણ તેને લખવાનો શોખ હોવાથી તે અવાર નવાર ચર્ચા માં રહે છે. તે આજે પણ એટલી જ ખુબ સુરત છે, ટ્વિન્કલ પોતાના પિતા રાજેશ ખન્ના થી બહુ જ નજીક હતી, તે પોતાના પિતા ને આઈડી યલ માનતી હતી. તેના જીવન માં રાજેશ ખન્ના નું એક અલગ જ સ્થાન છે.

ટ્વિન્કલ ખન્ના એ એક ઈન્ટરવ્યું માં જણાંવ્યું કે જયારે એ નાની હતી ત્યારે એમના ઘરે ખુબ જ ગીફ્ટ અને બુકે આવતા અને તેને એવું લાગતું હતું કે આ બધા ગિફ્ટ્સ એમના માટે છે, સમય જતા એમને ખબર પડી કે આ બધા ગિફ્ટ્સ અને બુકે એમના પિતા રાજેશ ખન્ના માટે આવે છે, ત્યારે એને રીયલ માં સમજાણું કે એ કેટલા મોટા સુપર સ્ટાર છે.

તમને ખબર નહિ હોય એ વાત ની કે ટ્વિન્કલ ખન્ના એ આઈ કરેકશન સર્જરી કરાવેલી છે, હા એ વાત અલગ છે કે તેમને ફિલ્મો માં આવ્યા પછી આ સર્જરી કરાવી. કરન જોહર ની ફિલ્મ ” કુછ કુછ હોતા હૈ” માં રાની મુખર્જી નો રોલ પહેલા ટ્વિન્કલ ને ઓફર કર્યો હતો. પણ તેને આ રોલ માટે ના પાડી, ટ્વિન્કલ ખન્ના ની હજી એક વાત જે તમને નહિ ખબર હોય

ટ્વિન્કલ ખન્ના અને અક્ષય કુમાર સાથે 1999 માં આવેલી ફિલ્મ ” ઝુલ્મી ” થી બંને વચ્ચે પ્રેમ બંધાયો અને તેને સગાઇ કરી પણ કોઈ કારણોસર આ સંબધ વધુ ના ચાલ્યો અને બંને અલગ થઈ ગયા. ત્યાર પછી બંને ફરીરુપેરી પડદે સાથે દેખાયા ફિલ્મ ” ઇન્ટર નેશનલ ખિલાડી “અને ફરી બંને જોડાયા અને સગાઈ અને લગ્ન કર્યા. ટ્વિન્કલ ની છેલ્લી ફિલ્મ 2001 માં ” લવ કે લિયે કુછ ભી કરેગા ” રીલીઝ થઈ હતી. પછી તે ક્યારેય ફિલ્મોમાં દેખાય નહિ..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!