ઉમિયાધામ ના ભવ્ય રસોડામાં તમે આ વસ્તુ નિહાળી શક્યા ? દરેક માં ભક્ત ક્લિક કરે

ઈશ્વર ની આરાધના ને સેવા કરવી એ દરેક માનવી ની અભિલાષા હોઈ છે. શ્રાવ    ણ માસ માં દરેક ભક્તો મહાદેવ ની આરાધના કરે તો નવરાત્રી માં માં દુર્ગા ની દરેક શહેર અને ધર્મ પ્રમાણે ઈશ્વર ની આરાધના થતી હોઈ છે. મહારાષ્ટ્ર માં ગણપતિ  તેમજ ગુજરાત માં માં નવદુર્ગા જયારે માતાજી ની આરાધના ના પવન દિવસો ચાલતા હોઈ તો તેની સેવા કરવા નો લાભ બધા ને મળવો જોઈએ. એવો જ લાભ ઉઠાવી રહ્યા છે.

 

પટેલ સમાજ ના દરેક વ્યક્તિ માં ઊંઝા ના ધામ માં ભવ્ય લક્ષચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. 18 ડીસેમ્બર થી 22 ડીસેમ્બર સુધી ચાલતું ઉમિયા માતાજી નું લક્ષચંડી યજ્ઞ નું મહાયોજ્ન છે, 25 વિધા જમીન માં યજ્ઞ શાળા, 67 વિઘા માં ભોજન શાળા, 25 વીઘા માં સંસ્કૃતિક કાર્યક્રમ, 25 વીઘા માં ક્રાફ્ટ સ્ટોલ, 20 વીઘા માં ઐધયોગિક સ્ટોલનું પ્રદશન, 18 વિધા માં બાળનગરી, 305 વીઘા માં પાર્કિંગ વ્યવસ્થા આમ ટોટલ 800  વીઘા જમીન માં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જાણે લોકો આ અવિસ્મરણીય સમય ની રાહ જોતા હોઈ એમ લોકોનું ઘોડાપુર એકઠું થયું છે.

કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયા ના ધામ માં આવું સરસ મહાયોજ્ન કરવામાં આવ્યું છે. ત્યાં ભક્તો ને જમવાની સુવિધા જોઇને તમને વિશ્વાસ નહિ આવે.  ભોજનશાળા ની બહાર સેવકો શાકભાજી કાપી રહ્યા છે, લાખો ભક્તો ની રસોઈ બનાવવા 20 થી 25 મોટા તપેલા ઓ છે, જેમાં શાક, દાળ, ભાત બનાવાય છે. ચુલા માં દેશી રીત થી બનતું આ ભોજન, સાથે મોટા મોટા ડૉમ ની અંદર કઠોળ ની ગુણી, તેલ ના ડબ્બા, ચોખા ની ગુણી,  વગેરે રાખવાની વ્યવસ્થા કરી છે..

આ ભવ્ય આયોજન માં આધિનિક ટેકનોલોજી નો ઉપયોગ પણ કરાયો છે. જેમ કે ગાંઠિયા બનાવવા, બટેકા કાપવા, રોટલી બનાવવી, વગેરે ના મશીન છે, રસોઈ ને ભોજનશાળા સુધી લઈ જવા માટે ના મોટા ટેન્કરો પણ હાજર છે.

આ લક્ષચંડી યજ્ઞ માં 5 લાખ થી પણ વધુ લોકો આવી શકે એવી શમભાવના છે. ભક્તોનું આવેલું ઘોડાપુર ને જમવાની તથા પ્રકીંગ ની ચા પાણી ની બધી જ સુવિધા માટે સેવકો રાખ્યા છે.

રસોઈ માટે અલગ અલગ મંડપ અને ડોમ ની સુવિધા કરી છે. શાક, દાળ, ભાત, માટે અલગ અને લાડુ બનાવવા માટે અલગ,ડોમ રાખ્યો છે. રોટલી ના મશીન માં 10 થી 20 હાજર રોટલી, ભાખરી, કે પરોઠા બનાવી શકાય છે, આ આયોજન માં 50 હાજર સેવકો આવનારા ભક્તો ની સેવા માટે ખડેપગે છે.

માત્ર રોટલી જ મશીન માં નથી બનતી લોટ બાંધવાનું મશીન પણ અહી છે. જેમાં 1 કલાક માં 30 કિલો લોટ બાંધી શકાય અને સાથે એને બીજા મશીન માં નાખવાથી રોટલી, ભાખરી કે પરોઠા બની ને જ બહાર આવે. અને ઘી પણ તેની જાતે જ લાગી જાય. આ મશીન પંજાબ થી વસાવેલું છે.

ભક્તો માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદ માટે 17 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે, જો વધુ ભકતો આવી જાય તો મોહનથાળ કે બુંદી નો પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે. આ ૫ દિવસ ના ભવ્ય આયોજન માટે 250 રસોયા ની ટીમ તૈયાર કરી છે. જે દીવસ અને રાત ભોજનશાળા માં ભોજન તૈયાર કરશે. અંદાજે આ ભવ્ય આયોજન માં 40 લાખ લોકો નું આગમન થઈ શકે એમ છે. તેના માટે 50 હાજર સેવકો ને હાજર રખાયા છે.

આ ભવ્ય આયોજન માટે અલગ અલગ કમિટી રાખવામાં આવી છે. કુલ 40 કમિટી ઓ છે.

ચા બનાવવા માટે દુધના કેરેટ મંગાવ્યા છે.

શાક હલાવતો કારીગર.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!