બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા કરી રહી છે ફેમસ ક્રિકેટર ઋષભ પંત ને ડેટ – મોડી રાત્રે આ જગ્યાએ પકડાયા

ઉર્વશી રૌતેલા બોલીવુડનું જાણીતું નામ છે. જો કે બોલીવુડની આ અભિનેત્રી તેના અભિનય કરતા વધુ તેના અફેરને લઈને ચર્ચામાં રહે છે. સૌથી ખાસ વાત એ છે કે હાલમાં ઉર્વશીનું નામ કોઈ અભિનેતા નહિ પરંતુ એક ક્રિકેટર સાથે જોડાયું છે. છેલ્લા ઘણા સમયથી ઉર્વશી અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના સંબંધોની ચર્ચા થઇ રહી છે.

પરંતુ હવે ઉર્વશીનું નામ એક નવા જ ક્રિકેટર સાથે જોડાયું છે. અને તે ક્રિકેટરનું નામ છે ઋષભ પંત. મીડિયા રીપોર્ટ અનુસાર ઉર્વશી રૌતેલાને મોડી રાત સુધી ઋષભ સાથે ડેટ કરતા જોવામાં આવી છે. જો કે આ વાત તેના બધા ફેંસ માટે સરપ્રાઈઝ છે. કેમ કે આની પહેલા ઉર્વશીને ક્યારેય ઋષભ સાથે જોવામાં પણ નથી આવી.

એક ખબર અનુસાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા 10 ડિસેમ્બરે મોડી રાત્રે લગભગ 11:00 વાગે ડીનર ડેટ પર જોવા મળ્યા હતા. આ બંને જુહુના સ્ટેલા માં ડીનર કરતા જીવ મળ્યા હતા. સૌથી ખાસ વાત તો એ છે કે ડીનર ડેટ ટી20 મેચના માત્ર એક રાત પહેલા થયું હતું. હવે જોવાનું એ રહેશે કે મેચના આગળ દિવસે કરેલ આ ડેટ નીજી અને ત્રીજી ડેટ સુધી પહોંચે છે કે નહિ કે પછી આ માત્ર અફવા જ નીકળે છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ઉર્વશી રૌતેલા અને હાર્દિક પંડ્યાનાં અફેરના સમાચાર સામે આવે છે.

મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ઉર્વશી અને હાર્દિકની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઇ હતી. ત્યાર બાદ આ બંનેને ડેટ પર પણ જોવામાં આવ્યા. આ વાત ખુબ જ ફેલાતી હતી પરંતુ ઉર્વશીએ એટલું કહીને તેના પર બ્રેક લગાવી દીધી કે આ બધી ખબરો ખોટી છે અને માત્ર અફવા છે આવી અફવાઓ બંધ થઇ જવી જોઈએ.

કેમ કે તેને આ બધી ખબરો માટે તેના પરિવારને જવાબ દેવો પડે છે. ત્યારબાદ એવી ખબરો સામે આવી કે હાર્દિક પંડ્યા ઉર્વશી રૌતેલા ને નહિ પરંતુ નતાશા સ્તાનકોવિક ને ડેટ કરી રહ્યો છે અને તે બંને ખુબ જ સીરીયસ રીલેશનશીપમાં છે.

જો વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ઉર્વશી રૌતેલા થોડા સમય પહેલા જ મલ્ટીસ્ટાર થી “પાગલપંતી”માં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સઓફીસ પર ખાસ કમાણી કરી શકી નહિ. પરંતુ લોકોએ ઉર્વશીની એક્ટિંગને વખાણી. હવે જોવાનું એ છે કે આ ક્રિકેટર સાથે ઉર્વશીનું નામ જોડાયા પછી તેનું શું રીએક્શન રહે છે. જો કે હજુ સુધી આ બાબતની કોઈ ચોખવટ કરવામાં આવી નથી.

ઉર્વશી રૌતેલાએ બોલીવુડમાં એક્શન અને રોમાંસ ફિલ્મ “સાહબ ધ ગ્રેટ” થી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં ઉર્વશી સની દેઓલની પત્નીની ભૂમિકા ભજવે છે. અ ફિલ્મમાં કામ કર્યા પછી ઉર્વશી હની સિંહ નો વિડીઓ આલ્બમ લવડોસ માં જોવા મળી હતી. ઉર્વશી રૌતેલાએ ગ્રેટ ગ્રેંડ મસ્તીમાં પણ કામ કર્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!