વિલેનનાં રોલમાં હીરોને પણ ટક્કર આપી ચુકી છે આ ૫ અભિનેત્રીઓ – બીજા નંબરવાળીનો રોલ હતો ખતરનાક

બોલીવુડ ફિલ્મોમાં વિલેન વગર હીરોનું કોઈ ખાસ મહત્વ રહેતું નથી. એટલે કે વિલેન વગર ફિલ્મ જોવાની મજા આવતી નથી. જાને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ વિલેન વિના અધુરી છે. હિન્દી ફિલ્મોએ એવા ઘણા વિલાનો આપ્યા જેનો ડર આજે પણ લોકોના મનમાં છે. એવા વિલેન ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારેય હતા પણ નહિ અને ક્યારેય હશે પણ નહિ. વિલેનનો રોલ નિભાવનાર એક્ટર્સએ તેની જબરદસ્ત એક્ટિંગથી વિલેનની ભૂમિકાને એક ખાસ મુકામ સુધી લાવી છે.

પછી તે ‘શોલે’ નો ‘ગબ્બર’ હોય કે ‘મિસ્ટર ઇન્ડિયા’ નો ‘મોગેંબો’ દરેકે દર્શકોના દિલમાં પોતાની એક અલગ જ છાપ છોડી છે. આજે આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના એવા અમુક ખતરનાક વિલનો વિશે જણાવા જઈ રહ્યા છીએ જેને દર્શકોના દિલમાં એક અલગ જ પ્રકારનો ડર પેદા કરી દીધો. જયારે પણ આપણે વિલેન વિશે વિચારીએ તો મગજમાં એક માસ્ટર માઈન્ડ માણસનો વિચાર આવવા લાગે.

પરંતુ શું વિલેન વિશે વિચારતી વખતે તમારા મનમાં સુંદર અને હોટ છોકરીનો વિચાર આવ્યો? જો કે નહિ જ આવ્યો હોય, કેમ કે મોટાભાગે વિલેનનો કિરદાર એક પુરુષ જ નીભાવતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક અભિનેત્રીઓ એવી પણ છે કે જે મોટા પર્દા પર વિલેનનો કિરદાર નિભાવી ચુકી છે અને તેને આ કિરદાર સાથે ન્યાય પણ કર્યો છે. તો આજે અમે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેને નાકારાત્માક કિરદાર નિભાવીને લોકોનું દિલ જીત્યું છે.

બિપાશા બાસુ :

આજે ભલે બિપાશા બાસુ ફિલ્મોથી દુર હોય પરંતુ એક સમયે તે સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. બિપાશાએ વર્ષ 2012માં આવેલ ફિલ્મ ‘રાજ 3’ માં એક વિલેનનો કિરદાર નિભાવ્યો હતો, તેના નકારાત્મક કિરદારથી પણ બિપાશાએ દર્શકોનું દિલ જીત્યું હતું.

કાજોલ :

કાજોલનું નામ બોલીવુડની સૌથી સશક્ત અભિનેત્રીઓમાં સામેલ છે. કાજોલે તેના કરિયરમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે. પરંતુ ફિલ્મ ‘ગુપ્ત’ માં તેને નીભાવેલો નેગેટીવ રોલ લોકો આજે પણ યાદ કરે છે. આ ફિલ્મમાં કાજોલે એક ખતરનાક સાઈકો કિલરની ભૂમિકા ભજવી હતી.

પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા ચોપડા હવે માત્ર બોલીવુડની જ નહિ પરંતુ હોલીવુડની પણ સ્ટાર બની ચુકી છે. તે હોલીવુડની ઘણી ફિલ્મો અને સીરીઝમાં કામ કરી ચુકી છે. પ્રિયંકા તેના કરિયરનાં શરૂઆતનાં દિવસોમાં વિલેનનો કિરદાર નિભાવી ચુકી છે. ફિલ્મ ‘અંદાજ’ માં તે એક નેગેટીવ રોલમાં જોવા મળી હતી.

કટરીના કૈફ :

બોલીવુડની પહેલા નંબરની અભિનેત્રી કટરીના કૈફ પણ ખતરનાક રોલ નિભાવી ચુકી છે, ફિલ્મમાં તેના કિરદારને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. જી હા, ફિલ્મ ‘રેસ’ માં કટરીના કૈફ એક નેગેટીવ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના પણ હતા.

માહી ગિલ :

માહી ગિલ ભલે બોલીવુડની ટોપ અભિનેત્રી બની ન શકી પરંતુ તે એક્ટિંગના મામલે મોટી મોટી અભિનેત્રીઓને પણ પાછળ રાખી દે છે. જણાવી દઈએ કે ‘સાહેબ બીવી ઓર ગેંગસ્ટર’ માં માહીએ તેના નકારાત્મક કિરદારથી લોકોને ઈમ્પ્રેસ કર્યા હતા. આ ફિલ્મ સુપરહિટ ગઈ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!