એવું તો શું થયું હોટલના બંધ રૂમમાં કે વિવેક ઓબરોએ એશ્વર્યા અને તેનું કરિયર બંને ગુમાવ્યા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા વિવેક ઓબરોયે જ્યારે તેના કરિયરની શરૂઆત કરી ગતિ ત્યારે બધાને એવું લાગતું હતું કે તેનું કરિયર ખુબ જ સફળ રહેશે અને ખુબ જ આગળ જશે. વિવેકે ફિલ્મ “કંપની” દ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. વિવેકે તેના ફિલ્મી કરિયરમાં એકથી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેની એક ભૂલના કારણે તેનું કરિયર પૂરી રીતે ખત્મ થઇ ગયું. લોકોને એવું લાગે છે કે તેના કરિયર ખત્મ થવા પાછળ એશ્વર્યા રાય નાં કારણે સલમાન ખાન સાથે તેની દુશ્મની છે.

એ વાત તો બધા જાણો છો કે સલમાન ખાન અને એશ્વર્યા રાયનું બ્રેકઅપ થયું હતું ત્યારે એશ્વર્યા રાય વિવેક ઓબરોયની નજીક આવી ગઈ હતી. પરંતુ એશ્વર્યા અને વિવેકનો સંબંધ વધુ સમય સુધી ચાલ્યો નહિ. આખરે એવું તો શું થયું કે એશ્વર્યા રાયે વિવેક સાથે બ્રેકઅપ કરી લીધું. વર્ષ 1999 માં સંજય લીલા ભંસાલીની ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” ના સેટ પર સલમાન ખાન અને એશ્વર્યા રાય નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ પણ થઇ ગયો હતો.

તે બંને લગભગ 3 વર્ષ સુધી એકબીજાના રીલેશનશીપ માં રહ્યા, પરંતુ સલમાન ખાનનાં ગુસ્સાનાં કારણે બંનેનો સંબંધ ઓછો થઇ ગયો. પરંતુ સલમાન ખાન અને એશ્વર્યાનો સંબંધ એટલી સહેલાઇથી ખત્મ ન થયો. એશ્વર્યા રાય સાથે બ્રેકઅપ પછી પણ સલમાન ખાનનો ગુસ્સો ઓછો થયો નહિ. સલમાન ખાને ઘણી વખત એશ્વર્યા રાયના સેટ પર જઈને ખુબ જ હોબાળા કરેલા.

સલમાન ખાનનાં આવા સ્વભાવનાં કારણે એશ્વર્યા રાયને શાહરૂખ ખાનની ફિલ્મ “ચલતે ચલતે” થી પણ બહાર થવું પડ્યું હતું. 2002 માં એશ્વર્યા રાયે પોતાના ઈન્ટરવ્યુંમાં એમ પણ કહ્યું હતું કે સલમાનનું અને મારું બ્રેકઅપ માર્ચમાં જ થઇ ચુક્યું છે. પરંતુ સલમાનને આ વાત પર હજુ પણ વિશ્વાસ નથી. અલગ થયા પછી સલમાન ખાન મને હંમેશા કોલ કરતા હતા અને ફોન પર ગાળો અપાતા હતા.

ઈન્ટરવ્યુંમાં એશ્વર્યા રાયે એમ પણ કહ્યું કે સલમાન ખાને મારા પર હાથ અન ઉઠાવ્યો હતો. એ તો સારું થયું કે મારા ચહેરા પર મારનું કોઈ નિશાન ન પડ્યું. આટલું થયા પછી પણ હું શૂટિંગ પર એવી રીતે આવતી જેમ કે કંઈ થયું જ ન હોય. સલમાન ખાનના આવા ખરાબ વ્યવહારને લીધે એશ્વર્યા રાયે તેની સાથે બ્રેકઅપ કરી લીધું. ત્યારબાદ એશ્વર્યા રાયના જીવનમાં વિવેક ઓબરોય આવ્યો.

વિવેક અને એશ્વર્યાએ ફિલ્મ “કયો હો ગયા ના” માં એક સાથે કામ કર્યું. જ્યાં બંને એકબીજાની નજીક આવ્યા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા. વિવેક ઓબરોયે એશ્વર્યાનાં ત્રીસમાં જન્મ દિવસ પર ગીફ્ટ પણ આપી હતી. જો કે એશ્વર્યાએ વિવેક સાથેના સંબંધોને પબ્લીકલી એક્સેપ્ટ કર્યા નથી. પરંતુ બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે.

બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી સારા સંબંધો ચાલ્યા. પરંતુ વિવેકના એક ખોટા પગલા થી બધું જ બદલી ગયું. વિવેક ઓબ્રોયે હોટલના એક બંધ રૂમમાં પ્રેસ કોન્ફોરેન્સ બોલાવી. જેમાં તેને જણાવ્યું કે તેને સલમાન ખાન વારંવાર ફોન કરીને મારી નાખવાની ધમકી મારે છે. વિવેકનાં ભાષણ થી બધું જ ઠીક થવાને બદલે બધું જ ખત્મ થઇ ગયું.

વિવેક ઓબરોયે એશ્વર્યા રાય સાથે આટલું મોટું પગલુ ઉઠાવ્યું. પરંતુ આ પ્રેસ કોન્ફોરેન્સ બાદ એશ્વર્યા રાય પણ તેનાથી દુર થઇ ગઈ. પ્રેસ ઓન્ફોરેન્સમાં કહેલ આ વાત પછી એશ્વર્યા રાય ની સાથે સાથે ફિલ્મ નિર્માતાઓ પણ વિવેકથી દુર થવા લાગ્યા, અને તેને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઇ ગયું. લોકોનું માનવું છે કે જો વિવેકે કોન્ફોરેન્સમાં આવું ન કહ્યું હોત તો એશ્વર્યા પણ આજે તેની હોત અને કરિયર પણ સફળ બની ગયું હોત.

સલમાન ખાન અને વિવેકથી અલગ થયા પછી અભિષેક બચ્ચાને તેને સંભાળી. અભિષેક અને એશ્વર્યાએ એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ત્યારબાદ તેની દોસ્તી પ્રેમમાં બદલી ગઈ. જાણવા મળ્યું છે કે ફિલ્મ “ઉમરાવ જાન”  માં કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. ફિલ્મ ગુરુના “પ્રીમિયર” પર અભિષેક બચ્ચને એશ્વર્યા રાયને લગ્ન માટે પ્રપોઝ કર્યું. 20 એપ્રિલ 2007 માં બંનેના લગ્ન થયા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!