OMG: દુનિયામાં ફક્ત 112 લોકો જ આ નોકરી કરી શકે છે, જાણો એવું તો વળી કયું કામ છે…

પ્રાચીન સમયમાં નોકરી કરવા માટે થોડાક જ એટલે કે ગણ્યા-ગાંઠયા જ ક્ષેત્ર હતા. જે પૈકી લોકોએ પોતાનું કરિયર બનાવવા માટે પસંદગી કરવી પડતી હતી. પણ આજે પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ છે. આજે આપણે જ્યાં જોઈએ ત્યાં નવા-નવા ક્ષેત્રના નોકરીની તકો પ્રાપ્ત થતી હોય છે. ઉદારીકરણ આવ્યા પછી નોકરીઓમાં ઘણા ક્ષેત્રનો ઉમેરો થઈ ગઈ છે. આજે બધા ક્ષેત્રમાં લોકો નોકરી લેવા માટે અનેક લોકો પડાપડી કરતા નજરે પડતાં હોય છે. પણ એવું એક ક્ષેત્ર છે. જેમાં માત્રને માત્ર દુનિયાભરમાંથી 122 લોકો જ કામ કરે છે.

સમગ્ર દુનિયામાં એક એવું ક્ષેત્ર પણ છે જેમાં માત્ર 122 લોકો જ કામકાજ કરે છે તે ક્ષેત્ર છે પાણીના ટેસ્ટિંગનું. જે રીતે જમવાનું ટેસ્ટિંગ તથા વાઈનનું ટેસ્ટિંગ થતું હોય છે. તેવી જ રીતે હવે પાણીના ટેસ્ટીંગનું ક્ષેત્ર સામે આવ્યું છે.

ઘણા સમાન્ય લોકોને ખ્યાલ હોય છે કે, પાણીના પણ જુદા જુદા ટેસ્ટ હોય છે. જેમાં ફ્રૂટી, વુડી, હલ્કા પાણીનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાંથી આ પ્રોફેશનમાં ફક્ત એક જ માણસ છે. જેનું નામ છે ગણેશ અય્યર. ગણેશ અય્યર દેશના એક જ સર્ટિફાઈડ વોટર ટેસ્ટર છે. ગણેશે આ ક્ષેત્ર બાબતે કહ્યું હતું કે, આવનારા 5થી 10 વર્ષમાં પાણીના સેક્ટરમાં ઘણી ડિમાન્ડ જોવા મળશે.

ગણેશ અય્યરે આગળ કહ્યું હતું કે, જાતે અમને લોકો પૂછે છે કે ક્યાં પ્રોફેશનમાં છો તો તેના જવાબમાં અમે જણાવીએ છીએ કે, હું એક વોટર ટેસ્ટર છું. આ સાંભળીને લોકો ખૂબ હસે છે. કેમકે આપણાં દેશમાં શુદ્ધ પાણીની એટલી ખામી છે, તો બીજી તરફ હું વોટર ટેસ્ટર છું. અય્યરે કહ્યું હતું કે, આ સર્ટિફિકેટ કોર્ષ બાબતે મેં પહેલી વખત 2010માં જાણ્યું હતું. ત્યારપછી ગણેશે જર્મનીના એક ઇન્સ્ટિટ્યૂટ Doemens Academy in Graefelfingમાંથી આ સર્ટિફિકેટ કોર્ષ કર્યો હતો.

ગણેશ અય્યરના કહ્યા અનુસાર, પાણીની જુદી જુદી ઓળખ હોય છે. તે તેની રીતે યુનિક હોય છે. તેના ફાયદા તથા ટેસ્ટ પણ જુદા જુદા હોય છે. ગણેશનું માનવું છે કે, આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટના ધંધામાં આ પ્રોફેશનની ઘણી જરૂરિયાત હશે. ગણેશ બેવરેક કંપની Veenના ભારત અને ભારતીય ઉપમહાદ્વીપના ઓપરેશન નિર્દેશક છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!