પ્રપોઝના ત્રણ વર્ષ પછી હેઝલે લગ્ન માટે પાડી હતી હા – આ રીતે યુવરાજે જીત્યું હેઝલનું દિલ

બોલીવુડ અને ક્રિકેટનો આ સંબંધ ઘણો જુનો છે. માત્ર એક બે જ નહિ પરંતુ ઘણીબધી એવી જોડીઓ છે જ્યાં હિરોઈને ક્રિકેટરને પ્રેમ કર્યો હોય. પછી તે શર્મિલા ટૈગોર અને મંસુર અલી ખાન પટૌડી હોય કે પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. ઘણી એક્ટ્રેસએ ક્રિકેટરોને તેના જીવનસાથી બનાવ્યા છે. આ લીસ્ટમાં હજુ એક ફેમસ જોડી સામેલ છે અને તે છે યુવરાજ સિંહ અને હેઝલ કીચ. યુવરાજ એક જાણીતા ક્રિકેટર છે જ્યારે હેઝલે બોલીવુડમાં કામ કર્યું છે. આ બંનેની પ્રેમ કહાની થોડી ફિલ્મી અને રસપ્રદ છે.

યુવરાજને ઇગ્નોર કરતી હતી હેઝલ :

એક ટીવી શોમાં યુવરાજે તેની અને હેઝલની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. યુવરાજ એક હેન્ડસમ અને મસ્તીખોર ક્રિકેટર છે. તેના પર હજારો છોકરીઓ ફિદા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે હેઝલ યુવરાજને રોયલ ઇગ્નોર કર્યા કરતી હતી. યુવરાજે જણાવ્યું કે જયારે હેઝલ સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે તેને કોફી માટે પૂછ્યું હતું, ત્યારે તો હેઝલે હા પાડી દીધી પરંતુ જ્યારે આવવાનો સમય થયો ત્યારે તેને ફોન બંધ કરી દીધો હતો.

હેઝલ હમેશા યુવરાજ થી દુર રહેતી હતી અને તેના ફોન પણ ઉપડતી નહોતી. તેથી તેને ગુસ્સામાં તેના ફોન નંબર પણ ડીલીટ કરી દીધા હતા. એક દિવસ યુવરાજને ફેસબૂકમાં તેની અને હેઝલ વચ્ચે એક કોમન ફ્રેન્ડ જોવા મળ્યો, યુવરાજે તેને હેઝાલથી દુર રહેવા કહ્યું અને કહ્યું કે તે એક દિવસ હેઝલ સાથે લગ્ન જરૂર કરશે.

યુવરાજ હેઝલના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા પરંતુ હેઝલ તેને ઇગ્નોર કરતી હતી. એક વખતે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું તો હેઝલે કહ્યું કે “દેખાતી હું”. યુવરાજે જણાવ્યું કે હેઝલે મને લગ્ન માટે ત્રણ વર્ષે હા પાડી, અને હા કહ્યા પછી પણ એક વર્ષ લટકાવી જ રાખ્યો.

બાદમાં દિલ હારી ગઈ હેઝલ :

હેઝલનું કહેવું છે કે તે પ્રપોઝલ પહેલા યુવરાજને સીરીયસ લેતી જ નહતી, પરંતુ પ્રપોઝલ બાદ તે તેને સમજવા લાગી. કહી શકાય કે યુવરાજનાં પ્રેમએ આખરે હેઝલની જિદ્દ તોડી નાખી અને તેના દિલમાં જગ્યા પણ બનાવી લીધી. ત્યારબાદ બંનેએ ૩૦ નવેમ્બરે જાલંધરમાં ગુરુદ્વારે માં લગ્ન કરી લીધા. ત્યાર બાદ તેને ગોવામાં હિંદુ રીતી રીવાજોથી લગ્ન કર્યા. જણાવી દઈએ કે હેઝલ અને યુવરાજ ના લગ્ન સિક્ખ અને હિંદુ બંને રીતી રિવાજોથી થયા હતા. ત્યારબાદ બંનેએ દિલ્લીમાં રિસેપ્શન પણ રાખ્યું હતું.

હેઝલે બોલીવુડમાં ઘણા આઈટમ સોન્ગ કર્યા, પરંતુ તેને સાચી સફળતા તો સલમાનની ફિલ્મ બોડીગાર્ડ થી જ મળી. આ ફિલ્મમાં તે કરીનાની દોસ્ત ના રોલમાં હોય છે જે તેને દગો આપીને સલમાન સાથે લગ્ન કરી લે છે. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ તો પણ હેઝલે ત્યારબાદ કોઈ ફિલ્મોમાં કામ કર્યું નહિ. જ્યારે યુવરાજ પણ ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચુક્યા છે. અ કપલ તેના પરિવાર સાથે ખુબ જ ખુશ છે અને અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો જોવા મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!