આ કારણો થી માં-બાપ ના કહેવા પ્રમાણે ચુપ-ચાપ છોકરીઓ એરેન્જ મેરેજ માટે તૈયાર થઇ જાય છે….

પહેલા ના જમાના માં મોટા ભાગના લોકો ના લગ્ન તેઓના વડીલો દ્વારા કરાવવા માં આવતા હતા. એમાં પણ કોઈક ને તો લગ્ન થયા પછી જ જેની સાથે લગ્ન થયા હોય તેનો ચહેરો જોવા મળતો હતો. જયારે આજના ૨૧ મી સદી ના યુગમાં ઘણા બધા લોકો પ્રેમ લગ્ન કરે છે અને પોતાની રીતે જ પોતાના માટે જીવન સાથી શોધી લે છે.

પણ કેટલાક હજી પણ પોતાના માં બાપ દ્વારા શોધી કાઢવામાં આવેલ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. આ બંને માંથી કોઈ રસ્તો ખરાબ નથી.પણ ક્યારેક એવું પણ થાય છે કે કેટલીક છોકરીઓ કોઈ કારણ સર પણ પોતાના ઘરના સભ્યો ના કહેવા થી ચુપ ચાપ અરેન્જ મેરેજ કરવા તૈયાર થઇ જાય છે.

આની પાછળ ઘણા કારણો હોઈ સકે છે. તો આજે અમે એવા જ કેટલાક કારણો વિશે જણાવવાના છીએ.

પહેલું કારણ – ઘરના સભ્યો ના દબાવ ના કારણે :

જોકે હવે ભારત ઘણું આધુનિક થઇ ગયું છે, પરંતુ હજી પણ ઘણા પરિવાર એવા હોય છે કે તે પોતાની જ્ઞાતિ માં જ લગ્ન કરવાનું પસંદ કરે છે.આવા પરિવાર માં છોકરીઓ તેની જ્ઞાતિ માં જ લગ્ન કરે તે માટે તેના માતા પિતા તેના પર દબાવ કરે છે .

એટલે માતા પિતા નું સન્માન જાળવી રાખવા માટે છોકરીઓ તેના માતા પિતા દ્વારા પસંદ કરેલ છોકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે.

બીજું કારણ – ઉમર નું વધારે હોવું :

કેટલીક છોકરીઓ પોતાની ઉમર ના વધારે હોવાને કારણે પણ અરેંજ મેરેજ કરવા તૈયાર થઇ જાય છે. કેમકે તેને ખબર પડી જાય છે કે તેણીને ગમતો છોકરો એટલી ઉમર વધારે હોવાને લીધે સીધો જ મળવાનો નથી.

એટલી ઉમર વધી જવાથી હવે તે પોતાનો કોઈ બોયફ્રેન્ડ પણ નઈ બનાવી શકે.આ બધી વાતો ને સમજીને તે ઘરના સભ્યો ના કેવા પ્રમાણે લગ્ન કરી દે છે.

ત્રીજું કારણ – બોયફ્રેન્ડ ન હોવાને લીધે :

કેટલીક છોકરીઓ એવી પણ હોય છે કે તે પોતાના ભણતર અને નોકરી કરવા દરમિયાન કોઈ બોયફ્રેન્ડ બનાવી સકતી નથી. આવી છોકરીઓ પોતાની રીતે પોતાની માટે કોઈ સારો છોકરો ગોતવામાં સફળ નથી ગઈ નથી હોતી.

એનું કારણ એવું હોય સકે છે કે તે પોતાના ભણતર અને નોકરી માં એટલી વ્યસ્ત થઇ ગઈ હશે.એવા માં આવી છોકરીઓ પોતાના માં બાપ દ્વારા શોધવામાં આવતા છોકરા સાથે લગ્ન કરી લે છે.

ચોથું કારણ  – સારી નૌકરી વાળો છોકરો :

કેટલીક છોકરીઓ પૈસા ની લાલચુ પણ હોય છે.એના માટે બોયફ્રેન્ડ અને પ્રેમ બંને એક જગ્યા પર હોય છે પણ જયારે લગ્ન ની વાત આવે છે ત્યારે તે ભોગ વિલાસ પસંદ કરે છે.

એટલા માટે તે અરેન્જ મેરજ કરતી વખતે એવા છોકરા ને પસંદ કરે છે જે સારી નોકરી કરતો હોય અને ખુબ પૈસાદાર હોય.

પાંચમું કારણ – પ્રેમ માં મળેલ દગા ને લીધે :

કેટલીક છોકરીઓ એવી પણ હોય છે કે તે કોઈ ને પ્રેમ કરી ચુકી હોય છે. પણ કોઈ કારણ સર પ્રેમ માં તેમને દગો મળ્યો હોય છે એટલે પછી તે ઘરના સભ્યો ના કેહવા પ્રમાણે અરેન્જ મેરેજ કરી લે છે.

છઠ્ઠું કારણ – આદર્શવાદી છોકરીઓ :

છેલ્લું કારણ એ છે કે ઘણી છોકરીઓ આદર્શવાદી હોય છે અને તે પોતાના માતા પિતાની રાજા સિવાય કઈ જ નથી કરતી.આવી છોકરીઓ માંટે માતા પિતા જે કહે અને જેવો છોકરો શોધે તે તેને મંજુર હોય છે.

તો આ હતા ઘણા એવા કારણો કે જેને લીધે ઘણી છોકરીઓ ચુપ ચાપ અરેન્જ મેરેજ કરી લે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!