આ ૧૧ સ્ટાર્સ ની અજીબ આદતો – કોઈ નહાવાના ચોર તો કોઈ જાહેરમાં નખ ચાવતા હોય છે

દરરેક લોકો માં કેટલીક સારી આદતો હોય છે તો કેટલીક ખરાબ આદતો હોય છે.પણ કેટલાક લોકો માં ઘણી વિચિત્ર આદતો પણ હોય છે. એવામાં આજે અમે તમને બોલીવૂડ ના એવા સિતારાઓ વિશે જણાવવા ના છીએ કે જેમને કઈ ને કઈ અલગ આદતો છે.હવે આ આદતો સારી છે કે ખરાબ તે તમે પોતેજ વાંચીને નક્કી કરી લો.

શાહરૂખ ખાન :

બોલીવૂડ ના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન એ પોતાના એક ઈન્ટરવ્યું માં એ વાત સ્વીકારી હતી કે તેને પોતાના પગ માંથી શુઝ કાઢવા ગમતા નથી.ત્યાં સુધી કે તે ઘણી વાર શુઝ પહેરીને સુઈ પણ જાય છે.

સની લિયોન :

કરોડો લોકો ના દિલની ધડકન વધારવા વાળી સની લિયોન ને પોતાના પગને વારંવાર સાફ કરવાની આદત છે.ક્યારેક ક્યારેક આ આદત તેના પર એટલી હાવી થઇ જાય છે કે જેને લીધે તે ઘણી વાર ફિલ્મ ની શુટિંગ દરમિયાન દર ૧૫ મિનીટ માં પોતાના પગ સાફ કરવા માટે ચાલી જાય છે.

કરીના કપૂર :

કરીના કપૂર ની સ્ટાઈલ ને જોઇને આપણે બધા તેમને એક ક્લાસી અભિનેત્રી માનીએ છીએ.પણ તમને જાણી ને આશ્ચર્ય થશે કે કરીના ને પોતાના નખ ચાવવા ની આદત છે.તેની કેટલીક આવી તસ્વીરો પણ વાયરલ થઇ ચુકી છે.

સલમાન ખાન :

બોલીવૂડ ના સુપર સ્ટાર સલમાન ખાન ને સાબુ થી ખુબ જ લગાવ છે.તેમના ઘર માં હાથે થી બનેલા સુગંધીદાર અને ડીઝાઈનાર સાબુ નું ખુબ મોટું કલેક્શન છે.

આમીર ખાન :

આમીર ખાન ને નહાવું કોઈ ખાસ પસંદ નથી.જો તે ઘરે થી બહાર જવાના ન હોય તો તે નહાવા નું પસંદ નથી કરતા.આના સિવાય એકવાર એક છોકરી એ આમીર ખાન નો લવ પ્રપોઝલ ને ના પાડી દીધી હતી એટલે તેઓએ પોતાનું માથું મૂંડાવી દીધું હતું.

સંજય દત :

આપણા સંજુ બાબા ને ગુટખા ખાવા ની ખરાબ આદત છે.એમાં પણ એક વાર તેઓ “કેન્સર થી કેવી રીતે બચવું” તેના વિશે ના પ્રસંગ માં ગયા હતા અને ત્યાં તેઓને એક ફોટોગ્રાફરે ગુટખા ખાતા પકડી લીધા હતા.

અમિતાભ બચ્ચન :

બોલીવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણી વાર પોતાના હાથ માં બે ઘડિયાળ પહેરે છે, એનું કારણ એ છે કે જયારે પણ અભિષેક કે એશ્વર્યા વિદેશ જાય છે ત્યારે તે એક ઘડીયાલ ભારત ના સમય ની અને બીજી ઘડિયાળ વિદેશ ના સમય મુજબ સેટ કરી દે છે.

સુષ્મિતા સેન :

સુષ્મિતા સેન ને બંધ જગ્યાઓ માં ન્હાવાનું પસંદ નથી.તે ખુલા આકાશ ની નીચે ન્હાવાનું પસંદ કરે છે.આજ કારણે તેના ઘરની છત પર એક મોટું બાથટબ પણ બનાવેલ છે.

જોન અબ્રાહિમ :

જોન ને પોતાના પગ હલાવતા રહેવાની આદત છે.તે જયારે પણ ક્યાય બેસે છે, ત્યારે તે પોતાનો એક પગ હલાવતા રહે છે.

બોબી દેઓલ :

બોબી દેઓલ એ એક ઈન્ટરવ્યું માં કીધું હતું કે એક સમય એવો હતો કે જયારે તે પોતાના બેગ માં એક લાકડા નો ટુકડો રાખતા હતા. અને જયારે પણ તે કઈક બોલતા ત્યારે તે ટુકડા ને અડકતા હતા.

રાની મુખર્જી :

આપણે આપણા દિવસ ની શરૂઆત ચા થી કરીએ છીએ પણ રાની પોતાના દિવસ ની શરૂઆત સ્મોકિંગ થી કરવાનું પસંદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!