જયારે આ ૮ પાકિસ્તાનીઓ ને મળી ભારતની નાગરિકતા – જુવો એમને આવા નારા લગાવ્યા..

હમણાં જ પારિત થયેલ નાગરિકતા સંશોધન કાનુન ની વિરોધમાં દેશના ખૂણે ખૂણે પ્રદર્શન થઇ રહ્યા છે.આ બધા પ્રદર્શનો ની વચ્ચે ભારત સરકારે ૮ પાકિસ્તાનના નાગરિકો ને મંગળવારે ભારતીય નાગરિકતા આપી છે.જાણવા માં આવે છે કે જેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે એવા આ ૮ પાકિસ્તાનીઓ રાજસ્થાન માં રહેતા હતા.આ બધા ૯૦ ના દશક માં ભારત ના રાજસ્થાન માં આવ્યા હતા અને ત્યારથીજ શરણાર્થી તરીકે ત્યાં રહેતા હતા.પાકિસ્તાન માં તેઓ ઉપર થયેલા ખુબજ અત્યાચાર થી ત્રસ્ત થઇ ને તેઓએ ભારતમાં આવવા નો નિર્ણય કર્યો હતો.

પાકિસ્તાન માં કરવામાં આવ્યો હતો અત્યાચાર :

રાજસ્થાન ના કોટા માં રહેતા આ લોકો ભારત પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાન માં રહી ગયા હતા.પરંતુ હિંદુ હોવાના કારણે આ લોકો પર ખુબજ અત્યાચાર કરવામાં આવ્યા હતા.તેમના પર થયેલ અત્યાચારો થી ત્રસ્ત થઇ ને તેઓ ૯૦ ના દશક દરમિયાન ભારત માં રહેવા માટે આવી ગયા હતા.ભારત માં આવ્યા પછી આ લોકો ને ભારત સરકાર તરફ થી શરણાર્થીઓ બનાવવામાં આવ્યા હતા.વર્ષ ૨૦૦૦ થી આ લોકો રાજેસ્થાન ના કોટા માં તેઓ ના સગાસંબંધીઓ સાથે રહેતા હતા.

કોટાના કલેકટરે આપી નાગરિકતા :

એટલા લાંબા સમય પછી તેઓને ભારત સરકાર તરફથી ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે.આ ૮ લોકો ને ભારતીય નાગરિકતા કોટના કલેકટર ઓમપ્રકાશ દ્વારા આપવામાં આવી છે. ભારત ની નાગરિકતા સોપતી વખતે આ લોકોને પહેલા હાર પહેરાવવામાં આવ્યા હતા અને પછી તેમને નાગરિકતા નું પ્રમાણપત્ર સોપવામાં આવ્યું હતું.

ત્યાજ ભારતની નાગરિકતા મળી જવા થી તેઓ ખુબ ખુશ થયા અને મોદી સરકાર અને ધન્યવાદ કહેવા લાગ્યા.એટલુજ નહિ તેઓએ નાગરિકતા પ્રમાણ પત્ર મળતાજ ભારત માંતા કી જય ને વન્દે માતરમ ના નારા લગાવ્યા હતા. 

આ ૮ લોકો ને મળી છે ભારત ની નાગરિકતા :

ગુરુદાસમલ પુત્ર ભીખ ચંદ,

વિદ્યા કુમારી પુત્રી અસદોમલ,

આઇલમલ પુત્ર ધર્મનમલ,

શુશીલનબાઈ પુત્રી નાનુંમલ,

રુકમણી પુત્રી ખોબુમલ,

નરેશકુમાર પુત્ર ચંદરમલ,

સેવક પુત્ર ધર્મમન મલ અને

કૌશલ્યા બાઈ પુત્ર નાનુંમલ

આ બધા લોકો પાકિસ્તાન ના સિંધ પ્રાંત ના રહેવા વાળા સિંધી સમુદાયના લોકો છે.પાકિસ્તાન માં અલ્પસંખ્યક નો અત્યાચાર સહીને તે લોકો ભારત તરફ આવ્યા હતા.

દીકરી નું નામ રાખ્યું “નાગરિકતા” :

આનાથી પહેલા દિલ્હી માં રહેવા વાળા પાકિસ્તાનના હિંદુ શરણાર્થી ની દીકરી ને નાગરિકતા નું પ્રમાણપત્ર સોપવામાં આવ્યું હતું.આ શરણાર્થી ની દીકરી નો જન્મ નવ ડીચેમ્બરે થયી હતો અને જાન્ય થયાને તરતજ તેને ભરત ની નાગરિકતા મળી ગઈ હતી. ત્યારેજ નાગરિકતા મળવાની સાથે તે દીકરીના માં બાપે તેનું નામ “નાગરિકતા” રાખ્યું હતું.નાગરિકતા સંસોધન કાયદા ને હાલમાં જ લોકસભા અને રાજ્યસભા માં થી પાસ કરવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ શરણાર્થીઓ ને ભારત ની નાગરિકતા દેવાનો પ્રાવધાન બનાવ્યો છે.જોકે આ પ્રાવધાન માં મુસ્લિમ સમુદાય ના લોકો ને સામેલ કરવામાં આવ્યા નથી.

જેને લીધેજ આ કાયદાને લઈને દેશના ખૂણા ખૂણા માં પ્રદર્શન ચાલી રહ્યું છે. જો કે આ બધા પ્રદર્શનો ની વચ્ચે જ આ બધા શરણાર્થીઓ ને ભરત સરકાર દ્વારા ભારતીય નાગરિકતા સોપવામાં આવી છે જેથી પાકિસ્તાન થી આવેલા ઘણા શરણાર્થીઓ ભારત ના નાગરિક બની ગયા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ વી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!