આ છે બોલીવુડના ૮ ગંજા (ટાલીયા) વિલન – એમની પર્સનાલિટી સામે હીરો પણ ટૂંકા પડે છે

કોઈ પણ ફિલ્મ માં એક હીરો ની કિમત ત્યારે જ થાય છે કે જયારે તેમાં એક દમદાર વિલન હોય.આ વિલન જેટલો ખતરનાક અને મોટો હોય હિરો તેને હરાવી ને એટલો જ પ્રખ્યાત થઇ શકે છે.

પણ બોલીવૂડ માં ઘણા એવા બધા વિલન પણ થયા જેઓએ એક વિલન નું પાત્ર ભજવી ને તે પાત્ર ને પ્રખ્યાત કરી દીધું.જેમ શોલે ફિલ્મ ના ગબ્બર પાત્ર બાકી બધાજ પાત્રો થી વધારે પ્રખ્યાત થયું હતું.બોલીવૂડ માં ટાલીયા વિલન નો પણ ચલન છે.એવા માં અમે આજે તમને પ્રખ્યાત અને ખતરનાક ગંજા વિલેન ના વિશે જણાવીશું.

કાંચા ચીના – અગ્નિપથ :

૨૦૧૨ માં આવી અગ્નિપથ માં સંજય દત એ કાંચા ચીના નામના વિલન બનીને બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા.આ ફિલ્મ માં સંજય નો લુક અને એક્ટિંગ બંને જ દમદાર હતા.

ફિલ્મ માં સંજય પૂરી મુંબઈ પર કબજો કરવાની ઈચ્છા રાખે છે.તેની સામે એકવાર ફિલ્મ ના અભિનેતા ઋત્વિક રોશન પણ નબળા પડી ગયા હતા.

રા.વન – અર્જુન રામપાલ : 

રાવન ફિલ્મ ના વિલેન નો દમદાર પત્ર ભજવી ને અર્જુન રામપાલ ઘણા ચર્ચા માં રહ્યા હતા.ફિલ્મ માં તેનો પણ ટાલ વાળો લૂક હતો, જેમાં તેઓ ખુબ સારી રીતે ફિટ થઇ ગયા હતા. ફિલ્મ માં તેનો ડાયલોગ “પતા હૈ હમ રાવણ કયું નહિ જલાતે હૈ ? ક્યુકી હમે પતા હૈ કી વો કભી નહિ મરતા” ખુબજ વાયરલ થયો હતો.

જનરલ ડોંગ – તહલકા :

૧૯૯૨માં આવેલી ફિલ્મ તહલકા માં અમરીશ પૂરી એ પણ ટાલ ના લૂક વાળા જનરલ ડોંગ નું પાત્ર ભજવ્યું હતું. તમને તેનો એક ડાયલોગ યાદ હશે “ઉપર વાળા રોંગ હો સકતા હૈ મગર ડોંગ કભી રોંગ નહિ હોતા”.

અમરીશ પૂરી એક ખુબજ સારા કલાકાર છે.તેઓએ પોતાના કરિયર માં ઘણા બધા પ્રખ્યાત વિલન નું પત્ર ભજવ્યું હતું.

મિસ્ટર ખાન (ટેબલ નંબર ૨૧) અને પિંકી (દૌડ) :

પરેશ રાવલ કોમેડી સિવાય વિલન નું પત્ર પણ ખુબજ સારી રીતે કરી લે છે.તે ટેબલ નંબર ૨૧ માં મિસ્ટર ખાન ના નામ નું ટાલ વાળા વિલન બન્યા હતા.

એના સિવાય તેણે સંજય દત ની ફિલ્મ માં “પિંકી”  નામ ના ટાલ વાળા વિલન નું પાત્ર પણ ભજવ્યું હતું.

શાકાલ – શાન :

શાકાલ નામ નું પાત્ર આજ સુધી સૌથી પ્રખ્યાત વિલન નું પાત્ર છે.આ પાત્ર પણ ખુબજ પ્રખ્યાત થયું હતું. આ પાત્ર કુલભૂષણ ખરબંદા એ ભજવ્યું હતું.શાન ફિલ્મ બોક્ષ ઓફીસ પર ન ચાલી પણ તેમાંના વિલન નું પાત્ર આજે પણ લોકો યાદ કરે છે.

લજ્જા શંકર – સંઘર્ષ :

સંઘર્ષ ફિલ્મ માં આશુતોષ રાણા એ લજ્જા શંકર નામ નું વિલન નું પાત્ર ભજવ્યું હતું. ટાલ વાળા આ વિલન નું પત્ર ખુબજ ખતરનાક હતું. ફિલ્મ માં તે પોતાને સૈતાન નો દૂત માને છે અને અમર થવા માટે બાળકો ની બલી દે છે.

એમ બી શેટ્ટી – ૭૦ અને ૮૦ ના દશક ની ફિલ્મો :

મુદ્દું બાબુ શેટ્ટી જોકી એમ બી શેટ્ટી ૭૦ ના દશક માં સ્ટંટમેંન, કોરિયોગ્રાફર અને એક્ટર હતા.તે ઉંચાઈ માં લાંબા અને ટાલ વાળા હતા છતાં પણ તેમની પર્સનાલીટી ખુબજ દમદાર હતી.

ડેની ડેન્જોન્ગપા – પુકાર :

૨૦૦૦ માં આવી ફિલ્મ પુકાર માં ડેની એ ટાલ વાળા અને ખતરનાક આતંકવાદી નું પાત્ર ભજવ્યું હતું.તેનું આ પાત્ર પણ ખુબજ પ્રખ્યાત થયું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!