આ ૬ જોડી બોલીવુડમાં બેસ્ટ ફ્રેન્ડસ ની જોડી કહેવાય છે – આમની દોસ્તીના કિસ્સા ખુબ લોકપ્રિય છે

મિત્રતા એક એવી વસ્તુ છે કે જે જીવન ને ખુબ સુંદર બનાવી દે છે.મિત્રતા વગર જીવન કંટાળા જનક બની જાય છે.મિત્રો ની જરૂર દરરેક લોકો ને હોય છે, પછી એ બોલીવૂડ ના સિતારાઓ હોય કે બીજું કોઈ પણ.આજે અમે તમને બોલીવૂડ ના એવા કેટલાક ખાસ મિત્રો વિશે જણાવવા ના છીએ કે જેમની મિત્રતા તમે જોશો તો તમને તમારા મિત્રો ની યાદ આવી જશે.

અર્જુન કપૂર અને રણવીર સિંહ :

અર્જુન અને રણવીર બંને ને ઘણી વાર જાહેર કાર્યક્રમો કે ઈન્ટરવ્યું માં એક સાથે મસ્તી કરતા જોવામાં આવ્યા છે.આ બંને એ સાથે “ગુંડે” ફિલ્મ પણ કરી હતી.પરંતુ માત્ર ફિલ્મો માં જ નહિ પણ તે બંને સાચે જ ખુબ મસ્તીખોર છે.

કરીના કપૂર અને અમૃતા અરોડા :

કરીના અને અમૃતા બંને એક બીજાની ખુબ સારી મિત્ર છે.આ બન્ને ને એકસાથે ઘણી વાર ખરીદી કરતી અને વેકેશન માણતી જોવામાં આવી છે.ઘણી પાર્ટીઓ માં પણ બંને સાથે મસ્તી કરતી જોવા મળી છે.અમૃતા ના લગ્ન વખતે પણ કરીના એ તેનું ખુબ જ ધ્યાન રાખ્યું હતું.

સલમાન ખાન અને સંજય દત :

સલમાન અને સંજય ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.આ બંને એકબીજા ને ઘણા વર્ષો થી ઓળખે છે.આ બંને નું એકબીજા સાથે કનેક્શન ખુબ જ સારું છે.તેઓ એકબીજા ની મદદ માટે હમેશા તૈયાર રહે છે.સંજય જયારે જેલમાં હતા ત્યારે સલમાન અવાર નવાર સંજય ના પત્ની ને મળી ને તેમના હાલચાલ પૂછતા હતા.આ બંને એ ઘણી ફિલ્મો માં એકસાથે કામ કર્યું છે અને બીગ બોસ ની એક સીઝન માં બંને એ સાથે હોસ્ટ પણ કર્યું છે.

જૈકલીન ફર્નાન્ડીશ અને સોનમ કપૂર :

સોનમ અને જૈક્લીન બંને એક બીજા ની ખાસ મિત્ર છે. આ બંને ઘણી વાર રેડ કાર્પેટ પર એકસાથે જોવા મળે છે.આના સિવાય કોઈ પાર્ટી હોય કે પ્રસંગ આ બન્ને એક બીજાની સાથે રહેવા નું વધારે પસંદ કરે છે.

શાહરૂખ ખાન અને કરણ ઝોહર :

શાહરૂખ ખાન અને કરણ ની મિત્રતા ના કિસ્સા તો હમેશા મિડિયા ના પ્રિય ટોપિક રહ્યા છે.શાહરૂખ એ કરણની ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે.શાહરૂખ હમેશા થી જ હીરો ના રૂપમાં કરણ ઝોહર ના પહેલા પસંદ રહ્યા છે.

પ્રોફેસનલ જ નહિ પરંતુ વ્યક્તિગત જીવન માં પણ બંનેના ખુબ સારા સંબંધો રહ્યા છે.

શાહરૂખ ખાન અને ઝૂહી ચાવલા :

ઝુહી ચાવલા અને શાહરૂખ બંને એ સાથે ઘણી જ ફિલ્મો કરી છે.રાજુ બન ગયા  જેન્ટલમેન, ડુપ્લીકેટ, રામ જાને,એક બોસ, ફિર ભી દિલ હૈ હિન્દુતાની કેટલીક આમાંની હીટ ફિલ્મો છે.જયારે પણ તક મળે છે ત્યારે બંને એક બીજાના વખાણ કરવાથી પાછળ હટતા નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!