આ જાંબાઝ બોલર તૂટી પડ્યો – કહ્યું મારું બધું જ લઇ લો પણ મને…..

દુનિયા ના સૌથી સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માંથી એક બેન સ્ટોક્સ અત્યારે ખુબ જ ભાવુક છે.જણાવી દઈએ કે અત્યારે ઇંગ્લેન્ડ ની ક્રિકેટ ટીમ દક્ષીણ આફ્રિકા ના દૌર પર છે.આ ટીમ માં બેન સ્ટોક્સ પણ છે.પણ આ સમયે તે ખુબજ ભાવુક છે. કેમકે આ સમયે તેના પિતા ની તબિયત સારી નથી. આવા કપરા સમય માં આ ખુબજ સારા ઓલરાઉન્ડર કે જેને ઇંગ્લેન્ડ ને ૨૦૧૯ ના ક્રિકેટ વર્લ્ડકપ જીતાડ્યો હતો.તે પોતાના પિતા ની તબિયત ને સુધારવા માટે પોતાનું સર્વસ્વનું બલિદાન દેવા માટે તૈયાર છે.

બેન સ્ટોક્સ ના ક્રિકેટ ના કેરિયર નો સૌથી વધુ સારું વર્ષ ૨૦૧૯ રહ્યું હતું.તેને તેની ટીમ માટે ત્રણેય ફોર્મેટ માં ખુબજ સારું પ્રદર્શન આપ્યું હતું.

તેને પોતાના એકલા હાથે ઇંગ્લેન્ડ ને વલ્ડકપ માં જીતાડ્યું હતું અને એશેઝ માં ખુબજ સારું પ્રદર્શન આપીને એશેઝ ના ખિતાબ ને ઔસ્ટ્રેલીયા જવા થી રોક્યું હતું. વર્ષ ૨૦૧૯ બેન સ્ટોક્સ અને તેના પ્રસંશકો માટે ખુબ યાદગાર રહેશે.

ઘણા એવોર્ડ પણ મળ્યા છે :

બેન સ્ટોક્સ ને પોતે કરેલા ૨૦૧૯ ના વર્લ્ડકપ ના આ ખુબજ સારા પ્રદર્શન માટે ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.પરંતુ વર્ષ ૨૦૧૯ નો અંત તેના માટે ખુબજ દુખ દાયી હતો.વર્ષના અંત માં બેન સ્ટોક્સ અંદર થી તૂટી ગયા છે કેમકે તેના પિતા ગેડ સ્ટોક્સ ખુબજ બીમાર થઇ ગયા છે અને બેન સ્ટોક્સ તેના પિતાને કોઈ પણ કિમત માં સારા કરવા માંગે છે.

બેન સ્તોક્સે વર્ષ ૨૦૧૯ ને લઈને કહ્યું કે તેના માટે તે વર્ષ એક યાદગાર મુશ્કેલી બની ગયું છે. તે તેના પિતા ને સારા કરવા માટે પોતાના સર્વસ્વ નો ત્યાગ કરવા પણ તૈયાર છે.

દક્ષીણ આફ્રિકા ના હોસ્પિટલ માં દાખલ છે ગેડ સ્ટોક્સ :

દક્ષીણ આફ્રિકા ના ઝોહાનીસબર્ગ નામના એક હોસ્પિટલ માં દાખલ થયેલા ગેડ સ્ટોક્સ ને તેને કહ્યું કે ૨૦૧૯ નું વર્ષ તેના માટે ખુબજ મુશ્કેલી ભર્યું રહ્યું છે.સાથે જ કહ્યું કે આ વર્ષે મેં ઘણા બધા મુકામો મેળવ્યા છે, પણ હવે મારા પિતા હોસ્પિટલ માં દાખલ છે.જો મને કોઈ કે કે તે ૨૦૧૯ માં જે મેળવ્યું એ બધુજ મને દઈ દે તો હું તારા પિતા ની તબિયત સારી કરી દઈશ તો હું એના માટે પણ તૈયાર છું.

૨૦૧૯ માં બેન સ્ટોક્સ એ કરેલા સારા પ્રદર્શન ને લીધે તેને પ્રોફેશનલ ક્રિકેટ એસોસીએસન તરફ થી “પ્લેયર ઓફ થે યર” નો એવોર્ડ પણ મળ્યો છે.

બેન સ્ટોક્સ ના પિતા ગેડ સ્ટોક્સ દક્ષીણ આફ્રિકા માં દક્ષીણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ ની વચ્ચે રમવામાં આવેલ મેચ ને જોવા આવ્યા હતા.પરંતુ તેને ૨૩ મી ડિસેમ્બરે હોસ્પિટલ માં દાખલ કરવા પડ્યા.જોકે હવે તેમની તબિયત માં ઘણા સુધાર આવી રહ્યા છે એટલે બેન સ્ટોક્સ ને થોડી રાહત મળી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!