આ ૫ આદતોની શિકાર મહિલાઓની Fertility ખરાબ થવાની પૂરી શક્યતા છે – ખરાબ આદતો વાળી છોકરીઓ સાવધાન થઇ જાય

આં ૨૧ મી સદી નો જમાનો યુવાનો નો જમાનો છે. વિશ્વના બધાજ દેશોને શક્તિશાળી ત્યાં રહેલા યુવાનો ને કારણે જ માનવામાં આવે છે.આખી દુનિયામાં એવું માનવામાં આવે છે કે દુનિયાના કોઈ પણ દેશ માં જીવી રહેલા યુવાનો કે જેમની ઉમર ૧૮ થી ૩૦ વર્ષની વચ્ચે હોય છે તેઓ તેના જીવનના સૌથી શક્તિશાળી સમય માં હોય છે. પરંતુ આ એક એવી ઉમર પણ છે કે જેમાં યુવાઓ ખોટી આદતો નો શિકાર થઇ જાય છે. સામાન્ય રીતે છોકરાઓ માં તો આવી આદતો હોય છે, પરંતુ ઘણી છોકરીઓ પણ આવી કેટલીક ખરાબ આદતો નો શિકાર થઇ જાય છે.

છોકરીઓ દ્વારા કરવામાં આવતી આ ભૂલો ને લીધે તેની ફર્ટીલીટી પણ ખરાબ થઇ શકે છે.

આજે અમે તમને કેટલીક એવી ૫ ખરાબ આદતો વિશે જણાવવા જઈ રહ્યા છે જેને લીધે છોકરીઓ માં હદયઘાત, ડાયાબિટીઝ,હાઈબ્લડ પ્રેશર અને ઇનફર્ટીલીટી ની સમસ્યાઓ થઇ શકે છે.

પહેલી ખરાબ આદત છે – ઓછી ઊંઘ લેવી :

આયુર્વેદ પ્રમાણે કોઈ પણ વ્યક્તિઓ ને ઓછા માં ઓછી ૬ થી ૮ કલાક ની ઊંઘ લેવી જોઈએ જેથી શરીર ને પુરતો આરામ મળી શકે છે.પણ આજના યુવાનો જેને ખુબજ જલ્દી સફળતા જોઈએ તેઓ પુરતી ઊંઘ લેતા નથી.અને તેઓ રાતો રાત તેના કામ ને પૂરું કરવા માં લાગી જાય છે.

એવા માં કેટલાક યુવાનો તો તેના સ્માર્ટફોન પર ફેસબુક, વોટસઅપ અને ગેમ રમવા માં પોતાની રાતો ખરાબ કરી દે છે.આ જ આદત એવી છે કે જે શરીર ની તાકાત નો ઉપયોગ કરી લે છે જેને લીધે શરીર ની તાકાત નો વ્યર્થ ઉપયોગ થાય છે.

બીજી ખરાબ આદત છે – પોષ્ટિક આહાર ન લેવો :

આજના આ ફાસ્ટ યુગ ના જમાના માં લોકો ફાસ્ટ ફૂડ નો શિકાર થઇ ગયા છે. એમાં પણ યુવાનો તો ખાસ જેવો કોઈ દિવસે મોકો મળ્યો નથી કે તરત જ ફાસ્ટ ફૂડ ખાવા પહોચી જાય છે. આના સિવાય પણ યુવાનો પોતાની નોકરી કે વ્યાપાર ના ચક્કર માં પોતાના શરીર માટે કયો ખોરાક સારો છે અને કયો સારો નથી એ વિચાર્યા વગર કોઈ પણ ખોરાક લઇ લે છે. અને શરીર ને સારું રાખવા માટે નહિ પણ માત્ર પેટ ભરવા માટે જ ખોરાક લે છે.

એવા માં એ લોકો ભૂલી જાય છે કે ભગવાને આપને આ શરીર કઈ પણ ખાઈ લેવા માટે નથી આપ્યું.પરંતુ સારો અને પોષ્ટિક ખોરાક લેવા માટે આપ્યું છે. એટલે શરીર ને સારું અને તંદુરસ્ત રાખવા માટે પોષ્ટિક ખોરાક લેવો જરૂરી છે.  ખાસ કરીને જો આવા વધારે પળતા ફાસ્ટ ફૂડ ખાવાની આદત છોકરીઓ માં હોય તો તેણીને ઇનફર્ટીલીટી ની સમસ્યા થઇ શકે છે.

ત્રીજી ખરાબ આદત છે – શરાબ કે દારૂ પીવાની :

યુવાનો માં એક ખોટી સમજણ પણ આવી ગઈ છે કે શરાબ પીવાથી તેઓ એક કૂલ માણસ લાગશે.પણ તે ભૂલી રહ્યા છે કે આજ શરાબ એ તેના સ્વાસ્થ્ય માટે ખુબજ નુકસાનકારક છે.માત્ર છોકરાઓ જ નહિ પણ કેટલીક છોકરીઓ પણ શરાબ પીવાની ખોટી આદત નો શિકાર હોય છે.જેને લીધે તેને ઇનફર્ટીલીટી ની સમસ્યા થઇ શકે છે.

ચોથી ખરાબ આદત છે – સિગરેટ પીવાની :

આજના જમાંના માં યુવાનો માં સિગરેટ નો નશો કરવાની આદત પણ વધી ગઈ છે.કેટલીક છોકરીઓ પણ આમાં શામેલ છે. આવી આદત ને લીધે પણ તેઓને ઇનફર્ટીલીટી ની સમસ્યા થઇ શકે છે.

પાંચમી ખરાબ આદત છે – વધારે કસરત કરવાની :

જોકે કસરત કરવી એ તો શરીર માટે સારી આદત છે પણ જરૂર કરતા વધારે કસરત કરવી એ શરીર માટે નુકસાન કારક પણ છે.છોકરીઓ માં આ આદત વધારે જોવા મળે છે. જેને લીધે આવી છોકરીઓને પણ ઇનફર્ટીલીટી ની સમસ્યા થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!