આ ૫ વિદેશી ક્રિકેટરે ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે – પાંચમાંનું નામ વાંચીને ચોંકી જશો

એવું કહેવાય છે કે બે લોકો નું એક જોડી થવું એ જો ભગવાને નક્કી કરી લીધું હોય તો તે બંને વચ્ચે ધર્મ, ભાષા કે ગમે તેટલું અંતર પણ કેમ ન હોય, તેને પાર કરીને બંને એકબીજા ને મળી જ જાય છે.આ વાત ઘણી બધી હસ્તિઓ દ્વારા ઘણી વાર સાબિત થઇ ચુક્યું છે,જેમણે વિદેશીઓ સાથે લગ્ન કર્યા છે.

પણ શું તમે જાણો છો કે ઘણા એવા વિદેશી ક્રિકેટરો છે કે જેઓએ સુંદર ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે.અહી અમે ૫ એવા ક્રિકેટરો નું લીસ્ટ લઈને આવ્યા છીએ, જેઓએ કા તો ભારતીય સ્ત્રીઓ ને ડેટ કરી છે કે અથવા તો લગ્ન કર્યા છે.

૧) શોએબ મલિક અને સાનિયા મિર્ઝા :

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ના લગ્ન એક એવા લગ્ન હતા જેઓએ દેશ માં ગુસ્સા ની સાથે એક તોફાન પણ નોતર્યા છે.તે પહેલા તેના બાળપણ ના મિત્ર સાથે રિલેશન માં હતી, પણ પછી તેઓનું બ્રેકઅપ થઇ ગયું હતું.પછી તેને શોએબ સાથે પ્રેમ થઇ ગયો અને તેની સાથે જ લગ્ન કરી લીધા.બંને ના લગ્ન ને અંદાજે ચાર વર્ષ થઇ ગયા છે અને બંને પોતાના લગ્ન થી ખુશ છે.

૨) સર વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તા :

જોકે આ બંને એ ક્યારેય લગ્ન તો કર્યા નથી કારણ કે સર વિવિયન પહેલા થી જ પરણિત હતા,તેઓએ ક્યારેય પોતાના સંબંધો ને છુપાવવાની જરૂર સમજી નહિ.બંને ની એક દીકરી પણ છે કે જે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા છે.

૩) ઝહિર અબ્બાસ અને રીતા લુથરા :

પાકિસ્તાન ના ખુબ જ સારા બેટસમેન માંથી એક અને ૧૦૦ પ્રથમ શ્રેણી શતક લગાવવા વાળા એકમાત્ર એશીયાઇ, ઝહિર અબ્બાસ ની મુલાકાત ૧૯૮૦ના દશક માં રીતા સાથે થઇ હતી.રીતા યુકે માં ઇન્ટીરીયર ડિઝાઈનિંગ નો અભ્યાસ કરી રહી હતી અને ઝહિર ઈંગ્લીશ કાઉંટી ગ્લોસ્ટરશાયર માટે રમતા હતા.૧૯૮૮માં તેઓના લગ્ન થયા.

લગ્ન પછી રીતા ને સમીના અબ્બાસ ના નામ થી ઓળખવામાં આવે છે.પાકિસ્તાની છાપા મુજબ આ પાકિસ્તાની ક્રિકેટર ના પિતા સ્વર્ગીય કેસી લુથરા ના મિત્ર હતા, એટલે જ તેઓને કોઈ વિરોધ નો સામનો કરવો પડ્યો ન હતો.વિભાજન થી પહેલા લુથરા પાકિસ્તાન ના ફેસલબાદ માં રહેતા હતા.ઝહિર અને સમીના હવે કરાચી માં રહે છે, જ્યાં તે પોતાનો ઇન્ટીરીયર ડિઝાઈનિંગ નો વ્યવસાય કરે છે.

૪) મુથૈયા મુરલીધરન અને મધિમલાર રામમૂર્તિ :

ટેસ્ટ અને વન-ડે બંને માં સૌથી વધારે વિકેટ લેવા વાળા શ્રીલંકાના ક્રિકેટ ના દિગ્ગજ મુથૈયા મુરલીધરન એ ૨૧ માર્ચ ૨૦૦૫માં ચેન્નઈ ની મધિમલાર રામમૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. મધિમલાર દિવંગત ડૉ.એસ.રામમૂર્તિ અને ડૉ.નિથ્યા રામમૂર્તિ ની દીકરી છે.આ બંને નો એક દિકરો છે, જેનો જન્મ ૨૦૦૬માં થયો હતો.

૫) શોન ટેટ અને માશુમ સિંધા :

અંદાજે ચાર વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ, ઓસ્ટ્રેલીયા ના પેસર શોન ટેટ એ ૧૨ જુન ૨૦૧૪માં ભારતીય રૈપ મોડેલ માંશુમ સિંધા સાથે લગ્ન કર્યા.ટેટ એ પેરીસ માં રજાઓ માણવા દરમિયાન માશુમ ની સામે પ્રસ્તાવ રાખ્યો હતો.બંને ના લગ્ન નો જશ્ન એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો,કેમકે શોન ટેટ ના ઘણા બધા મિત્રો ઓસ્ટ્રેલીયા થી મુંબઈ આવ્યા હતા, જ્યાં બંને એ લગ્ન કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!