આ ૫ કારણો જે ૨૦૨૦ ની શરૂઆતમાં જ ભૂતોની ડરાવની ઘોસ્ટ સીરીઝ જોવા મજબુર કરી દેશે

વર્ષ ૨૦૨૦ ખુબજ ડરાવનાર રહેવાનું જ છે. કેમકે વર્ષ ની શરૂઆત માં જ ખુબજ ડરાવનાર ફિલ્મો ની શરૂઆત થઇ ચુકી છે. ચાર ડાયરેક્ટરે મળીને બનાવી લઈને આવી રહ્યા છે આ એક ફિલ્મ.આ ફિલ્મ નું નામ છે “ઘોસ્ટ સિરીઝ” નેટફ્લિક્ષે તેના દર્શકો ને વર્ષ ૨૦૨૦ ની શુરુઆત માં એક ડરાવનાર ગીફ્ટ આપવાનું નક્કી કરી લીધું છે.નેટફ્લિક્ષ ઓરીઝીનલ ની આ ફિલ્મ દિવાકર બેનર્જી, જોયા અખ્તર, કારણ જોહર અને અનુરાગ કશ્યપ બધાએ ભેગા મળીને ડાયરેકટ કરેલી છે.

પહેલા આપણે આ પાંચ કારણો જોઈ લઈએ કે જે તમને આ ફિલ્મ જોવા મજબુર કરી દેશે.

૧) ડિરેક્ષન :  

એક ફિલ્મના ૪ ભાગ હશે. એટલે કે ચાર અલગ અલગ ફિલ્મો નું આ એક કોમ્બીનેસન છે.જેને ચાર મોટા ડાયરેક્ટર બનાવી રહ્યા છે.બધેની પોતાની ખૂબી છે.અનુરાગ કશ્યપ “ગેંગસ ઓફ વાસેપુર” જેવી ફિલ્મ બનાવે છે જયારે કરણ જોહર “ડીડીએલજે” જેવી ફિલ્મ બનાવે છે. એવામાં એક જ ફિલ્મ માં તમને ચાર અલગ અલગ ફ્લેવર જોવા મળશે.

૨) કહાની :

આ ફિલ્મ માં ચાર અલગ અલગ કહાની એટલે કે સ્ટોરી છે. દર્શકો ચારેય અલગ અલગ કહાની ની મજા  પોતાની રીતે માણી શકશે.પણ મુખ્ય વાત એ છે કે ચારેય કહાની નો મકસદ એકજ છે લોકો ને ડરાવવા.

૩) એકટરો :

આ ફિલ્મ માં ચાર એક્ટર મુખ્ય ભૂમિકા માં છે.ધડક ગર્લ તરીકે ઓળખાતી જાનવી કપૂર પણ આ ફિલ્મ થી પોતાનો ડીઝીટલ ડેબ્યુ કરશે.એના સિવાય ઓટીટી ની દુનિયામાં કદમો જમાવેલી શોભીતા ધૂળીપાળા પણ નજર માં આવશે.એના સિવાય ગુલસન દૈવૈયા, મૃણાલ ઠાકુર અને અવિનાશ તિવારી પણ અગત્ય ની ભૂમિકા માં જોવા મળશે.

૪) લસ્ટ સ્ટોરી : 

આનાથી પહેલા વર્ષ ૨૦૧૮ માં નેટફ્લીક્ષ પર જ રીલીઝ થયેલી “લસ્ટ સ્ટોરીઝ” ફિલ્મ માં પણ આજ ચારેય ડાયરેક્ટર કામ કર્યું હતું.આના ફેમ અને કામ પછી દર્શકો “ઘોસ્ટ સ્ટોરીઝ” ની ખુબજ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

૫) ટેકનોલોજી :

કોઈ પણ હોરર ફિલ્મ માં ટેકનોલોજી સૌથી મુખ્ય વસ્તુ હોય છે. કેમકે કેમેરા અને સંગીત જ લોકો ને ડરવા માટે મજબુર કરી દે છે.ટેકનોલોજી જ એવો માહોલ ઉભો કરે છે જેથી લોકો ડરે છે. ફિલ્મ નું ટ્રેલર જોઇને આ વાત ની અનુભૂતિ થાય છે.આનાથી પહેલા નેટફ્લીક્ષ પર “ઘોલ” આવેલી હતી.જેનાથી એવું લાગે છે કે “ઘોસ્ટ સ્ટોરીઝ”  પણ જોરદાર રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!