આ સિતારાઓ એ ક્યારેય કિસિંગ સીન નથી આપ્યો – આ ૩ સિવાય મોટા નામો પણ છે જોઈ લો

બોલીવૂડ ની દુનિયા માં ઘણા કલાકારો એવા છે કે જે ઘણી વાર ફિલ્મ માં કિસિંગ સીન કરતા જોવા મળે છે.આ લીસ્ટ માં ઇમરાન હાશમી નું નામ સૌથી આગળ છે.જે કિસિંગ કિંગ તરીકે પણ ઓળખાય છે.ઇમરાન હાશમી ની લગભગ દરેક ફિલ્મ માં કિસિંગ સીન તો હોય જ છે, જેણે બોલીવૂડ ની તસ્વીર જ બદલી નાખી.

આ બધા સિતારાઓ માં કેટલાક એવા સિતારાઓ પણ છે કે જેઓએ આજ સુધી કોઈ પણ કિસિંગ સીન આપ્યા નથી.આવા કલાકાર ના પોતાના અલગ જ વિચારો છે અને તે તેના પર જ કાયમ છે.આજે અમે તમને એવા જ કેટલાક કલાકારો વિશે જણાવવાના છીએ કે જેઓએ આજ સુધી ક્યારેય કોઈ પણ ફિલ્મ માં કિસિંગ સીન આપ્યું હતું.

ચાલો જાણીએ કોણ કોણ સામેલ છે આ લીસ્ટ માં.

સલમાન ખાન :

બોલીવૂડ ના દબંગ તરીકે જાણીતા સલમાન ખાન નું નામ આ લીસ્ટ માં સૌથી પહેલું છે. સલમાને પોતાની ઘણી બધી ફિલ્મો માં રોમાન્ટિક સિન કરેલા છે પણ કોઈ પણ ફિલ્મ માં કિસિંગ સીન આપેલો નથી.

તમન્ના ભાટિયા :

આ લીસ્ટ માં બીજું નામ છે તમન્ના ભાટિયા નું. સાઉથ અને બોલીવૂડ બંને ફિલ્મો કરતી તમન્ના ભાટિયા ની ફિલ્મો માં લોકોને કોઈ અશ્લીલતા જોવા મળતી નથી.એટલે કિસિંગ સીન આપવાની વાત તો ભૂલી જ જવાની એટલા માટેજ તમન્ના નું નામ આ લીસ્ટ માં છે.

શિલ્પા શેટ્ટી :

બોલીવૂડ ની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી કે જે હવે તો ફિલ્મો માં જોવા મળતી નથી પણ એક સમયે તે ફિલ્મો માં ઘણા બોલ્ડ સીન તો આપેલા છે પણ તેને ક્યારેય કિસિંગ સીન આપ્યો નથી.

આસિન :

આસિન પણ આ લીસ્ટ માં છે કે જેને સાઉથ અને બોલીવૂડ બંને માં ઘણી ફિલ્મો કરી છે. પણ તેણીએ ક્યારેય એક પણ ફિલ્મ માં કિસિંગ સીન આપ્યો નથી.

સોનાક્ષી સિંહા :

સલમાન ની ફિલ્મ દબંગ થી બોલીવૂડ માં એન્ટ્રી કરવા વાળી એક્ટ્રેસ અને શત્રુઘન સિન્હા ની પુત્રી પણ આ લીસ્ટ માં સામેલ છે.તેણીએ પણ અત્યાર સુધી ની પોતાની કોઈ પણ ફિલ્મ માં કિસિંગ સીન આપ્યો નથી.

અજય દેવગન :

આ લીસ્ટ માં જાણીતા અભિનેતા અજય દેવગન નું નામ પણ સામેલ છે. તેને દરેક જાતની ફિલ્મો માં કામ કરેલું છે જેમાં એક્શન, કોમેડી, રોમાન્સ સામેલ છે. આમ છતાં તેણે પણ અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ માં કિસિંગ સીન આપ્યો નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!