આ સ્ટાર એક્ટર જયારે યુવતી બનીને સામે આવ્યો ત્યારે લોકો એને આલિયા ભટ્ટ સમજી બેઠા

બોલીવૂડ ના પ્રખ્યાત અભિનેતા રાજકુમાર રાવે ઘણી બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને હજી કરે પણ છે.હાલમાં તેઓએ પોતાની આવનારી ફિલ્મ નો પોતાના લૂક નો એક ફોટો સોશિયલ મીડિયા પર મુક્યો છે જેને જોઇને લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા છે અને આ તસવીર ને લોકો એ ખુબજ શેર કરી રહ્યા છે.

આ હતી તસ્વીર :

અહી આપેલ તાવીર પર થી તમને પણ લાગશે કે આ કોક નવી અભિનેત્રી છે, પરંતુ તમને એ જાણી ને આશ્ચર્ય થશે કે આ કોઈ નવી અભિનેત્રી નથી પણ સ્ત્રીનો વેશ ધારણ કરીને આવેલા રાજકુમાર રાવ છે.થયું ને આશ્ચર્ય ?

ઘણા લોકો સમજી બેઠા આલિયા ભટ્ટ :

રાજકુમાર રાવ એ શેર કરેલી આ તસ્વીર માં કે જેઓ એક સ્ત્રી ના વેશ માં આવેલા છે તેમાં ઘણા લોકોએ કમેન્ટ કરીને અલગ અલગ વાતો લખી છે.

એમાંના કેટલાક લોકોને તો જોઇને એમ લાગ્યું કે આતો આલિયા ભટ્ટ છે.આ સિવાય કેટલાક લોકો એ તો એમ પણ કહ્યું કે આતો કૃતિ સેનોન છે.

બીજી પણ તસ્વીર શેર કરી છે રાજકુમારે :

પહેલી તસવીર ને શેર કર્યા સિવાય રાજકુમાર રાવે પોતાની એક બીજી તસ્વીર પણ શેર કરી છે કે જેમાં તેઓ ચશ્માં પહેરીને એક બાઈક માં બેઠા છે અને તેમના વાળ લાંબા લાંબા છે.આ બાઈક માં મિથુન ચક્રવર્તી નો એક ફોટો છે જેની નીચે તેનો એક પ્રખ્યાત ડાયલોગ “કોઈ શક” લખેલ છે.

અનુરાગ બાસુ દ્વારા કરવામાં આવેલ ફિલ્મ નો છે આ લૂક :

રાજકુમાર રાવે શેર કરેલી આ તસવીરો તેની આવનારી ફિલ્મ ના તેમના લૂક ની છે. અને આ ફિલ્મ અનુરાગ બાસુ દ્વારા બનાવવા માં આવી રહી છે.

અનુરાગ બાસુ દ્વારા બનવવામાં આવી રહી આ ફિલ્મ માં રાજકુમાર ઉપરાંત અભિષેક બચ્ચન,આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી અને ફાતિમા સના છે.

રાજકુમાર રાવ ની હમણા ની ઘણી ફિલ્મો ફ્લોપ જાય છે જોકે તેમની એક્ટિંગ તો ખુબજ સારી છે. આમાં હવે રાજકુમાર રાવે એક સુપર હીટ ફિલ્મ ની જરૂરિયાત છે. અને અનુરાગ બાસુ દ્વારા બનાવેલી ઘણી બધી ફિલ્મો સુપર હીટ થઇ હતી. જોકે કેટલીક ફિલ્મો ફ્લોપ પણ ગઈ હતી.

હવે સમય જ બતાવશે કે અનુરાગ બાશુ ની આ ફિલ્મ કેવો કમાલ કરશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!