આફ્રિકામાં લાગેલ ભીષણ આગ દરમિયાન શીખ દંપતીએ આ રીતે ભારતનું નામ રોશન કર્યું – વાંચવા જેવું

દક્ષીણ પૂર્વ ના ઔસ્ટ્રેલીયા ના જંગલો છેલ્લા ચાર મહિના થી ભીષણ આગ ની ચપેટ માં છે.એવા માં ઘણા લોકો આ આગને લીધે બેઘર થઇ ગયા છે.આ બેઘર થયેલા લોકો અને બીજા જરૂરિયાત મંદો ની મદદ કરવા માટે ભારતીય મૂળ ના એક પતિ પત્ની આગળ આવ્યા છે.

દેસી ગ્રિલ નામનું રેસ્ટોરન્ટ ચલાવે છે આ દંપતી :

આ બંને પૂર્વ વિક્ટોરિયા ના બંસ્ર્ડેલ વિસ્તાર માં “દેસી ગ્રિલ” નામનું એક રેસ્ટોરન્ટ ચલાવે છે.એવા માં આ બંને પોતાના રેસ્ટોરન્ટ નું જમવાનું બેઘર થઇ ગયેલા લોકો ને આપી રહ્યા છે.

અત્યારે ઓસ્ટ્રેલીયા ના મેલબર્ન માં સ્થિત ચેરીટી માં ઘણા શરણાર્થી શરણે રહે છે.આ લોકો લાગેલી આગને લીધે બેઘર થઇ ગયા છે અને તેઓની પાસે રહેવા ઘર કે જમવા માટે ભોજન નથી.એવા માં આ લોકો ની દયનીય સ્થિતિ માં ભારતીય મૂળ ના આ સિખ દંપતી એક મસીહા બનીને આવ્યા છે અને આપણા દેશ નું નામ રોશન કરી રહ્યા છે.

આ દંપતી પોતાના રેસ્ટોરન્ટ માં જમવાનું બનાવી ને એક એનજીઓ ને આપી દેછે અને આ એનજીઓ ના લોકો બેઘર થઇ ગયેલા લોકો માં વેચી દે છે.જાણકારી મુજબ આ દંપતી ઓસ્ટ્રેલીયા માં છેલ્લા ૬ મહિના થી રહે છે.

રેસ્ટોરન્ટ ચલાવવા વાળા કંવલજીત સિંહ નું કહેવું છે કે “એ અમારી ફરજ છે કે અમે અમારા ઓસ્ટ્રેલીયા ના સાથીઓ ને મદદ કરીએ.ઓસ્ટ્રેલીયા માં લાગેલી આગ ના લીધે ઘણા લોકો પ્રભાવીત થયા છે એવા માં તેઓ ને પેટ ભરીને ભોજન અને રહેવા માટે જગ્યા આપવી ખુબજ જરૂરી છે.”

આ મદદ ને લઈને તેઓ તર્ક કરતા કહે છે કે “અમે એક સિખ છીએ અને તેઓની જેમ જ જીવન જીવીએ છીએ.અમે જેવું કરી રહ્યા છીએ એવુજ બાકીના ઘણા બધા ઓસ્ટ્રેલીયા ના નાગરિકો પણ કરી રહ્યા છે.”

એક દિવસ માં ૫૦૦ લોકો ને જમવાનું આપી ચુક્યા છે :

જણાવી દઈએ કે આ દંપતી ની ટીમ માં સામેલ થયેલ વોલેન્ટીયર્સ ઓએ એક દિવસ માં જ અંદાજે ૫૦૦ લોકો નું ભોજન તૈયાર કરીને વેચ્યું હતું.આ ટીમ એક દિવસ માં ૧૦૦૦ લોકો નું જમવાનું બનાવી ને તેમને જમાડવા માટે સક્ષમ છે.

૧.૨૩ કરોડ એકડ જંગલો બરબાદ થઇ ચુક્યા છે :

અત્યાર સુધી માં દક્ષીણ-પૂર્વી ઓસ્ટ્રેલીયા ના જંગલનો ૧.૨૩ કરોડ એકડ જેટલું ક્ષેત્રફળ આ આગ ની ચપેટ માં આવી ગયું છે.આ આગ ને કારણે અત્યાર સુધી માં ૨૧ લોકો ના જીવ પણ વાઈ ગયા છે અને હજારો લોકો બેઘર થઇ ગયા છે.આ સિવાય ઘણા લોકો ની ગુમ થઇ જવાની પણ ખબર આવી છે.

આને લીધે ટ્રાફિક જામ પણ ખુબજ વધી ગયું છે.ઘણા વાહનો ઇંધણ પુરાવવા ઘણી મોટી લાઈનો લગાવી ને બેઠા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!