આખરે સલમાન ખાને જાહેર કર્યું કે કેમ લોકો એને “ભાઈ” કહીને બોલાવે છે?

ફિલ્મ જગત માં તમે એકથી મોટા એક સિતારાઓ જોયા હશે, પણ જયારે બોલીવૂડ ના દબંગ ખાન ની વાત આવે છે ત્યારે બધા જ સમજી જાય છે કે સલમાન ખાન ની વાત કરવામાં આવી રહી છે.સલમાન ખાન ફિલ્મ જગત ના ટોપ એક્ટર માં ગણાય છે.બોલીવૂડ માં જ નહિ પણ અન્ય ફિલ્મ જગત માં પણ લોકો તેની સ્ટાઈલ ને કોપી કરે છે.સલમાન ખાન ની વાત જ કઈક અલગ છે એટલે તો તેમની લગભગ બધીજ ફિલ્મો સુપર હીટ હોય છે.

પરંતુ સલમાન ના જીવન સાથે કેટલાક એવા રહસ્યો પણ જોડાયેલા છે કે જેના વિશે કોઈ નથી જાણતું અને લોકો ને હમેશા તે વિશે ના સવાલો રહે છે.

ઓછા માં ઓછા ૧૦૦ કરોડ તો જરૂર કમાઈ છે :

એવું માનવામાં આવે છે કે જે ફિલ્મ સલમાન ખાન કરે છે તે ઓછામાં ઓછા ૧૦૦ કરોડ ની કમાણી તો કરેજ છે.જેનું ઉદાહરણ તેમની ફિલ્મ બજરંગી ભાઈજાન, ટાઈગર ઝીંદા હૈ, કિક, દબંગ, દબંગ-૨, અને દબંગ -૩ છે.બોક્ષ ઓફીસ પર આ ફિલ્મો એ કમાણી કરવાના રેકોર્ડ તોડી નાખ્યા છે.

ટીવી પર પણ જોવા મળે છે સલમાન :

આમ તો તમે સલમાન ને ફિલ્મો સિવાય ટીવી માં પણ જોયા હશે.એવા માં આવું કહેવું ખોટું નથી તેણે સિનેમા ની સાથે સાથે ટીવી ની દુનિયા પર પણ કબજો કરી લીધો છે અને અત્યાર સુધી ના સૌથી મોંઘા સિતારા હોવાનો ખિતાબ હાસેલ કર્યો છે.

જોકે સલમાન જેટલા પ્રખ્યાત છે એટલા જ તેની સાથે રહસ્ય જોડાયેલા છે.જેના વિશે કોઈ પણ જાણવા ઈચ્છતા હોય છે.

સલમાને ખોલ્યું પોતાના જીવન નું એક રહસ્ય :

ઘણી વાર તમે સલમાન ના લગ્નની વાતો સાંભળી હશે, અને ઘણી વાર લોકોએ તેમને પૂછ્યું પણ છે કે તે ૫૪ વર્ષની ઉમર માં પણ હજી કુવારા છો ?કેમ આવું છે ? આમ છતાં આ વાત નો જવાબ હજી કોઈને પણ મળ્યો નથી.જોકે સમયે સમયે લોકો ઘણા અંદાજા લગાવતા હોય છે પણ હજી સુધી આવા એકેય અંદાજા સાચા પડ્યા નથી.

આવું જ એક રહસ્ય છે કે લોકો સલમાન ને ભાઈ કહીને કેમ બોલાવે છે? જેના વિશે લોકો જાણવા માંગે છે.

આ કારણે લોકો સલમાન ને કહે છે “ભાઈ” :

તમે ઘણી વાર જોયું હશે કે ઘણા બધા લોકો સલમાન ને ભાઈ કહી ને બોલાવે છે આની પાછળ નું કારણ હજી સુધી કોઈ ને ખબર નથી. પણ હાલ માં જ સલમાને પોતે જ આ વાત નો ખુલાસો કર્યો છે કે લોકો શા માટે તેમને ભાઈ કહીને બોલાવે છે.

સલમાને કહ્યું કે ઘણી વાર તો તેના થી સીનીયર એકટરો પણ તેમને ભાઈ કહી ને બોલાવે છે અને આ સિવાય સલમાન ને જયારે કોઈ છોકરી ભાઈ કહીને બોલાવે છે ત્યારે તેને થોડું અજીબ લાગે છે.

સલમાને કહ્યું કે લોકો એને ભાઈ કહીને એટલા માટે બોલાવે છે કેમકે સોહેલ તેને ભાઈ કહીને બોલાવે છે.હાલમાં જ દીધેલા ઈન્ટરવ્યું માં સલમાને કહ્યું કે “જયારે સોહેલ મને ભાઈ કહીને બોલાવતો હતો ત્યારે બધા મિત્રો પણ મને ભાઈ કહીને બોલાવવા લાગ્યા અને જોત જોતમાં જ આ વાત ફેલાવા લાગી અને મોટા ભાગ ના લોકો મને ભાઈ કહી ને બોલાવવા લાગ્યા.”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!