આટલું કરો અને શિયાળામાં થતા ખોળા માંથી મેળવો કુદરતી રીતે મુક્તિ

શિયાળા માં ખોળા ની સમસ્યાઓ થી ઘણા લોકો પરેશાન હોય છે.જો જલ્દી થી ખોળા નો ઈલાજ ન કરવામાં આવે તો તેની ખરાબ અસર માથા ની ચામડી પર થઇ શકે છે અને ક્યારેક ચેપ પણ લાગી સહકે છે.એટલા માટે જયારે ખોળો થાય ત્યારે જલ્દી થી તેનો ઈલાજ કરવો જોઈએ.

શુ છે ખોળો ?

વાળ ની સફાઈ સારી રીતે ન થવા ને લીધે ખોળા ની સમસ્યા થઇ શકે છે.આના સિવાય જે લોકો પોતાના માથા માં તેલ નથી નાખતા તેને પણ ખોળા ની સમસ્યા થાય છે.

આ રીતે મેળવો ખોળા થી છુટકારો :

જરૂર લગાવો તેલ :

ખોળા ની સમસ્યા ને દુર કરવા માટેનો સૌથી મોટો ઉપાય વાળ માં તેલ ની માલીશ કરવી જોઈએ.વાળ માં તેલ નાખવાથી ખોલો દુર થઇ જાય છે અને વાળ ની ગ્રોથ પણ સારી થાય છે.વાળ ધોતા પહેલા સરસો કે નારિયલ ના તેલ ને ગરમ કરી લો.તેના પછી આ તેલ ને પોતાના વાળ પર સારી રીતે લગાવી દો.અડધી કલાક માટે આ તેલ ને પોતાના વાળ પર રહેવા દો.પછી વાળ ને શેમ્પુ ની મદદ થી સાફ કરી લો.

પાણી વધારે પીવો :

શિયાળા ના સમય માં સામાન્ય રીતે લોકો ખુબ ઓછુ પાણી પિતા હોય છે. જેને લીધે શરીર માં પાણી ઓછુ થઇ જાય છે.પાણી ઓછુ થઇ જવાને લીધે તેની અસર વાળ અને ચામડી પર થાય છે.ઘણી વાર ડી હાઈડ્રેશન પણ થઇ જાય છે જેને લીધે પણ ખોળો થાય છે.એટલા માટે શિયાળા માં પાણી વધારે પીવું જોઈએ.

ડાઈટ નું પણ રાખવું ધ્યાન :

ખોળો થવાનું કારણ ખાવા પીવા માં ધ્યાન ન રાખવું એ પણ હોઈ શકે છે.એટલા માટે પોતાની ડાઈટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.અને વધારે શુગર વાળો ખોરાક લેવો જોઈએ.આના સિવાય કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક ખાવો ના જોઈએ.

વાળ માં કરો રોજે કાંસકો :

આ સિવાય ખોળા ની સમસ્યા ને દુર કરવા માટે વાળ માં રોજે રોજ કાંસકો પણ કરવો જોઈએ.

ગરમ પાણી નો ના કરવો ઉપયોગ :

વાળ ને ધોવા માટે ક્યારેય પણ ગરમ પાણી નો ઉપયોગ કરવો ન જોઈએ.શિયાળા માં લોકો ને ગરમ પાણી થી ન્હાવા ની આદત હોય છે અને ગરમ પાણી થી માથું ધુએ છે જે ખોટી આદત છે.એટલા માટે જયારે પણ માથું ધોવું હોય તો ઠંડા પાણી થી જ ધોવું.

વાળ માં સ્પા પણ જરૂર કરાવવું :

વાળ માં કરવા માં આવતો સ્પા એ વાળ માટે સારૂ છે, એટલા માટે મહિના માં ઓછા માં ઓછા એક વાર સ્પા કરાવવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!