આવી જ એક્ટિંગ કરતી રહેશે તો ભવિષ્યમાં આલિયા દીપિકા ની છુટ્ટી કરાવી દેશે આ અભિનેત્રી

બોલીવૂડ માં ટેલેન્ટ ની કોઈ કમી નથી, જ્યાં એક્ટર એક થી એક ચડિયાતા છે ત્યાં એક્ટ્રેસો માં પણ ટેલેન્ટ ની કમી નથી. અત્યારે શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ ના ટક્કર ની કોઈ બીજી એક્ટ્રેસ નથી પણ માણસ નો સિક્કો હમેશા માટે નથી ચાલતો.

એક એવી અભિનેત્રી પણ છે કે જે આ બધાની છુટ્ટી કરી દે તેવી કાબેલ પણ છે કે જેનું નામ નોરા ફતેહી છે.

દિલબર દિલબર આઈટમ નંબર થી આવી બોલીવૂડ માં :

નોરા ફતેહી એ દિલબર દિલબર આઈટમ નંબર થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી. તેણીએ મલાઈકા અરોરા જેવી લાજવાબ આઈટમ ગર્લ ની જગ્યા લઇ લીધી છે અને લોકો તેને પસંદ પણ કરવા લાગ્યા છે.તેણે પોતાના ડાન્સ થી આખા ભારત ને પોતાના દીવાના બનાવી દીધા છે, કેમકે નોરા એ ઘણી ફિલ્મ માં આઈટમ નંબર કર્યો છે.

આના પરથી જોતા એવું લાગે છે કે જો ભવિષ્ય માં નોરા એ કોઈ ફિલ્મ માં કામ કરવાનું ચાલુ કરી દીધું તો સારી સારી હિરોહીનો ને ટક્કર દઈ શકે તેમ છે.તેણી એ હજી સુધી માં ખુબ ઓછી ફિલ્મો માં કામ કર્યું છે જેમાં આઈટમ નંબર ની સાથે કેટલાક નાના રોલ પણ સામેલ છે.પણ તેની લોકપ્રિયતા કોઈ બોલીવૂડ ના સિતારાઓ થી ઓછી નથી.

આવનાર સમય માં પણ તે ઘણી ફિલ્મો માં આઈટમ નંબર કરતી જોવા મળશે.આજના સમય માં તેને સૌથી હોટ અને સુંદર એક્ટ્રેસ માનવામાં આવે છે.

કેનેડા માં જન્મી છે નોરા :

૬ ફેબ્રુઆરી, ૧૯૯૨માં કેનેડા માં જન્મી નોરા ફતેહી મૂળ રૂપ થી ભારતીય છે.તેણે ભારત, બાટલા હાઉસ, ભારત,સ્ટ્રીટ ડાન્સર,બાહુબલી, સ્ત્રી, મિસ્ટર એક્સ અને રોકી હેન્ડસમ જેવી ઘણી ફિલ્મો માં આઈટમ નંબર કર્યા છે.આના સિવાય નોરા એ સાઉથ ઇન્ડિયન ફિલ્મો માં પણ આઈટમ નંબર કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!