એક સમયે બોલીવુડ જગતમાં જેનું નામ હતું એ હિરોઇનોની એક ભૂલના લીધે બરબાદ થઈ ગયું તેમનું જીવન

બોલીવુડલ જગતમાં કેટલીક એવી હિરોઇનો છે જે આજે પણ પોતાના અનોખા કામ તથા નામથી બોલીવુડમાં ટકી રહી છે. એક એવો સમય હતો જયારે તેમના નામથી જ લોકો તેમની મૂવી જોવા માટે છેલ્લે દોડી જતા હતા. પરંતુ તેમની ભૂલના લીધે હમણાં પણ તેઓ સફળતાથી તો દૂર છે જ સાથે સાથે એ ભૂલની સજા પણ ભોગવી રહ્યા છે.

બોલીવુડમાં એવા ઘણા મોટા નામ પણ આવ્યા જેને પોતાના કામથી પોતાનું નામ કર્યું પરંતુ તેમને કરેલી એક ભૂલ એટલી ભારે પડી ગઈ કે તેમનું આખું કેરિયર જ બરબાદ થવા ઉપર પહોંચી ગયું, ઘણાને પાછું કામ તો મળવાનું શરૂ થઇ ગયું પરંતુ નામ નહિ. જો તેમને એ ભૂલ ના કરી હોતી તો આજે બોલીવુડમાં પણ તેમનો એક ડંકો વાગતો. પરંતુ તેમની ભૂલ તેમને જીવનભર અફસોસ કરાવશે.

તો આવો તમને કહીએ એવી કઈ હિરોઇનો છે જેમની એક જ ભૂલના લીધે તે આજે પણ અફસોસ કરી રહ્યા છે.

મોનીકા બેદી:

મોનીકા બેદી બિગબોસ-2 તથા ઝલક દિખલાજાના સીઝન 3માં દેખાવા મળી હતી. આ ઉપરાંત તે થોડીક ટીવી સીરિયલમાં પણ દેખાવા મળી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે તે મૂવીમાં પણ સૌથી સુંદર હિરોઈન તરીકે ઓળખાતી હતી. પણ તેની ભૂલ તેને અર્શથી ફર્શ પર લઇ આવી. મોનીકા બેદીના સંબંધો અંડરવર્લ્ડના ડોન અબુ સમાવેશ સાથે નીકળ્યા અને તે પોર્ટુગલમાં તેની સાથે પકડાઈ પણ ગઈ જેના લીધે તેને જેલમાં પણ જવું પડ્યું જેના કારણે તેનું બોલીવુડ જગતનું તેનું કેરિયર તો પૂરું જ થઇ ગયું, જયારે તે પાછી આવી તો તેને મૂવીમાં ના મળી અને ટીવી સીરિયલમાં કામ કરીને જીવન પસાર કરવું પડ્યું.

મનીષા કોઈરાલા:

મન મૂવીમાં મુખ્ય પાત્ર તથા સંજુ મૂવીમાં સંજય દત્તની માતાનો કિરદાર અદા કરવા વળી મનીષા કોઈરાલા જયારે મૂવીમાં સફળ થઇ રહી હતી ત્યારે તેને પણ નશાની ભારે લત લાગી ગઈ. દારૂ તથા ડ્રગ્સના નશામાં રહેવા લાગી જેમાં તેનું કેરિયર પણ સમાપ્ત થવાના આરા ઉપર આવી ગયું. નશાની લતના કારણે તે કેન્સરનો પણ ભોગ બની. કેન્સર સામે સતત ત્રણ વર્ષ લડીને નિધનના મુખમાંથી બહાર આવેલી મનીષાને તેની ભૂલ બરાબર સમજાઈ ગઈ છે.

પરવીન બાબી:

70ના દશકમાં ફેમસ થયેલી હિરોઈન પરવીન બાબીનું નામ પણ ઘણું જ વધુ ચર્ચાનું કારણ બની ગયું છે. જયારે તેના ઓચિંતા નિધનના સમાચાર સાંભળવા મળ્યા. પરવીન બોલીવુડ જગતની ખુબ જ ફેમસ હિરોઈન હતી પરંતુ તેને પણ વધતા નામ સાથે ઐયાશીભર્યા જીવનનો ચસ્કો લાગ્યો અને ડ્રગ્સની લતમાં સપેડાઈ ગઈ, પોતાની જાતે જ પોતાના કેરિયરને એકદમ ખરાબ કરી બેઠી, જયારે તે મોત પામી ત્યારે તેની પાસે કોઈ હતું જ નહિ એ વાત ડ્રગ્સના લીધે ઘટી ગયેલી તેની લોકપ્રિયતાને કહે છે.

અમિષા પટેલ:

“કહોના પ્યાર હે” મૂવીમાં રીત્વિક રોશન સાથે ફેમસ થયેલી અભિનેત્રી અમિષા પટેલનું નામ પણ બોલીવુડમાં સારું એવું બન્યું હતું પણ તેના પારિવારિક ઝઘડા તેને ફિલ્મી દુનિયાથી દૂર લઇ ગયા. તેના કેરિયરને પણ ખરાબ કરી દીધું જેની સજા આજે પણ અમિષા ભોગવી રહી છે. તેને કેટલીક મૂવી મળી તે છતાં પણ તેને જે નામ કરવું જોઈએ તે ફરી ક્યારેય કરી શકી નહિ.

મંદાકિની:

મંદાકિનીનું એક ટાઈમમાં મૂવીમાં ખુબ જ મોટું નામ હતું. રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં પોતાના અંગ પ્રદર્શનના લીધે ખુબ જ ચર્ચામાં આવી સાથે તેનો દેખાવ પણ એટલો જ મનમોહક હતો કે તેના નામથી જ લોકો મૂવી જોવા માટે દોડી જતા હતા પરંતુ તેના વધતા નામ સાથે અંડરવર્લ્ડ સાથે પણ તેના સંબંધો હોવાની વાતો સામે આવવા લાગી. દાઉદ સાથે તેના ફોટા પણ જાહેર થવા લાગ્યા જેના લીધે તેનું  ફિલ્મી જીવન પણ ભેગું થઈ ગયું.

મમતા કુલકર્ણી:

એક ટાઈમમાં સૌથી આકર્ષક અભિનેત્રી મમતા કુલકર્ણીએ જયારે બોલીવુડમાં પોતાનો પગ મુક્યો ત્યારે તેને ખુબ જ નામ મળ્યું. મમતાએ એ સમયની ખ્યાતનામ અભિનેત્રીઓને પણ હલાવી દીધી હતી. પરંતુ જેમ જેમ સફળ થતી ગઈ તેમ તેમ સ્ટારડમનો નશો પણ ચઢતો ગયો. તેના સંબંધો પણ અંડરવર્લ્ડ સાથે હોવાનું સામે આવ્યું તો ડ્રગ્સની તસ્કરી માટે તેને ઘણા વર્ષો સુધી દુબઈની જેલમાં પણ રહેવું પડ્યું. મુંબઈ પોલીસ પણ તેને શોધતી રહી, કોર્ટે તો તેને ભગોડી જાહેર પણ કરી દીધી. વર્ષો સુધી તે ભારતમાં જોવા જ ના મળી અને વિદેશમાં જ રહેવા લાગી

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!