ઐશ્વર્યા થી લઈને દીપિકા સુધીની ટોપ એક્ટ્રેસ ના આ સત્ય વાંચી વિશ્વાસ નહિ આવે

ઘણી વાર બોલીવૂડ ની કેટલીક એવી વાતો લોકો ની સામે આવે છે જેના પર લોકો ને વિશ્વાસ આવતો નથી.આખરે બોલીવૂડ ના સ્ટાર પણ માણસ જ છે ને અને આપણી જેમ તેઓની પણ કેટલીક પોતાની આદતો છે તો તેમાં આશ્ચર્ય થવાની જરૂર નથી. પણ તેઓ એક સ્ટાર છે તો આવું કેમ કરી શકે. અહી અમે બોલીવૂડ ની કેટલીક ટોપ હિરોહીનો ની એવી સાચી વાતો કરવાના છીએ કે જે જાણીને તમને આશ્ચર્ય થશે, આ લીસ્ટ માં તમારી પ્રિય એક્ટ્રેસ પણ સામેલ છે.

બોલીવૂડ ની આ ટોપની હિરોહીનો નું સત્ય જાણીને તમને થશે આશ્ચર્ય :

બોલીવૂડ માં ઘણી એવી એક્ટ્રેસ છે, જેઓએ હિન્દી સિનેમા ની ઉચાઇ એ પહોચી છે અને તેમને જોઇને એવું લાગે છે કે તેઓની કરિયર ની શરૂઆત માત્ર હિન્દી ફિલ્મો થી જ થઇ હશે. પણ હકીકત કઈક અલગ જ છે, લીડ એક્ટ્રેસ તરીકે તેઓએ પોતાના ફિલ્મ ના કરિયર ની શરૂઆત સાઉથ ભારત ની ફિલ્મો થી કરી હતી.

દીપિકા પાદુકોણ :

બોલીવૂડ ની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હોલીવૂડ ફિલ્મો માં પણ પોતાનો જાળવો બતાવી ચુકી છે.ઘણા બધા લોકો એમ જાણે છે કે તેની પહેલી ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” છે જોકે એવું નથી.તેણીએ વર્ષ ૨૦૦૬માં આવેલી ફિલ્મ એશ્વર્યા થી તેના કરિયર ની શરૂઆત કરી હતી.આ એક કન્નડ ફિલ્મ હતી.આ ફિલ્મ કોઈ ખાસ ચાલી ન શકી એના પછી તેને હિમેશ રેશમિયા એ પેલી તક તેના મ્યુઝીક આલ્બમ અને પછી તેને તેની પહેલી હિન્દી ફિલ્મ મળી.

એશ્વર્યા રાય બચ્ચન :

બોલીવૂડ માં પોતાની સુંદરતા ના જલવા દેખાડવા વળી એશ્વર્યા રાયે પણ હોલીવૂડ ની ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે.તેઓએ બોલીવૂડ માં તેમના કરિયર ની શરૂઆત ૧૯૯૭માં રીલીઝ થયેલી ફિલ્મ પ્યાર હો ગયા થી કરી હતી પણ આની પહેલા તેની એક તમિલ ફિલ્મ ઈરૂવર રિલીઝ થઇ હતી.આ સિવાય પણ એશ્વર્યા એ સાઉથ માં પણ ઘણી ફિલ્મો કરી છે.

પ્રિયંકા ચોપડા :

આજના સમય માં પ્રિયંકા ચોપડા એક આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ચુકી છે.પ્રિયંકા એક્ટિંગ ની સાથે ગીતો ગાવામાં પણ તેનો હુનર દેખાડી ચુકી છે.તેણીએ પોતાના કરિયર ની શરૂઆત ૨૦૦૩માં આવેલી ફિલ્મ ધ હીરો થી કરી હતી, પણ આનાથી પહેલા વર્ષ ૨૦૦૨માં તેમની તમિલ ભાષા માં થામીઝાહ આવી ચુકી છે.પ્રિયંકા ચોપડા એ આના પછી બોલીવૂડ માં દેશી ગર્લ નો ખિતાબ હાસેલ કરી લીધો અને તેના અમેરિકન પતિ સાથે અમેરિકા માં રહે છે.

યામી ગૌતમ :

બોલીવૂડ માં પોતાની ક્યુટી સ્માઈલ થી બધાને દિવાના કરી દેવા વાળી યામી ગૌતમ એ પોતાના ફિલ્મ ના કરિયર ની શરૂઆત ૨૦૧૨માંથી ફિલ્મ વિક્કી ડોનર થી કરી હતી. આની પહેલા તેને ટીવી સીરીયલ માં કામ કર્યું હતું.ખુબ ઓછા લોકો જાણે છે કે યામી ગૌતમ એ કન્નડ ફિલ્મ ઉલ્લાસ ઉત્સાહ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.

કૃતિ સેનોન :

વર્ષ ૨૦૧૪માં આવેલી ફિલ્મ હિરોપંતી થી કૃતિ સેનોને પોતાના કરિયર ની શરૂઆત કરી હતી પણ આની પહેલા તેને એક તેલુગુ ફિલ્મ નેનોક્કાડીન થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.આના પછી જ કૃતિએ બોલીવૂડ માં ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું હતું.

તબ્બુ :

બોલીવૂડ ની એક્ટ્રેસ તબ્બુ એ બોલીવૂડ માં એકથી એક ઘણી બધી સુપર હીટ ફિલ્મો આપી છે.પણ બોલીવૂડ થી પહેલા તે તેલુગુ ફિલ્મ નંબર -૧ માં પણ કામ કરી ચુકી હતી.તબ્બુ એ ૯૦ ના દશક માં પણ કામ કરી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!