અજય દેવગણ સાથે ડેબ્યુ કરનાર આ એક્ટ્રેસ લાઈમલાઈટથી દુર અને હવે આવી દેખાય છે

ફિલ્મ “ફૂલ ઔર કાટ” બોલીવૂડ ની એક ખુબજ સારી ફિલ્મ છે.આ ફિલ્મ ખુબજ ખાસ છે.કેમકે આ ફલમ થી વીરુ દેવગન ના દીકરા એટલે કે અજય દેવગને ફિલ્મો માં ડેબ્યુ કર્યું હતું.અજય આ ફિલ્મ પછી પાછા નથી પડ્યા.તેની આ ફિલ્મ “ફૂલ ઔર કાટે” માટે તેમને ફિલ્મ ફેર અવોર્ડ પણ મળ્યો છે.

આ ફિલ્મ માં અજય ની સાથે અભિનેત્રી મધુ નજર આવી હતી.આ ફિલ્મ ખુબજ હીટ ગઈ હતી.ત્યારના જમના માં આ ફિલ્મ ૧૨ કરોડ કમાણી હતી.જોકે ત્યારે આ ફિલ્મ માં કુલ ખર્ચ ૩ કરોડ થયો હતો.આ ફિલ્મ પછી અજયે ઘણી સુપર હીટ ફિલ્મો કરી છે અને અત્યારે પણ તે સુપર હીટ અભિનેતા છે.

આજે આપણે અજય ની ફિલ્મ “ફૂલ ઔર કાટે” માં તેની સાથે કામ કરવા વાળી અભિનેત્રી મધુ વિશે વાત કરવાના છીએ. મધુ એ આ ફિલ્મ પછી માત્ર ત્રણ ચાર ફિલ્મો કરીને પછી પાછી ફિલ્મો માં દેખાણી જ ન હતી.તો આવો જાણીએ તેના વિશે.

હેમા માલિની ની ભત્રીજી છે મધુ :

અજય ની સાથે ફિલ્મ “ફૂલ ઔર કાટે” માં નજર આવનાર અભિનેત્રી મધુ નું પૂરું નામ મધુબાલા રઘુનાથ છે.તે સંબંધ માં હેમા માલિની ની ભત્રીજી અને જુહી ચાવલા ની ભાભી છે.મધુ એ બોલીવૂડ સિવાય તમિલ, કન્નડ,મલયાલમ ફિલ્મો માં પણ કામ કર્યું છે.

મધુ નો જન્મ ૧૯૬૯માં માં ૨૬ માર્ચે થયો હતો.આ મુજબ અત્યારે મધુ ની ઉમર ૫૦ વર્ષ છે.મધુ ફિલ્મ “ફૂલ ઔર કાટે” ને લીધે રાતોરાત સુપર હીટ થઇ ગઈ હતી.તેની સુંદરતા ઘણા લોકો દીવાના હતા.મધુ એ ફિલ્મ “ફૂલ ઔર કાટે” સિવાય રોઝા ફિલ્મ માં પણ ખુબજ સારી એક્ટિંગ કરી હતી.

રોઝા ફિલ્મ મણીરત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મ હતી.આ ફિલ્મે નેશનલ અવોર્ડ પણ જીત્યો હતો.ફિલ્મો સિવાય મધુ ને ખુબ સારું ભરતનાટ્યમ પણ આવડે છે.આ કળા તેણીને તેની માતા એ શીખવાડી હતી.

ઉદ્યોગપતી આનંદ શાહ સાથે કર્યા હતા લગ્ન :

મધુ એ ૧૯ ફેબ્રુવારી ૧૯૯૯માં ઉદ્યોગપતી આંનદ શાહ સાથે લગ્ન કર્યા હતા.હમેશા લોકોના મનમાં એક સવાલ આવે જ છે કે તેણીએ ફિલ્મો માંથી બેક કેમ લઇ લીધો? આનો જવાબ સીધો જ છે કેમકે તેણીએ લગ્ન પછી ફિલ્મો કરવાની બંધ કરી દીધી હતી.

એક રીપોર્ટ મુજબ એક વાર મધુ ના પતિ નો વેપાર સંકટ માં આવી ગયો હતો અને તે લોકોને પોતાની અંગત સંપતિ વેચીને તેના લેણદારો ને ૧૦૦ કરોડ રૂપિયા ચુકવવા પડ્યા હતા.તેના પછી મધુ એ નાના પડદા પર પાછુ કામ ચાલુ કર્યું હતું. સાથે જ બીજા કેટલાક પ્રોજેક્ટ માં પણ કામ ચાલુ કર્યું હતું.

૫૦ વર્ષની હોવા છતાં ખુબ સુંદર લાગે છે અત્યારે :

જોકે અત્યારે મધુની ઉમર ૫૦ વર્ષ છે આમ છતાં તે અત્યારે ખુબજ સુંદર લાગે છે અને તેને જોઇને કોઈ પણ ના કહી શકે કે તેની ઉમર ૫૦ વર્ષ છે.સોશિયલ મીડિયા માં મધુ અવાર નવાર પોતાની જૂની અને નવી તસ્વીરો મુકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!