જયારે બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો – અભિષેકે ભાવુક થઈને લખ્યું કંઇક આવું

અમિતાભ બચ્ચન ને આ વર્ષેના દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ભારત ના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દે નવી દિલ્હી માં આ પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન ને તેમના ફિલ્મ ઉધ્યોગ માં કરેલા ઉત્કૃષ્ટ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

૬૬ માં પુરસ્કારનું આયોજન ૨૩ ડિસેમ્બર ના રોજ દિલ્હી માં કરવામાં આવ્યું હતું. ત્યારે અમિતાભ બચ્ચન બીમાર હોવાને કારણે તે આયોજન માં સામેલ ન થઈ સકયા હતા. ત્યારે રાષ્ટ્રપતિ કોવિન્દે બધાજ રાષ્ટ્રીય પુરસ્કાર ના વિજેતાઓ ને એક સાથે રાષ્ટ્રપતિ ભવન માં આમંત્રિત કર્યા હતા. પુરસ્કાર સમારોહ માં એવું એલાન કરવામાં આવ્યું કે અમિતાભ બચ્ચન ને ડિસેમ્બર એન્ડ માં આ પુરસ્કાર દેવામાં આવશે.

ડિસેમ્બર એન્ડ માં થયેલા આ કાર્યક્રમ માં અમિતાભ બચ્ચન ની સાથે તેમની પત્ની જયા બચ્ચન અને દીકરો અભિષેક પણ હતા.

રાષ્ટ્રપતિને સંબોધન કર્યું અમિતાભે :

પુરસ્કાર મેળવીને અમિતાભ બચ્ચને રાષ્ટ્રપતિ તથા સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર ને ધન્યવાદ આપ્યું અને કહ્યું,

“આ એવોર્ડ ભગવાનની કૃપા, મારા માતા પિતા ના આશીર્વાદ, ફિલ્મ ઉધ્યોગ ના સહયોગીઓ નું સમર્થન અને ભારત ના લોકો નો પ્રેમ છે. જેને લીધે હું આજે તમારી બધાની સામે ઊભો છું. દાદાસાહેબ  ફાળકે  પુરસ્કાર ની  સ્થાપના ને ૫૦ વર્ષ પૂરા થઈ ગયા છે અને એટલાજ સમય થી હું ફિલ્મ જગત માં કામ કરું છું. આ તમારા સૌનો આભારી છું અને આ પુરસ્કાર ને કૃતઘ્નતા થી સ્વીકાર કરું છું.”

તેઓએ આમ કહીને તેમનું સંભોધાન સમાપ્ત કર્યું કે “જ્યારે પુરસ્કાર ની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે મને લાગ્યું કે આ કહવાનો સંકેત છે કે મારો સમય પૂરો થઈ ગયો છે અને મારે હવે ઘરે આરામ કરવાની જરૂર છે. પણ હજી ઘણા કામ બાકી છે અને હું કરીશ. જો ભવિષ્ય માં મને આવા બીજા અવસર મળસે તો હું તમારા બધેનો આભારી રહીશ.” 

 

View this post on Instagram

 

A memory to cherish. #dadasahebphalkeaward #theparentals

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આજ તક માં અભિષેક બચ્ચને તેના ઇનસ્ટાગ્રામ ના અકાઉંટ માં પિતા અમિતાભ સાથેના બે ફોટો શેર કર્યા. એક ફોટો શેર કરતાં તેને લખ્યું કે “મારા માટે પ્રેરણારૂપ, મારા હીરો, દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ જીતવા માટે મુબારખ પપ્પા.અમને બધાને તમારી પર ગર્વ છે, ખૂબ ખૂબ પ્રેમ.”બીજો ફોટો માં અભિષેકે લખી “યાદગાર પળ”.

તમને જણાવીએ કે ભારતીય સિનેમા ના જનક ધૂંડીરાજ ગોવિંદ ફાળકે ના નામ પર આ પુરસ્કાર ની શરૂઆત ૧૯૬૯ માં કરવામાં આવી હતી. આ ઍવોર્ડ ને ભારતીય સિનેમા ના વિકાસ અને વિકાસ માં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે સરકાર દ્વારા સમ્માનિત કરવામાં આવેલ છે. આમાં એક સ્વર્ણ કમળ અને ૧૦ લાખ રૂપિયા નકદ નું પુરસ્કાર સામેલ છે.

 

View this post on Instagram

 

My inspiration. My hero. Congratulations Pa on the Dadasahab Phalke award. We are all so, so proud of you. Love you.

A post shared by Abhishek Bachchan (@bachchan) on


ફિલ્મ જગત ના સદી ના મહાનાયક તરીકે ઓડખાય છે અમિતાભ.

બધાને ખબર જ છે કે ફિલ્મ જગત ના સદી ના મહાનાયક તરીકે ઓડખાતા અમિતાભ બચ્ચન ના પ્રસંસકો માત્ર ભારત માં જ નહીં આખી દુનિયા માં ફેલાયેલા છે.

અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ ની કારકિર્દી ની શરૂઆત “સાત ભારતીય (સાત હિંદુસ્તાની)”  નામની ફિલ્મ થી કરી હતી. અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દી માં ઘણી બધી સુપર હિટ અને યાદગાર ફિલ્મો માં કામ કર્યું છે. પણ તેઓએ પોતાની દીવાર અને શોલે માં પોતાના અભિનય ની એવી છાપ ઊભી કરી છે તેને આજે પણ લોકો ભૂલી શક્યા નથી.

આ ફિલ્મો ને કર્યા પછી અમિતાભ બચ્ચન નું નામ બોલિવૂડ ના હિટ એકટરો માં સામેલ થઈ ગયું હતું. ૬૦ ના દસક માં પોતાના ફિલ્મ ના કરિયર ની શરૂઆત કરવા વાડા બધાજ મોટા સિતારાઓએ મોટા પડદા પરથી રજા લઈ લીધી છે. પણ અમિતાભ બચ્ચને હજી સુધી એવું નથી કર્યું અને પોતાની કોઈ ને કોઈ ફિલ્મો થી એ બધાને આશ્ચર્યચકિત કરી દે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

મે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!