અનુષ્કા જલ્દી જ આ ક્રિકેટર ની બાયો-પીક માં નજર આવશે – પતિના પગલે ચાલી રહેલી એક્ટ્રેસ

બોલીવૂડ માં કોઇને કોઈ ની બાયોપિક બનતી જ હોય છે, આ લીસ્ટ માં હજી એક નામ જોડાવાની ખબર છે આ નામ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની કેપ્ટન ઝૂલન ગોસ્વામી નું. જાણવા મળ્યું છે કે તેમની પણ બાયોપીક બની રહી છે.

અનુષ્કા શર્મા કામ કરવાની છે :

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની પહેલા ની કેપ્ટન અને ઓલરાઉન્ડર ઝૂલન ગોસ્વામી “ચક્દાહ એક્સપ્રેસ” તરીકે ઓળખાય છે.તેઓએ વર્ષ ૨૦૧૮માં પોતાના રીટાયરમેન્ટ ની જાહેરાત કરી હતી.ખબરો અનુસાર ઝુલન ની આ બાયોપિક માં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા માં જોવા મળી શકે છે.

હાલ માં જ જોવા મળી હતી એરપોર્ટ પર :

થોડા દિવસ પહેલા જ અનુષ્કા એરપોર્ટ પર જોવા મળી હતી અને તેના સાદા ફોન ને લઈને ચર્ચા માં પણ રહી હતી અને તેનો આ વિડીયો સોશિયલ મિડિયા માં વાયરલ પણ થયો હતો. એરપોર્ટ થી તે કલકતા ગઈ હોવાનું કહેવામાં આવ્યું છે, ત્યાના ઈડન ગાર્ડનમાં ઝુલન ની બાયોપિક નું શુટિંગ કરવાની છે એવું જાણવા મળ્યું છે.આ સિવાય ઝૂલન પણ શુટિંગ માં હાજર રહેશે એવું જાણવામાં આવ્યું છે.જોકે આ ફિલ્મ નું શુટિંગ ઈડન ગાર્ડન ના ડ્રેસિંગ રૂમ માં કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે અને સાથે જ આ ફિલ્મ નું શુટિંગ માત્ર એક જ દિવસ નું હોઈ શકે છે તેવું પણ જાણવા મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

પહેલા પણ રીલીઝ થઇ ચુકી છે ક્રિકેટર ના જીવન ની બાયોપિક :

ઝુલન ગોસ્વામી ની બાયોપિક ની પહેલા પણ મહેન્દ્રસિંહ ધોની ની બાયોપિક બની ચુકી છે આ ફિલ્મ નું નામ એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી. માહી સિવાય અઝ્હરુદીન ની બાયોપિક “અઝહર” પણ બની ચુકી છે કે જેમાં ઇમરાન હાશ્મીને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

કપિલ દેવ ની બાયોપિક માં જોવા મળશે આ અભિનેતા :

ભારતે જયારે પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો એ વખત ની કપિલ દેવ ના જીવન પર આધારિત ફિલ્મ “૮૩” હમણાં જ રીલીઝ થવાની છે અને તેમાં કપિલ દેવ ની ભૂમિકા રણવીર સિંહ ભજવશે.

સાથે જ કપિલ દેવ ના પત્ની ની ભૂમિકા માં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!