અરમાન મલિકના ગીતો પર પત્ની સાક્ષી સાથે ઝૂમતો નજર આવ્યો માહી – આ વિડીયો થયો વાઈરલ

ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારત ના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે.માહી ની કેપ્ટનશીપ માં ભારત ને એક દિવસીય અને ટી-૨૦ બંને માં જ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે.મહેન્દ્ર સિંહ ધોની જેટલા સક્રિય મેદાન માં જોવા મળે છે, એટલા જ સક્રિય તેઓ સોશિયલ મિડિયા માં પણ નજર આવે છે.ક્રિકેટ ના મેદાન માં તેમની લોકપ્રિયતા ને લીધે તેમની સોશિયલ મીડિયા માં પણ ફોલોવિંગ ખુબ જ વધારે છે.

તેઓ અવાર નવાર સોશિયલ મીડિયા માં પોતાની તસ્વીરો પોસ્ટ કરતા હોય છે, જેના દ્વારા તેમના પ્રસંશકો જાણી શકે છે કે તેમના જીવન માં શું ચાલી રહ્યું છે.

પ્રસંશકો ને મળી રહી છે ઝલક :

બીસીસીઆઈ ના કોન્ટ્રેક્ટ માં મહિન્દ્ર સિંહ ધોની નું નામ ન હોવાને લીધે તેમના પ્રસંશકો એવી અટકળો લગાવી રહ્યા છે કે કદાચ તેઓ સન્યાસ લેવા જઈ રહ્યા છે.પરંતુ સોશિયલ મીડિયા પર ધોની હોવાને લીધે તેમના પ્રસંશકો ને હાશ થઇ છે.કેમકે કઈ નહિ તો સોશિયલ મીડિયા માં તો માહી ને જોવાનો મોકો મળે છે.મેદાન પર પોતાના બેટ અને વિકેટ કીપરીંગ થી તો તેઓએ પોતાના પ્રસંશકો નું ખુબ જ મનોરંજન કર્યું છે, પરંતુ સોશિયલ મિડિયા  માં પણ પોતાના અલગ અંદાજ ને લીધે લોકો નું મનોરંજન કરતા દેખાય રહ્યા હતા.

પહેલા પણ દેખાયા હતા ખાસ અંદાજ માં :

પાછલા થોડા સમય માં ધોની ની રોમાન્ટિક સાઈડ પણ તેમના પ્રસંશકો ને જોવા મળ્યા હતા.થોડા સમય પહેલા તેઓએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો,જેમાં તેઓ “જબ કોઈ બાત બિગાડ જાએ” નામનું ગીત ગાતા દેખાયા હતા.આ ગીત ને તે ખુબ જ રોમાન્ટિક અંદાજ માં ગાય રહ્યા છે અને તેમના પ્રસંશકો પણ આ જોઇને અભિભૂત થઇ ગયા હતા.

મોહિત થઇ ગયા હતા પ્રસંશકો :

તેણે મુકેલા આ વિડીયો ને લોકો હજી ભૂલ્યા ન હતા અને તે વિડીયો ને જ હજી લોકો એ શેર કરવાનું બધ નહોતું કર્યું એવામાં તો ધોની એ પોતાની પત્ની સાક્ષી ની સાથે પોતાનો એક બીજો વિડીયો સોશિયલ મિડિયા માં શેર કર્યો છે, અને આ વિડીયો પણ તેમના પ્રસંશકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

તેણે મુકેલા આ વિડીયો માં પોતે પત્ની સાક્ષી સાથે રોમાન્ટિક મૂળ માં ડાન્સ કરતા જોવા મળ્યા છે.બંને નો આ ડાન્સ તેમની જેમ જ સુંદર છે.એક રોમાન્ટિક ગીત પર બંને હાથ માં હાથ રાખીને ડાન્સ કરી રહ્યા છે.ધોની ના આ રોમાન્ટિક અંદાજ નો વિડીયો જોઇને તેમના પ્રસંશકો ખુબ જ મોહિત થઇ ગયા છે.

અરમાન મલિક ના ગીત પર કર્યો ડાન્સ :

અરમાન મલિક કે જે બોલીવૂડ ના એક પ્રખ્યાત ગાયક છે, તેઓ ફિલ્મ એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી નું ગુટ “કૌન તુઝે યુ પ્યાર કરેગા” ગાતા નજર આવ્યા હતા.તેમની સામે જ સાક્ષી અને ધોની બંને એક બીજા સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા માં સાક્ષી પહેલા પણ ધોની ને લઈને અલગ અલગ પ્રકારના વિડીયો પોસ્ટ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!