અત્યાર સુધીની સૌથી વધુ અધધ આટલી ફી લેશે અક્ષય કુમાર – આ ફિલ્મ સાઈન કરી બધાને પાછળ છોડી દીધા

અક્ષય કુમાર બોલીવૂડ ના એક એવા અભિનેતા છે, જેઓને દરરેક ઉમર ના દર્શકો પસંદ કરે છે.તે દરરેક વખતે પોતાની ફિલ્મો થી લોકો ને આશ્ચર્ય ચકિત કરી દે છે.તેની દરરેક ફિલ્મો નો કન્સેપ્ટ અલગ હોય છે અને તે હમેશા એવા પ્રયાસો કરે છે કે દર્શકો ને કઈક નવું આપી શકે.

હાલ માં જ તેમની બોક્ષ ઓફીસ પર રીલીઝ થયેલી ફિલ્મ “ગુડ ન્યુઝ” ખુબ જ કમાણી કરી રહી છે.અક્ષય ની ફિલ્મ હીટ થવાને લીધે તેમના પ્રસંશકો ખુબ ખુશ છે.

ફોર્બ્સ ની લીસ્ટ માં હતા ચોથા નંબર પર :

થોડા જ સમય પહેલા ફોર્બ્સ ની દુનિયા ના સૌથી વધુ મોંઘા એક્ટર્સ ની લીસ્ટ આપી હતી જેમાં તે ચોથા નંબર પર હતા.અક્ષય આ લીસ્ટ માં ટોપ-૧૦ માં આવવા વાળા એકલાજ ભારતીય હતા. અક્ષય કુમાર એવા અભિનેતા છે કે જે સૌથી વધુ  ફિલ્મો કરવા માટે જાણીતા છે. તે એક વર્ષ માં ત્રણ – ચાર ફિલ્મો કરી જ લે છે. અત્યારે અક્ષય કુમાર રોહિત શેટ્ટી ની આવનારી ફિલ્મ “સૂર્યવંશી” ની શુટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મ માં તેઓની સાથે કેટરીના કૈફ કામ કરી રહી છે.

અનીલ એલ રાય ની ફિલ્મ માં કર્યા સાઈન :

આ સાથે એ ખબર પણ ચાલી રહી છે કે અક્ષય ને નિર્માતા અને નિરદર્શક આનંદ એલ રાય એ પણ પોતાની આવનારી ફિલ્મ માટે સાઈન કર્યા છે.આ ફિલ્મ માં સારા અલી ખાન અને ધનુષ પણ કામ કરવાના છે.

એક પછી એક હીટ ફિલ્મો દઈને અક્ષય કુમાર એ પોતાની ફી વધારી દીધી છે.જણાવી દઈએ કે તેમની કોઈ પણ ફિલ્મ ૧૦૦ કરોડ થી ઓછી કમાણી કરતી નથી.આનંદ એલ રાય ની આવનારી ફિલ્મ માટે પણ અક્ષય કુમારે સારી એવી ફી ની માંગી છે, પણ જો આ સાચું છે તો અક્ષય કુમાર ની અત્યાર સુધી ની સૌથી વધુ ફી હશે.

માંગી આટલી મોટી ફી :

તમને જાણી ને હૈરાની થશે કે ગયા વર્ષે અક્ષય કુમારે એક પછી એક ચાર હીટ ફિલ્મો આપી છે.અત્યારે તેમની પાછળ મોટા મોટા નિર્માતા અને નિર્દેશક ની લાઈન લાગી છે અને તેમને માંગે તેટલી ફી દેવા તૈયાર છે.મીડિયા રિપોર્ટ મુજબ આંનદ એલ રાય ની આવનારી ફિલ્મ માટે અક્ષય કુમારે ૧૨૦ કરોડ રૂપિયા જેટલી ફી માંગી છે. જલ્દી જ ફિલ્મ ની ઘોષણા થઇ જશે.પહેલા ની ખબરો ને માનીએ તો ફિલ્મ ને લવ સ્ટોરી જણાવવામાં આવી રહી છે અને આવનારા કેટલાક મહિના માં તેનું શુટિંગ પણ શરુ થઇ જશે. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!