બહેનો – પાર્લરનો ખર્ચ બચાવવો હોય તો ફક્ત એક અઠવાડીયા સુધી આ ચહેરા પર લગાવો અને જુવો ચમત્કાર

લોકો પોતાના જીવન માં પોતાના શરીર અને ચહેરા ને ખુબ સારો દેખાય એવું ઈચ્છતા હોય છે. એમાં પણ બહેનો તો ખાસ જયારે કોઈ તહેવાર કે કોઈ પ્રસંગ હોય ત્યારે 3 – ૪ કલાક પાર્લર માં કઈ ને કઈ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. આ બધી વસ્તુઓ તે સુંદર દેખાવા માટે કરે છે.

બજાર માં ઘણી બધી એવી વસ્તુઓ મળે છે કે જેને લગાડ્યા પછી લોકો સુંદર દેખાય શકે છે. પરંતુ જો લાંબા સમય માટે જોઈએ તો કેમિકલો થી બનેલ આ બધી વસ્તુઓ શરીર ને ખુબજ નુકસાન કરી શકે છે. 

પણ તમે કદાચ જાણતા જ હશો કે ઘણી એવી કુદરતી વસ્તુઓ છે કે જેના ઉપયોગ થી ચહેરા ની સુંદરતા ને ખુબ જ વધારી શકાય છે. અને તેનો મોટો લાભ એ છે કે આવી વસ્તુઓ કુદરતી હોવાના કારણે નુકસાન કરતી નથી. તો આજે અમે તમને એવો જ એક નુસખ વિશે જણાવીશું કે જેના ઉપયોગ થી ચહેરા ને સુંદર બનાવી શકાય.

કઈ કઈ વસ્તુઓ ની જરૂર પડશે :

આ નુસખા માટે તમારે ત્રણ વસ્તુઓ ની જરૂર પડશે :

૧) હળદર :

આયુર્વેદ પ્રમાણે હળદર એક એવી કુદરતી વસ્તુ છે કે જે સામાન્ય લોહી નીકળવા થી માંડી ને કેન્સર જેવી મોટા માં મોટી બીમારીઓ ના ઈલાજ માં ઉપયોગી છે.હળદર માં કુદરતી એંટી બેક્ટેરીયલ ગુણો હોય છે. એટલે જ જુના જમાના માં લોકો કોઈને પણ ક્યાંક લોહી નીકળ્યું હોય તો તરત જ ત્યાં હળદર દાબી દેતા જેથી લોહી નીકળવાનું બંધ થઇ જાય અને કોઈ ચેપ પણ ન લાગે.

આ નુસખા માટે પહેલી જરૂરી વસ્તુ હળદર છે.

૨) ચણાનો લોટ :

આ નુસખા માટે ની બીજી વસ્તુ છે ચણાનો લોટ કે જેને વેસણ પણ કહી શકાય છે. રોજીંદા જીવન માં વપરાતો આ ચણાનો લોટ ઘણા પ્રકારની ચામડી ની સમસ્યાઓ દુર કરે છે, જેમાં મુખ્ય રૂપ થી ખિલ અને મૃત થઇ ગયેલા કોષ ને દુર કરવું આવે છે.

3) એલોવેરા :

આ નુસખા માટે ની ત્રીજી વસ્તુ છે એલોવેરા જેલ કે જેને કુવારપાઠું અથવા તળપદી ભાષા માં કવાર પણ કહેવાય છે.

આ કુવારપાઠું એ કુદરતી એન્તિસેપ્તિક અને એંટીબાયોટીક છે. આ ૫૦૦૦ વર્ષ જૂની ઔષધી છે. જયારે કોઈ દાઝી ગયું હોય તો એલોવેરા જેલ ચોપડવા થી થોડાક દિવસો માં ફેર પડી જાય છે.

શું છે આ નુસખો ?

આ નુસખા માટે સૌથી પહેલા એક વાટકી માં ૧ ચમચી હળદર અને ૧ ચમચી ચણાનો લોટ લઇ તે બંને ને એકબીજા સાથે મિશ્ર કરો.

આ મિશ્રણ તૈયાર થયા પછી તેમાં એલોવેરા જેલ ઉમેરી અને ફરીથી મિશ્ર કરો. જેથી મિશ્રણ તૈયાર થઇ જશે.

લગવવાની રીત :

આ મિશ્રણ ને તમારા આખા ચહેરા પર લગાવીને લગ ભગ અડધો કલાક સુધી રાખો કે જેથી આ મિશ્રણ તમારા ચહેરા પર સુકાય જશે.

સુકાય ગયા પછી તમારા ચહેરા ને માત્ર સાફ પાણી થી ધોવો. આમ કરવા થી તમને તાજગી નો અહેસાસ થશે.

આ રીતે એક અઠવાડિયા માં બે ત્રણ વખત કરવું જેથી તમારો ચહેરો ખુબજ સારો રહેશે અને સુંદર દેખાશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!