બાળપણમાં બંગળીઓ વેંચવાનું કામ કરતો હતો – આ રીતે પાસ કરી IAS ની પરીક્ષા – આ રીતે કરતો મહેનત

સપના તો દરેક લોકો જોતા હોય છે પણ પોતાના સપનાઓ ને પુરા કરવા બધા લોકોના હાથ ની વાત નથી હોતી.આજે અમે એક એવા માણસ વિશે જણાવવાના છીએ કે જેનું નામ રમેશ ઘોલપ છે. તેઓએ મોટું સપનું જોયું તો ખરા જ પણ તેની સાથે પૂરું પણ કર્યું.રમેશ ઘોલપ નો જન્મ મહારાષ્ટ્ર ના સોલાપુર શહેર માં થયો હતો.જો કોઈ ને જીવન જીવવાની સાચી રીત શીખવી હોય તો આમની પાસેથી શીખી શકાય.

બંગળીઓ વેચીને ચલાવતા હતા ગુજરાન :

રમેશ ના જીવનમાં એક એવો સમય પણ હતો કે જયારે તેઓ પોતાની માતા સાથે બંગળીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને આજના સમયે તે એક આઈએએસ અધિકારી છે.ગરીબી ના દિવસો માં પોતાનું જીવન જીવવા છતાં પણ તેઓએ ક્યારેય હાર ના માની અને હવે યુવાનો માટે એક એવી પ્રેરણા બની ચુક્યા છે કે જેને જોઇને કોઈ પણ પ્રેરણા લઇ શકે છે.

આ રીતે કરી હતી IAS ની તૈયારી :

રમેશ ના પિતાજી એક પંચર ની દુકાન ચલાવતા હતા જેમાંથી ખુબ મુશ્કિલ થી ચાર લોકો નું ગુજરાન ચાલતું હતું.પણ તેઓને શરાબ પુવાની ખરાબ આદત હતી જેને લીધે તેઓને હોસ્પિટલ માં ભરતી કરવા પડ્યા હતા.

આ પછી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે રમેશ ની માતા એ આજુબાજુ ના ગામ માં બંગળીઓ વેચવાનું કામ શરુ કર્યું.

રમેશ અને તેમના ભાઈ બંગળીઓ વેચવા માટે તેમની માતા ની મદદ કરતા હતા.પણ કદાચ નસીબ ને તેમની આનાથી પણ વધુ પરીક્ષા લેવી હશે.આ દરમિયાન રમેશ ના એક પગ માં પોલીયો ની બીમારી થઇ હતી.

રમેશ જે ગામ માં રહેતા હતા ત્યાં માત્ર એક જ પ્રાયમરી શાળા હતી.પોતાનું આગળનું ભણવાનું ચાલુ રાખવા માટે રમેશ પોતાના કાકા પાસે બરસી ચાલ્યા ગયા હતા.

તેઓ એક વાત સારી રીતે જાણતા હતા કે માત્ર ભણવાનું જ તેમના પરિવાર ની ગરીબી ને દુર કરી શકશે.એટલે તેઓ ખુબ મહેનત કરી ને ભણવા લાગ્યા.

રમેશ ભણવામાં ખુબ સારા હતા એટલે તેઓએ પોતાના શિક્ષકો ના દિલ માં પણ પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી હતી.જયારે રમેશ ના પિતાજી નું મૃત્યુ થયું ત્યારે તે પોતાના ૧૨માં ધોરણ ની પરીક્ષા ની તૈયારી કરતા હતા.

અંતિમ યાત્રા માં સામેલ થવા ૨ રૂપિયા પણ ન હતા :

જયારે રમેશ ના પિતાનું મૃત્યુ થયું ત્યારે તેમની પાસે પોતાના પિતા ની અંતિમ યાત્રા માં સામેલ થવા માટે ૨ રૂપિયા પણ ન હતા.

કોઈ રીતે પડોશીઓ ની મદદ થી તેઓ પોતાના પિતાની અંતિમ યાત્રા માં પહોચ્યા.પિતાના મૃત્યુ પછી તેઓની માથે દુખના પર્વતો તૂટી પડ્યા હતા પણ આમ છતાં તેઓએ હાર ન માની અને ૧૨ ની પરીક્ષા માં ૮૮ ટકા લઇ આવ્યા અને ૧૨માં ધોરણ ની પરીક્ષા ઉતીર્ણ કરી.

૧૨માં ધોરણ પછી તેઓએ શિક્ષા માં ડિપ્લોમાં પ્રાપ્ત કર્યું અને ૨૦૦૯માં શિક્ષક બની ગયા.પણ રમેશ ની યાત્રા અહી પૂરી ન થઇ.થોડા દિવસો સુધી શિક્ષક ની નોકરી કર્યા પછી તેઓએ આઈએએસ ની પરીક્ષા ની તૈયારી માં લાગી ગયા.

ખુબ મહેનત કરીને છેલ્લે ૨૦૧૨માં સિવિલ સેવા પરીક્ષા માં ૨૮૭મો રેન્ક હાસેલ કર્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!