બાળપણમાં બિપાશાને “લેડી ગુંડા’ કહેતા – એની નાનપણની આ તસ્વીરો ક્યાંય જોવા નહિ મળે

બોલીવૂડ માં ઘણી એકટ્રેસો આવે છે અને ઘણી ચાલી જાય છે.આમાંથી માત્ર કેટલીક જ હોય છે કે જે ફિલ્મો માંથી નીકળી જાય છે આમ છતાં પણ લોકો ના દિલ અને મગજ માં છવાઈ રહે છે.અભિનેત્રી બિપાશા બાસુ પણ આમાંની એક છે.બિપાસા આજે એક ખુબજ જાણિતી એક્ટ્રેસ છે.જયારે બિપાસા બોલીવૂડ માં આવી હતી ત્યારે તેણે જ બોલીવૂડ ની ફિલ્મો માં બોલ્ડ સીન દેવાની શરૂઆત કરી હતી.

જિસ્મ ફિલ્મ માં બિપાશા એ જોન ની સાથે બોલ્ડ કિસિંગ સીન આપ્યો હતો તે લોકોને આજે પણ યાદ છે.એક જમાનો હતો કે જયારે બિપાશા બોલીવૂડ ની સૌથી સુંદર અને આકર્ષક અભિનેત્રી હતી.લોકો એને જોવા માટે તરસતા હતા.

૧૯૭૮માં જન્મ  થયો હતો બિપાશા નો :

બિપાશા બસુ નો જન્મ ૭ જાન્યુવારી ૧૯૭૮માં ભરત ની રાજધાની દિલ્લી માં થયો હતો.તે મૂળ રૂપ થી એક હિંદુ બંગાળી કુટુંબ માંથી આવે છે.તેના પિતા નું નામ હીરક બસુ છે.તે એક સિવિલ ઈજનેર છે. તેની માતા નું નામ મમતા બસુ છે જે એક ગૃહિણી છે.

બે બહેનો પણ છે પરિવાર માં :

બિપાશા ના પરિવાર માં તેના મમ્મી પપ્પા સિવાય બે બહેનો પણ છે.એ બંને નું નામ બિદિશા અને વિજેતા છે.બિપાશા પોતાની બંને બહેનો માં સૌથી લાડકી છે.

જણાવી દઈએ કે બિપાશા નાનપણ માં ખુબ જાડી હતી.તેનો સ્વભાવ પણ એક દબંગ છોકરી જેવો જ હતો.એટલે જ સ્કુલ માં તેણીને લોકો “લેડી ગુંડા” ના નામે બોલાવતા હતા.જેમ જેમ તે મોટી થઇ તેને પોતાના શરીર પર ધ્યાન દેવા માંડ્યું.તે અત્યારે પણ ફીટનેશ ને લઈને ખુબજ જાગૃત છે.તેણીએ પોતાને ખુબ સ્ટાઈલીશ બનાવી દીધી છે.

મોડેલીંગ કરતી હતી બિપાશા :

બિપાશા પોતાના કરિયર ની શરૂઆત માં મોડેલીંગ કરતી હતી.મોડેલીંગ ની શરૂઆત તેણે ૧૯૯૬માં કોલકતા માં કર્યો હતો.જેના પછી ફિલ્મો માં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી.

અજનબી ફિલ્મ થી કરી હતી એન્ટ્રી :

બિપાશા એ બોલીવૂડ માં એન્ટ્રી અબ્બાસ મસ્તાન ની ફિલ “અજનબી” થી કરી હતી.આ ફિલ્મ માં તેની સાથે અક્ષય કુમાર, બોબી દેઓલ અને કરીના કપૂર હતી.જોકે આખા ભારત માં સાચી ઓળખ બિપાશા ને તેની ૨૦૦૩માં કરેલી ફિલ્મ જિસ્મ થી મળી હતી.

જિસ્મ ફિલ્મ માં તેણીએ જોન અબ્રાહિમ સાથે બોલ્ડ સીન આપ્યા હતા જેને લીધે તે ખુબજ ચર્ચા માં હતી.આ ફિલ્મ પછી બંને એક બીજાની નજીક આવ્યા હતા અને બંને એક બીજા સાથે રિલેશન માં પણ હતા.જોકે પછી બંને નું બ્રેક અપ થઇ ગયું હતું.

કરણ સિંહ ગ્રોવર સાથે કર્યા લગ્ન :

૨૦ એપ્રિલ ૨૦૧૬માં બિપાશા એ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા.આ બંને એ એક સાથે “અલોન” ફિલ્મ માં કામ કર્યું હતું.પછી જ બંને વચ્ચે પ્રેમ થયો હતો.૨૦૧૫માં આવેલી અલોન ફિલ્મ બિપાશા ની મુખ્ય અભિનેત્રી તરીકે ની છેલ્લી ફિલ્મ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!