બેડરૂમ માં એટેચ બાથરૂમ હોય તો આ ૫ કામ કરી લેવા – તકલીફ માં મુકાઈ શકો છો

આજ કાલ ના મોડર્ન જમાનામાં લોકો પોતાના બેડરૂમ માં જ બાથરૂમ અટેચ કરી દેતા હોય છે.એવું એ લોકો કાંતો ઓછી જગ્યા હોવાને લીધે અથવા તો શહેરની સંસ્કૃતિના અસર થી કરે છે. પહેલા ના જમાનામાં લોકો બાથરૂમ ને પોતાના બેડરૂમ થી ખુબ જ દુર રાખતા હતા.જોકે સમય ની સાથે વસ્તુઓ બદલવા લાગી છે.

કોઈ પણ ઘર ના સુખો માં વાસ્તુ શાસ્ત્ર પણ એક ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે.એવામાં વાસ્તુશાસ્ત્ર મુજબ પણ ઘરના બેડરૂમ ની સાથે બાથરૂમ અટેચ ના કરવું જોઈએ. જો તમે આવું કરશો તમે ઘણા બધા નુકસાન થઇ શકે છે.એટલા માટે જો તમે નવું ઘર બનાવો તો બાથરૂમ ને બેડરૂમ ની સાથે અટેચ ના કરતા.પણ જો તમારા ઘર માં પહેલાથી જ બેડરૂમ થી બાથરૂમ અટેચ છે તો પણ ચિંતા ના કરવી.

આજે અમે તમને એવા વાસ્તુ શાસ્ત્ર ના ઉપાયો વિશે જણાવીશું કે જો તમે તમારા ઘરમાં એને અપનાવશો તો બાથરૂમ ના વાસ્તુ દોષ થી બચી જશો.

અરીસો ના લગાવવો : મોટાભાગના લોકો ના બાથરૂમ માં અરીસો લગાવેલો જ હોય છે. એવામાં એ વાતનું ધ્યાન રાખવું કે તમે અરીસા ને બાથરૂમ ના દરવાજા ની સામે ના લગાવવો. એવું કરવાથી બાથરૂમ નો દરવાજો ખુલતાજ અંદર રહેલી ખરાબ ઉર્જા અરીસામાં અથડાઈને બેડરૂમ માં આવી જશે.

બાથરૂમ માં રાખવો મીઠું ભરેલો એક વાટકો :

બાથરૂમ ની અંદર મીઠું ભરેલ એક વાટકો રાખી દેવો.મીઠા ની અંદર એક અલગ પ્રકારની આકર્ષણ શક્તિ હોય છે.એવા માં આ મીઠાના વાટકા ને બાથરૂમ માં રાખવાથી અંદર ની ખરાબ ઉર્જા મીઠું પોતાના માં સમાવી લે છે.જેથી બાથરૂમ માં રહેલી નકારાત્મક ઉર્જા તમારા ઘર માં ન આવે.

સફાઈ સારી રીતે કરવી :

બાથરૂમ ની અંદર સાફ સફાઈ નું ખુબ જ ધ્યાન દેવું. બાથરૂમ ની અંદર રહેલી નકારાત્મક ઉર્જા નું સૌથી મોટી કારણ ગંદગી હોય છે.બાથરૂમ ના નળ, ડોલ અને બાકી બધી વસ્તુઓ ની નિયમિત રીતે સફાઈ કરવી જોઈએ.સાથે જ જમીન અને દરવાજા ને પણ સારી રીતે સાફ કરવા.

આમ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન પણ નહિ થાય અને ઘરમાં પણ નહિ આવે.

બાથરૂમ નો દરવાજો ખુલો ન મુકવો :

જો બાથરૂમ નો ઉપયોગ ના હોય તો તેનો દરવાજો હમેશા બંધ જ રાખવો.જો તેને વધારે સમય સુધી ખુલ્લો રાખવામાં આવશે તો તેમાં રહેલી ખરાબ ઉર્જા બેડરૂમ માં આવી જશે.

આછા રંગની લાદી લગાવવી :

બેડરૂમ ની સાથે અટેચ બાથરૂમ માં હમેશા આછા રંગની લાદી જ લગાવવી. તેનું કારણ એ છે કે ઘાટા રંગની લાદી માં નકરાત્મ ઉર્જા પણ વધારે બંને છે. અને આ નકારાત્મક ઉર્જા તમારા રૂમ ના વાતાવરણ ને બગાડી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!