ભારતની ૫ રોયલ ટ્રેઈન્સ – નવ પરણિત રાજા -મહારાજા જેવું હનીમુન પ્લાન કરી શકે છે આ ટ્રેઈન માં …

ભારત પહેલા સોનાની ચિડિયા તરીકે જાણીતું હતું. જોકે પછી આ દોલત ને અંગ્રેજોએ દ્વારા લૂટી લેવામાં આવી હતી. પરંતુ આજાદી પછી ભારત બીજી વાર ઊભું થયું અને વિકાસવા લાગ્યું. જૂના જમાના ના રાજા મહારાજા ના રહન સહન જેવુ રહન સહન લોકો માં આજે પણ આકર્ષણ નું કેન્દ્ર છે. એવા માં તમે એક દંપતી છો જે હનીમૂન માં રાજા અને રાણી ની જેમ અનુભવ કરવા માગતા હોતો તમે સાચી જગ્યાએ જ છો.

આજે અમે તમને ભારતની એવી જ ટ્રેનો વિશે જણાવીશું જેની સજાવટ, સગવડ અને સુવિધા કોઈ રાજા મહારાજા થી ઓછી નથી. જો તમે તમારા બોરિંગ જીવન થી થાકી ગયા હોતો આવી ટ્રેન માં સફર કરવો તમારા માટે એક ખુબજ સારો જીવન પ્રસંગ બની સકે છે.

૧) મહારાજા એક્સપ્રેસ :

આ ટ્રેન ને દુનિયાની સૌથી ૫ લકઝરી ટ્રેનો માથી એક નો ખિતાબ પણ મડેલ છે. આમાં શાનદાર રૂમ ની સાથે બાર તથા વેઇટર ની સેવાઓ પણ સામેલ છે. આ ટ્રેન ઓક્ટોબર થી એપ્રિલ ની વચ્ચે ચાલે છે. આ ટ્રેન પાંચ અલગ રુટ માં ચાલે છે જેમાં

પહેલો રૂટ : ભારતની વિરાસત જેમાં સામેલ છે-મુંબઈ-અજંતા-ઉદયપુર-બીકાનેર-જયપુર-રણથમભોર-આગ્રા-દિલ્હી.

બીજો રુટ : ભારતના રત્ન જેમાં સામેલ છે-દિલ્હી-આગ્રા-રણથંભોર-જયપુર-દિલ્હી.

ત્રીજો રુટ : ભારતની ચિત્રમાળા જેમાં સામેલ છે-દિલ્હી-જયપુર-રણથંભોર-ફતેહપુર- સિકરી-આફર-ગ્વાલિયર-ઓરછા- ખજુરાહો-વારાણસી-લખનઉ-દિલ્હી.

ચોથો રુટ : ભારત ની ભવ્યતા જેમાં સામેલ છે-આગ્રા-રણથંભોર-જયપુર-બીકાનેર- જોધપુર-ઉદયપુર-બાલાસિનોર-મુંબઈ

પાંચમો રુટ : ભારતીય ખજાના જેમાં સામેલ છે-દિલ્હી-આગ્રા-રણથંભોર-બીકાનેર-દિલ્હી

એક વ્યક્તિ નું ભાડું: ૨ થી ૪ લાખ (અંદાજે)

૨)રોયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ : 

આ લકઝરી ટ્રેન માં તમને જોવા મળસે તાજમહેલ-સિટિ પેલેસ-હવા મહેલ-ખજુરાહો અને અન્ય વસ્તુઓ. આ ટ્રેન જોધપુર, ઉદયપુર,ચિતોરગઢ,સવાઇ માધોપુર,જયપુર-ખજુરાહો-વારાણસી અને આગ્રા જેવા રુટ કવર કરે છે. આમાં સ્પા, રેસ્ટોરન્ટ જેવી ઘણી સુવિધાઓ છે.

એક વ્યક્તિ નું ભાડું: ૪ લાખ (અંદાજે)

૩) ધ ડેક્કન ઓડીસી :

ઓક્ટોમ્બર થી એપ્રિલ ની વચ્ચે ચાલનારી આ ટ્રેન ના ડબ્બા કોઈ રાજા મહારાજના મહેલ થી નબડા નથી. આ ટ્રેન ને ૫ સ્ટાર ની રેટિંગ પણ મળેલી છે. આ ટ્રેન માં પણ સ્પા, રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ પણ સામેલ છે. આ ટ્રેન કુલ ૬ રુટ માં ચાલે છે જે આ પ્રકારે છે:

પહેલો રૂટ : મહારાષ્ટ્ર ભવ્યતા-મુંબઈ-નાસિક-એલોવેરા ની ગુફા-અજંતા ની ગુફા-કોલ્હાપુર-રત્નાગિરી-મુંબઈ 

બીજો રુટ : ઇંડિયન ઓડીસી -દિલ્હી-સવાઇ માધોપુર-આગ્રા-જયપુર-ઉદયપુર-વડોદરા-એલોરા ની ગુફા-મુંબઈ

ત્રીજો રુટ : ગુજરાતનો છુપો ખજાનો-મુંબઈ-વડોદરા-પાલિતાણા-સાષણ ગીર- સોમનાથ -કચ્છ-મોઢેરા-પટના-નાસિક-મુંબઈ 

ચોથો રુટ : ડેક્કન ના રત્ન -મુંબઈ-બીજાપુર-એહોલે- પટ્ટાડકાળ-હમ્પી-હૈદરાબાદ-એલોરા ની ગુફા-અજંતા ની ગુફા-મુંબઈ

પાંચમો રુટ : ભારતીય સાઉથર્ન-મુંબઈ-વડોદરા-ઉદયપુર-જોધપુર-આગ્રા-સવાઇ માધોપુર-જયપુર-દિલ્હી

છઠ્ઠો રુટ : મહારાષ્ટ્ર ની જંગલી પગદંડી-મુંબઈ-ઔરંગાબાદ-રામટેક-ટાડોબા-અજંતા-નાસિક-મુંબઈ 

એક વ્યક્તિ નું ભાડું: ૩ લાખ (અંદાજે)

૪) ગોલ્ડન ચેરીઓટ :

૨૦૧૩ માં આ ટ્રેન ને એશિયા ની સૌથી લકઝરી ટ્રેન નો ખિતાબ મળ્યો હતો. આ ટ્રેન ઓક્ટોબર થી માર્ચ ની વચ્ચે ચાલે છે. આ ટ્રેન ૭ રાત અને ૮ દિવસ સુધી ચાલે છે. આ મુખ્ય રૂપ થી બે રુટ પર ચાલે છે.

પહેલો રુટ : બંગલોર-કાબિની-મૈસૂર-હસ્સન-હમ્પી-બાદામી-ગોવા-બંગલોર

બીજો રુટ : બેંગલોર-ચેન્નઈ-મહાબલીપુર-પૉંડિચેરી-ઠન્જ્વુર-મદુરાઇ-થિરૂવાન્નત્પૂરમ-અલલેપ્પી-કોચી-બેંગલોર.

એક વ્યક્તિ નું ભાડું: ૩ લાખ અને ટૅક્સ (અંદાજે)

૫) ફેયરી ક્વિન એક્ષપ્રેસ :

જો તમે ઓછા ખર્ચ માં એક નાનકડો લકઝરી સફર કરવા ઈચ્છો છો તો તમે 1855 માં બનેલી આ ભારત ની સૌથી જૂની લકઝરી ટ્રેન માં સફર કરવો જોઈએ. આ ટ્રેન માત્ર ઓક્ટોબર થી માર્ચ સુધી જ ચાલે છે. આ મહિના માં પણ તે બીજા અને ચોથા શનિવારે જ ચાલે છે. આમાં તમને માત્ર બેજ જગ્યાઓ અલવર અને સરિસ્કા જોવા મળસે. આ ટ્રેન ની મુસાફરી એક રાત અને બે દિવસ ની જ છે. જે પહેલા બતાવેલી મુસાફરી કરતાં સસ્તી અને નાની છે.

એક વ્યક્તિ નું ભાડું: ૮૬૦૦ અને ટેક્સ (અંદાજે).

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

મે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!