ભાવી પતિ સાથે લગ્ન પહેલા રહેતી હતી સાથે – જયારે માં-બાપે પણ વિરોધ કર્યો ત્યારે…

પહેલા ના જમાનામાં તો લોકો ના લગ્ન થયા પછીજ એક બીજાનો ચહેરો જોવાનો વારો આવતો હતો. જેમાં પોતાની પસંદ સાથે લગ્ન કરવાની વાત તો રેવાજ દયો.ત્યારે છોકરા અને છોકરી બંને ના ઘરના વડીલો જ લગ્ન નું નક્કી કરતા.

જોકે હવે તો અત્યારના જમાનામાં લોકો લગ્ન પહેલા એક બીજાને જુએ પસંદ કરે અને પછી જ લગ્ન કરે છે. અને કેટલાક તો સીધા પ્રેમ લગ્ન જ કરી લે કે છે. પ્રેમ લગ્ન સુધી તો બધું હજી સારું છે. પણ હવે આ લીવ ઇન નો નવો જમાનો ચાલી રહ્યો છે.જોકે મોટા ભાગના લોકો આ વસ્તુ ની વિરુદ્ધમાં છે પણ આમ છતાં કેટલાક લોકો આવું કરે છે.

આજે અમે એક એવીજ એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે પોતાના ભાવી પતિ સાથે લગ્ન પહેલા જ રહેવા લાગી હતી.

કોણ છે આ એક્ટ્રેસ ?

આ વાત છે ટીવી ની એક્ટ્રેસ નેહા પેન્ડ્સે ની.

જોકે હાલમાં જ તેણી એ તેના પરિવાર અને નજીક ના સગા સંબંધીઓની હાજરીમાં શાર્દુલ સાથે લગ્ન કરી લીધા હતા.તેના લગ્ન ની તસવીરો પણ સોશિયલ મિડિયા માં વાયરલ થઇ હતી.

લગ્ન પહેલા જ સાથે રહેતી હતી નેહા :

જોકે બંને નેહા અને શાર્દુલે ગયા ઓગસ્ટ માં જ સગાઇ કરી હતી. પરંતુ બંને એ એવું નક્કી કર્યું હતું કે તેઓ બંને એક બીજાની સાથે લગ્ન પહેલા થીજ રહેશે અને પછી જ લગ્ન કરશે.

આ માટે નેહા એ પોતાના ભાવી પતિ શાર્દુલ સાથે લગ્ન કર્યા પહેલા જ રહેતી હતી.

લગ્ન પહેલા હતા નેહા ના ત્રણ અફેયર :

નેહા એ પોતે જ તેના એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે લગ્ન પહેલા જ તે ત્રણ અલગ અલગ લોકો સાથે રિલેશનશીપ માં હતી પણ એ ત્રણેય રિલેશનશીપ કોઈ ને કોઈ કારણોસર તૂટી ગઈ હતી.

બે દીકરીઓ છે શાર્દુલ ને :

જણાવી દઈએ કે નેહા સાથે લગ્ન થયા પહેલા શાર્દુલ ના બે લગ્નો પણ થઇ ગયા હતા. અને આ બંને પત્નીઓ થી તેને એક એક દીકરી પણ છે.

લગ્ન થયા હતા મરાઠી રીવાજો પ્રમાણે :

હમણાં જ થયેલા આ લગ્ન માં નેહા એક મરાઠી દુલ્હન બની હતી અને દુલ્હન ના રૂપ માં તે ઘણી સુંદર લાગી રહી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!