ક્યારેય દારૂને હાથ પણ નથી લગાડ્યો મુકેશ અંબાણીએ – ૧૨ પર્સનલ વાતો વાંચો આ ગુજરાતી ભાયડાની

રિલાઈન્સ ના માલિક મુકેશ અંબાણી ભારત ના સૌથી અમીર વ્યક્તિ છે.બધા જ વેપારીઓ તેને જ પોતાની પ્રેરણા માને છે.આખા દેશ માં તેનો વેપાર સૌથી વધુ ચાલે છે.એવા માં શું તમે ક્યારેય એ જાણવા નો પ્રયત્ન કર્યો છે, કે અંગત જીવન માં મુકેશ અંબાણી કેવા વ્યક્તિ છે? આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

પહેલી ખાસિયત :

મુકેશ અંબાણી નો જન્મ એક નીચા માધ્યમ વર્ગ ના પરિવાર માં થયો હતો.તે મુંબઈ ના ભૂલેશ્વર માં બે બેડરૂમ અપાર્ટમેન્ટ માં રહેતા હતા.પોતાની જવાની ના દિવસો માં તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ માં પ્રવાસ કરતા હતા.તેઓને પોકેટ મની પણ ખુબ ઓછી મળતી હતી.

બીજી ખાસિયત :

એ તો બધાજ જાણે છે કે મુકેશ અંબાની આઈપી એલ ની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ના માલિક છે,પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના સ્કુલ ના દિવસો માં તેઓને હોકી રમવા નો ખુબ શોખ હતો.આ કારણે તેઓનું ભણવામાં મન લાગતું ન હતું.

ત્રીજી ખાસિયત :

ભારત ના મોટા બીઝનેસમેન આદી ગોદરેજ અને આનંદ મહિન્દ્ર સ્કુલ માં મુકેશ અંબાણી ની સાથે ભણતા હતા.આ બંને મુકેશ ના ખાસ મિત્રો હતા.કદાચ આ જ કારણ છે કે આ ત્રણેય સાચી સંગત અને વિચારો ને લીધે ભારત ના મોટા બીઝનેસમેન ની લીસ્ટ માં સામેલ છે.

ચોથી ખાસિયત :

મુકેશ અંબાણી ની પાસે પૈસા ની કઈ કમી નથી આમ છતાં તેઓએ દારૂ ને ક્યારેય હાથ લગાડ્યો નથી.આની સાથે જ તેઓ શુદ્ધ શાકાહારી પણ છે.મુકેશ નો પ્રિય ખોરાક દાળ રોટલી અને ભાત જ છે.

પાંચમી ખાસિયત :

મુકેશજી એ કેલીફોર્નીયા ની સ્ટેન્ડફોર્ડ યુનીવર્સીટી માંથી એમબીએ કરી રહ્યા હતા.૧૯૮૦માં તેઓએ આ ભણતર ને વચ્ચે થી એટલે છોડી દીધું કેમકે તેઓ પોતાના પિતા ધીરુભાઈ અંબાણી ની પોલીએસ્ટર ફિલામેન્ટ યાર્ન ના મેનુંફેક્ચરીંગ યુનિટ માં કામ કરવા ઈચ્છતા હતા.

છઠ્ઠી ખાસિયત :

અંબાની ને ગાડીઓ નો ખુબ જ શોખ છે, સુત્રો થી જાણવા મળ્યું છે કે તેમની પાસે ૧૬૮ ગાડીઓ નું કલેક્શન છે.એમાં લાખો કરોડો ની કિમત વાળી લક્ઝરી કાર જેવી કે BMW 760LI Mercedes-Maybach Benz S660 Guard, Aston Martin Rapide, Rolls Royce Phantom and Bentley Continental Flying Spur વગેરે સામેલ છે.

સાતમી ખાસિયત :

દક્ષીણ મુંબઈ માં સ્થિત અંબાણી અન્ટીલા નામનું ઘર દુનિયા ની સૌથી મોંઘી રેસીડેન્ટલ સંપતિ છે.આ મકાન માં ૨૭ માળ છે અને ૬૦૦ લોકો નો સ્ટાફ છે.

આઠમી ખાસિયત :

મુકેશ ભારત ના એકમાત્ર એવા બીઝનેસમેન છે કે જેમની પાસે Z-કેટેગરી ની સુરક્ષા ઉપલબ્ધ છે.તે હમેશા એક લો પ્રોફાઈલ મેઇનટેન કરીને જ ચાલતા હોય છે.વધારે પૂરતા તેઓને સફેદ શર્ટ અને કાળા રંગના પેન્ટ માં જ જોવા મળે છે.તેઓને બ્રાન્ડેડ કપડા પહેરવાનો કોઈ શોખ નથી.

નવમી ખાસિયત :

મુકેશ અંબાણી ને પોતાનો જન્મદિવસ મનાવવો ગમતો નથી.તેઓએ પોતાનો ૫૦ મો જન્મદિવસ માત્ર તેના પરિવાર ના દબાવ ને લીધેજ મનાવ્યો હતો.

દશમી ખાસિયત :

એશિયા ના સૌથી પૈસાદાર માણસ નો ટેગ મેળવવા વાળા મુકેશ અંબાણી ના ઘર નું નામ “મુક્કું” છે.

અગિયારમી ખાસિયત :

૨૦૧૭ની રીપોર્ટ મુજબ રિલાયંસ ભારત ની કુલ ટેક્ષ ના ૫ ટકા આપે છે.૨૦૧૭માં તેમની કંપની ની કુલ કિમત ૧૧૦ બિલિયન ડોલર હતી.

બારમી ખાસિયત :

મુકેશ અંબાણી પાસે પોતાની ખુદ ની કસ્ટમાઈઝ્ડ વૈનીટી વેન છે, જેની કિમત અંદાજે ૨૫ કરોડ રૂપિયા છે.  

તો તમને આમાંથી મુકેશ અંબાણી ની કઈ ખાસિયત પસંદ આવી?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!