બોલીવુડની આ ફ્લોપ એક્ટ્રેસ સ્કુલમાં ટોપર હતી – આ વિષયમાં ગોલ્ડ મેડલ પણ મળેલુ

બોલીવૂડ માં ઘણી બધી એકટ્રેસો આવે છે અને એમાં થી કેટલીક તેમાં સફળ થઇ ને પોતાનું નામ બનાવી લે છે. પણ ઘણી એવી પણ છે જે એક ફ્લોપ એક્ટ્રેસ રહી જાય છે.એમાંની જ એક એક્ટ્રેસ કે જે સ્કુલ માં ટોપર હતી એના વિશે આજે તમને જણાવીશું.

જાણો આ છે આ ફ્લોપ એક્ટ્રેસ :

અમીષા પટેલે તેના ફિલ્મ ના કરિયર ની શરૂઆત “કહો ના પ્યાર હૈ” નામના ફિલ્મ થી કરી હતી.આ ફિલ્મ સુપરહિટ થઇ ગઈ હતી એના પછી તેણી “ગદર એક પ્રેમ કથા” નામની ફિલ્મ માં જોવા મળી હતી. આ ફિલ્મ પણ સુપર હિટ થઇ ગઈ હતી.એના પછી તેણીએ “હમરાઝ” ફિલ્મ કરી હતી જેમાં દર્શકો એ તેણીના વખાણ કાર્ય હતા.

પણ તેના પછી તેના કરિયર નો સુર્ય ડૂબવા લાગ્યો. સુંદર અને પ્રતિભાશાળી હોવા છતાં તેને કોઈ ફિલ્મ મળતી ન હતી.ત્યારે તેણીએ “આપ મુજે અચ્છે લગને લગે” , “સુનો સસુર જી” ,”તથાસ્તુ”,”થોડા પ્યાર થોડા મેજિક”,”ભૂલ ભુલૈયા”, “રન ભોલા રન” જેવી ફિલ્મો માં કામ કર્યું પણ આ બધી ફિલ્મો બહુ ખાસ કામ ન કરી શકી.જોકે ફ્લોપ ફિલ્મો હોવા છતાં પણ અમીષા પટેલ બોલીવૂડ ની જાણિતી અભિનેત્રીઓ માં સામેલ છે.

પિતા પર જ લગાવ્યો હતો આરોપ :

તમને જાણીને ને આશ્ચર્ય થશે કે પ્રસિદ્ધ અને સફળ હોવા છતાં અમીષા એ પોતાના ઘરના સભ્યો પર જ માનસિક પ્રતાડના અને ખાતા માં પૈસા ની હેર ફેરી કરવાનો આરોપ લગાડ્યો હતો.

અમીષા એ પોતાના પિતા પર જ ૧૨ કરોડ રૂપિયા નો ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો હતો.તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેણીના પોતાના પિતા એ તેની જાણ વગર તેના ખાતા માંથી ૧૨ કરોડ રૂપિયા કાઢી લીધા હતા.

ઇકોનોમિકસ માં મળ્યું છે ગોલ્ડ મેડલ :

જોકે વ્યવસાયિક રીતે તે સફળ ન હતી પણ જો તેના અંગત જીવન ની વાત કરીએ તો તે ભણવામાં ખુબજ હોશિયાર હતી.તે પોતાના સ્કુલ ના દિવસો થી જ હોનહાર વિદ્યાર્થીની હતી.તે ક્લાસ ની ટોપર હતી.એટલુજ નહિ પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે અમીષા પટેલ ઇકોનોમિકસ ની ગોલ્ડ મેદાલીસ્ત છે.

આના સિવાય તે જેનેટિક એન્જીનીયર પણ રહી ચુકી છે.બોલીવૂડ ના સિતારો વિશે લોકો નું એ માનવું છે કે તેઓ વધારે ભણેલા હોતા નથી.પરંતુ આ ધારણા ખોટી છે.

૪૩ ની ઉમર માં પણ છે કુવારી :

આજે અમીષા પટેલ ની ઉમર ૪૦ ને પ્ર થઇ ચુકી છે એમ છતાં તે આજે પણ કુવારી છે. અમીષા પટેલ લગ્ન કરેલા ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ ની સાથે પોતાના અફેર ના લઈને પણ ચર્ચા માં રહી ચુકી હતી.

આ વાત તેણીના ઘરના સભ્યો ને પસંદ ન હતી કે તે કોઈ લગ્ન કરેલા વ્યક્તિ સાથે સંબંધ રાખે.પણ અમીષા ને પોતાના અંગત જીવન માં ઘર ના સભ્યો ની દખલગીરી પસંદ નથી.જેથી તેણી પોતાના ઘર ના સભ્યો નું માનતી ન હતી એટલે તેણીને તેની માતા એ ઘરે થી કાઢી મૂકી હતી. એટલે હવે તે એકલીજ રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!