બોલીવૂડ ની આ હિરોઇન્સ બાઈક ચલાવવાની છે શોખીન – છોકરાઓને પાછળ છોડી દે છે

બાઈક્સ અને ગાડી નો શોખ કોને ના હોય.ખુબ ઓછા એવા લોકો હોય છે કે જેને બાઈક કે ગાડી ચલાવવા નો શોખ નથી હોતો.ફિલ્મો માં ઘણી વાર એકટરો પોતાના બાઈક કે ગાડી ના સ્ટંટ કરતા જોવા મળે છે.પણ તમને જાણીને ને આશ્ચર્ય થશે કે બોલીવૂડ માં ઘણી અભિનેત્રીઓ પણ છે કે જે બાઈક ચલાવવાની શોખીન છે.

આજે અમે તમને આવી જ બોલીવૂડ ની ઘણી અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જે બાઈક ચલાવવાની એવી શોખીન છે કે તે છોકરાઓને પણ પાછળ રાખી દે છે.

પ્રિયંકા ચોપડા :

એવી અભિનેત્રીઓ કે જે બાઈક ચલાવવાની ખુબ શોખીન છે એમાં પહેલું નામ પ્રિયંકા ચોપડા નું છે.

પ્રિયંકા ચોપડા બોલીવૂડ ની જાણિતી તથા હવે તો આંતરરાષ્ટ્રીય સ્ટાર પણ છે.કેમકે તે હોલીવૂડ ની ઘણી સીરીઝ અને ફિલ્મો માં નજરે આવી ચુકી છે.ગયા વર્ષે જ જોધપુર ના ઉમેદ ભવન માં પ્રિયંકા અને નિક જોન્સ ના લગ્ન થયા હતા.

કરીના કપૂર :

કરીના કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા માં ચર્ચા માં હોય છે.ક્યારેક તેની ફીટનેસ ને લીધે તો ક્યારેક તેની ફિલ્મો ને લીધે તે ચર્ચા માં હોય છે.કરીના પોતાના લુક માં અવાર નવાર બદલાવ કરતી રહે છે. ઘણી બધી છોકરીઓ તેના લુક ને ફોલો કરે છે.

જણાવી દઈએ કે કરીના કપૂર પણ બાઈક ચલવવા ની ખુબ શોખીન છે. તે ફિલ્મ “થ્રી ઇડીયટ” માં તો સ્કુટર ચલાવતા જોવા મળી હતી.

શ્રદ્ધા કપૂર :

શ્રદ્ધા કપૂર નું નામ પણ આ લીસ્ટ માં સામેલ છે. આજના યુવાઓ માં શ્રદ્ધા કપૂર નો ખુબજ ક્રેઝ છે.શ્રદ્ધા કપૂર ફિલ્મો સિવાય પોતાની રિલેશન શીપ ને લઈને પણ ચર્ચા માં રહે છે.આના સિવાય તે બાઈક ચલાવવાની પણ ખુબજ શોખીન છે.ઘણી વાર તે રસ્તાઓ પર બાઈક ચલાવતી જોવા પણ મળી છે.

અનુષ્કા શર્મા :

જોકે હમણાં તો અનુષ્કા ફિલ્મો થી દુર છે પણ તે આજે પણ ફિલ્મ જગત ની ટોપ ની અભિનેત્રી છે.તમે તેની ફિલ્મ “રબ ને બના ડી જોડી” માં તેને ઘણા ખતરનાક સ્ટંટ કરતા જોઈ હશે.આતો ફિલ્મ ની વાત છે પણ અનુષ્કા માત્ર ફિલ્મો માં જ નહિ પરંતુ સાચેજ બાઈક ચલાવવા માં માહેર છે.

કેટરીના કેફ :

કેટરીના કેફ નું નામ પણ આ લીસ્ટ માં છે. કેટરીના કેફ દુનિયા ની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રીઓ માં ની એક છે.કેટરીના ને બોલીવૂડ માં મોટો બ્રેક સલમાન ખાને આપ્યો હતો.જોકે કેટરીના કાર ચલાવવા ની પણ શોખીન છે પણ તેણીને કાર ચલાવવા કરતા પણ વધારે મજા બાઈક ચલાવવા માં આવે છે.

તો આ હતી બોલીવૂડ ની હિરોઇન્સ કે જે બાઈક ચલાવવાની ખુબ શોખીન છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!