બોલીવુડની આ માં-દીકરીની જોડી બીજાથી તદન વિપરીત છે – એક હીટ તો બીજી સુપર ફ્લોપ

“જેવી માં એવી દીકરી” આ કહેવત તમે લોકો એ ઘણી વાર સાંભળી હશે.કેવાય છે કે એક માં ના બધા જ ગુણ તેની દિકરી માં હોય છે.આ વાત મોટા ભાગે સાચી જ છે.પણ જયારે વાત હુનર ની આવે છે, તો આ વાત સાચી જ હોય તેવું જરૂરી નથી.હવે તમે બોલીવૂડ ની કેટલીક માં દીકરીઓ ની જોડીઓ ને જોઈએ તો તેમના માંથી કોઈક હીટ રહી તો કોઈક ફ્લોપ રહી છે.

આજે અમે તમને બોલીવૂડ ની હીટ અને ફ્લોપ માં દીકરીઓ ની જોડી વિશે જ જણાવવાના છીએ.

તનુજા મુખર્જી, કાજોલ અને તનીષા :

તનુજા તેના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી હતી.તેઓએ પોતાના કરિયર માં ઘણી હીટ ફિલ્મો કરી હતી.તનુજા ની મોટી દીકરી કાજોલ નો પણ આ જ હાલ છે.કાજોલ ૯૦ ના દશક ની ટોપ ની અભિનેત્રીઓ માં સામેલ હતી.

જોકે આજે પણ કાજોલ નું નામ બોલીવૂડ માં ઘણું મોટું છે.બીજી બાજુ તનુજા ની નાની દીકરી તનીષા મુખર્જી બોલીવૂડ માં કઈ ખાસ કમાલ કરી શકી નથી.આજ કારણે તે ફિલ્મ જગત થી દુર જ રહે છે.

અમૃતા સિંહ અને સારા અલી ખાન :

અમૃતા સિંહ પોતાના જમાનામાં ખુબ જ પ્રખ્યાત એક્ટ્રેસ હતી.તેમની એક્ટિંગ ખુબ જ સારી હતી.આમ તો તે પોતાના કરિયર માં સારું કામ જ કરી રહ્યા હતા પણ સૈફ અલી ખાન સાથે લગ્ન પછી તેનું કરિયર પૂરું થઇ ગયું છે.

અમૃતા ની દીકરી સારા અલી ખાન તો અત્યારે બોલીવૂડ માં ધમાલ મચાવી રહી છે.તેની બંને ફિલ્મો કેદારનાથ અને સિમ્બા હીટ રહી હતી.

હેમા માલિની અને ઈશા દેઓલ :

હેમા માલિની ને બોલીવૂડ ની ડ્રીમ ગર્લ કહેવામાં આવે છે.તે પોતાના સમય માં સુપરસ્ટાર રહી હતી.હેમા ની એક્ટિંગ સ્કીલ આજ સુધી સારી છે.પણ હેમા ની દિકરી ઈશા નો હાલ થોડો ખરાબ થઇ રહ્યો છે.તેણીએ બસ એક “ધૂમ” ફિલ્મ સિવાય કોઈ પણ હીટ ફિલ્મ આપી નથી.

ડિમ્પલ કપાડિયા અને ટ્વિન્કલ, રીન્કલ ખન્ના :

ડિમ્પલ એ ખુબ ઓછી ઉમર થી જ ફિલ્મો માં કામ કરવાનું શરુ કરી દીધું હતું.તે પણ બોલીવૂડ માં ખુબ જાણિતી થઇ ગઈ હતી.તેની દિકરી ટ્વિન્કલ ખન્ના નું બોલીવૂડ માં કરિયર ઠીક ઠીક રહ્યું હતું.અત્યારે તો તે ફિલ્મ પ્રોડ્યુસર છે.

ડિમ્પલ અને રાજેશ ખન્ના ની બીજી દીકરી રિન્કલ તો ફિલ્મ જગત માં ફ્લોપ જ છે.

સોની રાઝદાન અને આલિયા ભટ્ટ :

મહેશ ભટ્ટ ની બીજી પત્ની સોની રાઝદાન એક મોડેલ અને એક્ટ્રેસ હતી.જોકે બોલીવૂડ માં તે કઈ ખાસ કામ કરી શકી ન હતી.પણ તેની દીકરી આલિયા એ જયારે ફિલ્મ જગત માં એન્ટ્રી કરી ત્યારે તેણીએ ધૂમ મચાવી દીધી.અત્યારે આલિયા ભટ્ટ બોલીવૂડ ની “એ” લીસ્ટ ની એક્ટ્રેસ માં સામેલ છે.

શર્મિલા ટૈગોર અને સોહા અલી ખાન :

શર્મિલા ટૈગોર એ પોતાના જમાના માં બોક્સ ઓફીસ પર ઘણી હીટ ફિલ્મો આપી હતી.પરંતુ તેની દીકરી સોહા અલી ખાન બોલીવૂડ માં કઈ ખાસ કમાલ કરી શકી નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!