બોયફ્રેન્ડ રણબીર કપૂરને મળવા આ લુકમાં પહોંચી આલિયા – બીજી તસ્વીરોમાં બિન્દાસ લુક જોવા જેવો છે

આલિયા ભટ્ટ ને બોલીવૂડ ની સૌથી ક્યુટ એક્ટ્રેસ પણ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ ન થાય.અને બોલીવૂડ ના સૌથી હેંડસમ એક્ટર નો ખિતાબ રણબીર કપૂર ને દઈ શકાય છે.રણબીર અને આલિયા છેલ્લા ઘણા મહિના થી એક બીજા ની સાથે ઘણી વાર જોવા મળી રહ્યા છે.એવા માં મોટા ભાગના લોકો એવુજ કહે છે કે એ બંને પ્રેમી પંખીડા છે.

મીડિયા માં તો બંને ના લગ્ન ની ખબરો પણ ચાલી રહિ છે.હવે રણબીર અને આલિયા ક્યારે અને કઈ જગ્યાએ લગ્ન કરશે એ તો કોઈ ના કહી શકે પણ એક વાત તો છે કે બંને વચ્ચે કઈક ચાલી તો રહ્યું જ છે.

બ્રહ્માસ્ત્ર ફિલ્મ ની શુટિંગ થી આવ્યા નજીક :

આલિયા અને રણબીર એક બીજાની વધારે નજીક ત્યારે આવ્યા કે જયારે તે બ્રહ્માસ્ત્ર ફિલ્મ ની શુટિંગ કરી રહ્યા હતા.આ દરમિયાન આ બંને ને ઘણા પ્રસંગો અને એવોર્ડ શો માં એક સાથે જોવામાં આવ્યા હતા.ત્યાં સુધી કે આફ્રિકા માં એ બંને વેકેશન મનાવતા પણ સાથે નજર આવ્યા હતા. એટલુજ નહિ આ બનેના કુટુંબ ના લોકો પણ એક બીજા ની નજીક આવી ગયા છે.

રણબીર ને આલિયા ના ઘરે જોવા માં આવ્યા હતા.અને આલિયા પણ રણબીર અને તેના કુટુંબ ની ખુબ નજીક છે.

રણબીર ના ઘરની બહાર આ લુક માં દેખાઈ હતી આલિયા :

હમણા જ આલિયા ભટ્ટ તેના કહેવાતા બોયફ્રેન્ડ રણબીર કપૂર ના ઘર ની બહાર જોવા મળી હતી.આ દરમિયાન આલિયા એ બ્લુ રંગનું ડેનીમ જીન્સ પહેર્યું હતું અને સાથે જ સફેદ રંગનું સ્કીન ફીટ ટોપ પહેર્યું હતું અને મેચિંગ રંગનું ક્રોપ જેકેટ પહેર્યું હતું.પોતાના આ લુક માં તે ખુબજ બિન્દાસ્ત લાગી રહી હતી.

આવનારી ફિલ્મ ને લઈને પણ છે ચર્ચા માં છે :

હમણાં ના દિવસો માં આલિયા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ની ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી” ને લઈને પણ ખુબજ ચર્ચા માં છે.આ ફિલ્મ નું પોસ્ટર પણ રીલીઝ થઇ ચુક્યું છે.તેની આ ફિલ્મ માં આલિયા એક અલગ જ લુક માં જોવા મળી રહી છે.આલિયા એ ખુબ ઓછા સમય માં જ સારી લોકપ્રિયતા હાસેલ કરી લીધી છે.

તેની ગણતરી હવે બોલીવૂડ ની “એ” લીસ્ટ ની અભિનેત્રીઓ માં થઇ રહી છે.આલિયા એ પોતાના કરિયર માં ઘણી હીટ ફિલ્મો કરી છે અને તેની આવનારી ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી” માં તેનો લુક જોઇને એવું લાગે છે કે તેની આ ફિલ્મ પણ જબરજસ્ત રહેશે.

પિતાની ફિલ્મ માં પણ કામ કરી રહી છે :

ગંગુબાઈ કાઠીયાવાડી સિવાય આલિયા તેના પિતા મહેશ ભટ્ટ ની ફિલ્મ “સડક ૨” માં પણ કામ કરી રહી છે.આ ફિલ્મ માં તેની સાથે આદિત્ય રોય કપૂર, પૂજા ભટ્ટ અને સંજય દત મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.આ સિવાય આલિયા કારણ જોહર ની ફિલ્મ “તખ્ત” પણ કરી રહી છે. આં ફિલ્મ માં તેની સાથે કરીના કપૂર ખાન, રણવીર સિંહ, જાહ્નવી કપૂર અને વિકી કૌશલ પણ સામેલ છે.

બ્રહ્માસ્ત્ર ફિલ્મ માં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, મોની રોય અને નાગાર્જુન જેવા મોટા સ્ટાર પણ સામેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!