ચા-કોફી ને લઈને દિશા પટ્ટણી અને અનીલ કપૂર વચ્ચે આ બહેશ થઇ – જોઈએ કોણ જીતે છે

ચા અને કોફી ની સાથે તમે ક્યારેક તમારા દિલ ની વાત અને દોસ્તો ની સાથે મસ્તી કરી હશે. પણ શું તમે જાણો છો કે ચા-કોફી પર માત્ર આપણે જ નહિ પણ બોલીવૂડ ના સ્ટાર્સ પણ પોતાના દિલ ની વાતો શેર કરતા હોય છે.આવો જાણીએ શું થાય છે એમની વચ્ચે.

દિશા પટ્ટણી ચા ની દીવાની :

ફિલ્મ મલંગ ના બે કલાકારો ચા અને કોફી ને લઈને સોશિયલ મિડીયા પર જંગ ચાલુ થઇ ગઈ છે, પણ હવે જોવાનું એ છે કે આ બંને માંથી કોની જીત તય છે.બોલીવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ ની જેમ જ દિશા પટ્ટણી પણ ચા ની દીવાની છે.

આ વાત નો ખુલાસો ત્યારે થયો જયારે થોડા દિવસો પહેલા દિશા પટ્ટણી એ પોતાના સોશિયલ મિડીયા પર એક વિડીયો શેર કર્યો જેમાં એ ચા ની ચૂસકી લેતી નજરે ચડે છે અને તેના ફાયદાઓ જણાવતી જોવા મળે છે.

આ વિડીયો માં ચાર લોકો છે કે જેમના હાથ માં ચા નો કપ છે અને જેઓ ચા પિતા પિતા પોતાનું જ્ઞાન આપી રહ્યા હતા.આ દરમિયાન કોઈએ ચા ને પોતાની આદત તો કોઈએ ચા ને પોતાની જરૂરિયાત કહ્યું હતું.આ વિડીયો માં બોલીવૂડ ની સેન્શેશન અને બાગી ગર્લ દિશા પટ્ટણી એ જણાવ્યું કે તેને ચા પીવી તેના માટે એક મજા છે અને તે ચા પીવાની આ મજા ખુબ સારી રીતે માણે છે.એટલું જ નહિ તેને પોતાના પ્રસંશકો ને આ વિડીયો ને શેર કરવા પણ કહ્યું.

અનીલ કપૂર ને પસંદ છે કોફી :

 

View this post on Instagram

 

But first Coffee ☕️ ‬ @dishapatani this ones for you! #Malang

A post shared by anilskapoor (@anilskapoor) on

બોલીવૂડ ના એવરગ્રીન એક્ટર અનીલ કપૂર આજે પણ કોઈ નવા એક્ટર ને સ્ક્રીન પર ટક્કર દઈ શકે છે.ખાસ વાત એ છે કે તેના એક્ટીવ હોવાનું કારણ પણ જાણવા મળી ગયું છે.અનીલ કપૂર પણ ફિલ્મ મલંગ માં જોવા મળશે.અનીલ કપૂર એ દિશા પટ્ટણી ને જવાબ દેતા પોતાની ટીમ સાથે એક વિડીયો બનાવ્યો છે જેમાં તેઓ કોફી ના વખાણ કરી રહ્યા છે.

દિશા ને અનીલ નો જવાબ :

વિડીયો માં સામેલ અનીલ ની ટીમના ઘણા સદસ્યો એ કોફી પીવાને તેનો નશો ગણાવ્યો છે અને કેટલાકે તેને એક મજા ગણાવી છે.એક વ્યક્તિ એ કોફી પીવાને પોતાની આદત કહી.અને અનીલ કપૂર માટે કોફી પીવી એક જરૂરત છે.

પ્રમોશન માટે ગોતી એક અલગ જ રીત :

મલંગ ફિલ્મ ના પ્રમોશન માટે આ એક ખુબ સારી રીત શોધી કાઢી છે.આદિત્ય રોય કપૂર, દિશા પટ્ટણી,અનીલ કપૂર અને કૃણાલ ખેમુ આ ફિલ્મ માં સાથે કામ કરવાના છે.આ ફિલ્મ ૭ ફેબૃવારીએ રીલીઝ થવાની છે.આ ફિલ્મના પ્રમોશન માટે દિશા પટ્ટણી અને તેની ટીમે ખુબ સારી રીત શોધી કાઢી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!