ચાલુ સંસદમાં બાળકને દૂધ પીવળાવતા સ્પીકરની તસ્વીરોએ લોકોને ભાવુક કર્યા – જોવો બધી ફોટો

સમાન્ય રીતે લોકો વિચારતા હોય છે કે સંતાનો આવ્યા પછી તેઓના માતા પિતા બનવાને લીધે તેમના કામ પર એ વાત ની અસર થસે. એ વિચારને લીધે લોકો સંતાનો ને જન્મ આપવામાં ખુદ મોડુ કરી દે છે. પરંતુ એવું નથી કે માતા પિતા બન્યા પછી બધુજ પૂરું થઈ જાય છે. તમને માતા પિતા બન્યા પછી પણ તમારા કામ અને કારકિર્દી પર ધ્યાન આપી સકો છો. માત્ર તમારે તમારા પ્રોફેશનલ જીવન અને અંગત જીવન વચ્ચે તાલ મેલ બેસાડવો પડસે. જો તમે એ બધુ કરવામાં સફળ થઈ જાસો તો તમને ફેર નહીં પડે કે તમારી નોકરી શું છે અને સાથે જ તમારા સંતાન ની જવાબદારી પણ સંભાડી સકો છો.

જોકે આ કામ માં કંપનીઓ અને સરકારે પણ આધુનિક વિચાર રાખવો પડસે અને માતા પિતાને કામ ની સાથે તેમના બાળકો ને પણ સાથે લઈ આવવાની મંજૂરી આપવી પડશે.

આ વાત નું તાજું ઉદાહરણ હાલમાં જ ન્યૂજીલેન્ડ ની સંસદ માં જોવા મળ્યું. હમણાં એક તસવીર ઇન્ટરનેટ પર ખુબજ પ્રચારિત થઈ રહી છે, જેમાં સંસદ ના વક્તા કામ ની સાથે સંસદ માં જ એક બાળક ને પોતાના ખોળા માં રાખી ને દૂધ પીવડાવતા જોવા મડે છે. વાત એ થઈ કે સાંસદ Tamati Coffey સદન માં જ પોતાના પુત્ર Tutanekai Smith-Coffey ની સાથે આવ્યા હતા.

તેમણે એક વક્તવ્ય આપવાની સાથે બધાને સંબોધિત કરવાના હતા. એવા માં તેમના બાળક ની જવાબદારી સંસદ ના વક્તા ટ્રેવર મલાર્ડએ લઈ લીધી. જ્યારે બાળકના પિતા વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે અચાનક જ બાળક રળવા માંડ્યુ.

એવા મે એ સંસદ માં બધાની સામેજ દૂધ પીવડાવવા અને શાંત કરાવવા લાગ્યા. આ સુંદર દ્રશ્ય તસ્વીરો માં પણ કેદ થયેલું છે જે ઇન્ટરનેટ પર ખુબજ પ્રચલિત થઈ રહ્યું છે.


જાણવા જેવી વાત એ છે કે આ વાત ની જાણકારી ખુદ ટ્ર્વેર મલાર્ડ પોતાના ટ્વિટર માં શેર કરીને દીધી. તેમણે આ તસ્વીરો ને શેર કરતાં ની સાથે જં લખ્યું સમાન્ય રીતે વક્તા ની ખુરશી માત્ર મહત્વના અધિકારીઓએ માટેજ હોય છે, પરંતુ આજે એક વીઆઇપી મારી સાથે ખુરસી પર બેઠા હતા. @tamaticoffey અને ટિમ તમને બંને ને તમારા પરિવારના આ નવા સદસ્ય માટે ખુબજ શુભકામનાઓ. ” 


જાણકારી મુજબ જ્યારથી ટ્રેવર મલાર્ડ વક્તા બન્યા છે ત્યારથી તેઓ સંસદ ને ફૅમિલી ફ્રેંડલી બનાવવા માટે ના ઘણા પ્રયત્નો કર્યા છે. આ પ્રયત્ન માં બધીજ મહિલાઓ ને સંસદ માં પોતાના બાળકને સ્તનપાન કરાવવા ની છૂટ પણ શામિલ છે. જેથી જ આ બધા સાંસદ પોતાના કામ અને પોતાના અંગત જીવન વચ્ચે તાલ મેલ બેસાડી સકે છ.

જતાં જતાં જણાવીએ કે સંસદ માં દૂધ પીવડાવવાની આ પહેલી ઘટના નથી. આની પહેલા ૨૦૧૭ માં પણ ઓસ્ટ્રેલિયા ના સિનેટર લારાઈસા વાર્ટસ ની પણ કઈ આવીજ તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ ફેલાઈ હતી.

એ તસવીર માં તેણી ઔસ્ટ્રલિયા ની સંસદ માં પોતાની બાળકી ને સ્તનપાન કરાવતી જોવા મળી હતી. ત્યારે તેમણે પણ તે તસવીર શેર કરીને કીધું હતું કે મને ગર્વ છે કે મારી દીકરી પહેલી એવી દીકરી છે કે જેને સંસદ માં દૂધ પીધું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

મે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!