છેલ્લા ૪૭ વર્ષથી બીગબી સાથે પડછાયાની જેમ રહે છે આ વ્યક્તિ – આ મહત્વનું કામ કરે છે

ફિલ્મ જગત ના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા વર્ષો થી બોલીવૂડ માં કામ કરે છે.તેઓએ પોતાના કરિયર માં એક થી એક ચઢિયાતી સુપરહીટ ફિલ્મો આપી છે.અમિતાભ બચ્ચન ની સાથે જ તેમની પત્ની જયા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન અને વહુ એશ્વર્યા બચ્ચન પણ ફિલ્મ જગત ના મોટા સ્ટાર છે.આજના સમયે અમિતાભ બચ્ચન ની ઉમર ૭૭ વર્ષે છે.પણ ૭૭ વર્ષની ઉમર માં પણ તેઓ નિવૃત થવા માંગતા નથી.હજી પણ અમિતાભ બચ્ચન ની અંદર પહેલા જેવો જ જોશ છે.

હમણાં તેઓ પોતાની આવનારી ફિલ્મો માટે ખુબ કામ કરી રહ્યા છે.એવું પણ કહી શકાય કે અત્યારે અમિતાભ બચ્ચન ઘણા બધા પ્રખ્યાત એક્ટર કે એક્ટ્રેસ થી પણ વધારે વ્યસ્ત છે.બોલીવૂડ ની ફિલ્મો ની સાથે સાથે અમિતાભ બચ્ચન સોશિયલ મિડિયા પર પણ ખુબ જ એક્ટીવ હોય છે.

આ વ્યક્તિ છે ખાસ તેમના જીવન માં :

અમિતાભ બચ્ચને હમણાં જ એક ટ્વીટ કર્યું છે કે જે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.આ ટ્વીટ માં તેઓએ પોતાના પરિવાર સિવાય એક એવા વ્યક્તિ વિશે જણાવ્યું છે કે જે તેમના જીવન નો એક ખાસ હિસ્સો છે.આ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ તેમનો મેકઅપ મેન છે.તેમના આ મેકઅપ મેન નું નામ દીપક છે.

છેલ્લા ૪૭ વર્ષો થી સાથે કામ કરે છે :

દીપક નામના આ મેકઅપ મેન અમિતાભ બચ્ચન માટે છેલ્લા ૪૭ વર્ષો થી કામ કરે છે, અને દરરોજ તેમનો મેક અપ કરવાનું કામ કરે છે.અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટ માં લખ્યું કે “છેલ્લા ૪૭ વર્ષો થી દીપક મારા મેક અપ મેન છે .પોતાની આવક થી દીપકે મરાઠી અને ભોજપુરી ફિલ્મો નું નિર્માણ કર્યું છે.તેમની પત્ની માટે તેઓએ એક નાનું પાર્લર શરુ કર્યું હતું.આજે આ પાર્લર ને શરુ થયે ૪૦ વર્ષ થઇ ગયા છે.ત્રિપલ સ્ટોરી બિલ્ડીંગ માં ૪૦ થી પણ વધુ કર્મચારીઓ છે પરંતુ મારા મેકઅપ ના કામ થી દીપકે ક્યારેય રજા લીધી નથી.”

જલ્દી જ ફિલ્મ “ઝુંડ” માં જોવા મળશે :

અમિતાભ બચ્ચન જલ્દી જ ફિલ્મ “ઝૂંડ” માં જોવા મળશે.અમિતાભ બચ્ચન ની આ ફિલ્મ આ વર્ષે ૮ મેં ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે.આ ફિલ્મ નું નિર્દર્શન મરાઠી ફિલ્મ ના જાણીતા નિર્દેશક નાગરાજ મંજુલે એ કર્યું છે.આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન એક આદિવાસી શિક્ષક ની ભૂમિકા ભજવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!