છેલ્લી ઘડીએ ચહેરા પરથી લોહી ટપકી રહ્યું હતું – સામે આવ્યું શ્રીદેવીના મૌતનું અસલી કારણ

આપણે બધા જાણીએ છીએ કે એકદિવસ અચાનક જ ખબર આવી ગઈ કે બોલીવૂડ ની એક ખુબજ સુંદર અભિનેત્રી શ્રીદેવી નું મૃત્યુ થઇ ગયું છે. લોકો ને અચાનક જ આ વાત ના સમાચાર મળતા બધાજ આશ્ચર્ય ચકિત થયા હતા.

ધીરે ધીરે તેમના મૃત્યુ પાછળ નું કારણ આવ્યું કે તેણીનું મૃત્યુ બાથટબ માં ડૂબવાના કારણે થયું હતું.પણ ધીરે ધીરે આની પાછળ ના ઘણા રાઝ સામે આવી રહ્યા છે.

આ વાત આવી સામે :

હાલ માં જ શ્રીદેવી ના નામની બાયોગ્રાફી “શ્રીદેવી ઇન્ટરનલ ગોડેસ” લખનારા લેખક સત્યાર્થ નાયકે એક ખુલાસો કર્યો હતો કે શ્રીદેવી ને લોહીના નીચા દબાણ (લો બ્લડ પ્રેશર) ની બીમારી હતી. આ બીમારીને લીધે તે ઘણી વાર બેભાન થઇ જતી હતી.તેના દ્વારા લખેલા આ શ્રીદેવી ની બાયોગ્રાફી માં સ્ત્યાર્થે શ્રીદેવી ની નજીક ના ઘણા લોકો ના વક્તવ્ય ને શામેલ કર્યા છે.

ઘણી વાર થઇ જતી હતી બેભાન :

એક અંગ્રજી છાપા માં દીધેલા એક ઈન્ટરવ્યું માં સ્ત્યાર્થે બતાવ્યું હતું કે “મેં પંકજ પરાશર અને નાગાર્જુન સાથે મુલાકાત કરી છે.તેઓએ મને એ જણાવ્યું કે શ્રીદેવી ને બ્લડપ્રેશર ની બિમારી હતી.જયારે શ્રીદેવી નાગાર્જુન અને પંકજ પરાશર સાથે કામ કરતી હતી ત્યારે તે ઘણી વાર બાથરૂમ માં બેભાન થઇ જતી હતી.પછી મેં આ વાત તેમની ભત્રીજી મહેશ્વરી ને પૂછ્યું ત્યારે તેણીએ પણ એ કીધું કે શ્રીદેવી બાથરૂમ માં જમીન પર પડી હતી અને તેના ચહેરા પર થી લોહી નીકળતું હતું.બોની કપૂરે પણ આ વાત નો ખુલાસો કર્યો કે એક દિવસે અચાનક ચાલતા ચાલતા શ્રીદેવી પડી ગઈ હતી.”

જેવું પહેલા જાણવા મળ્યું હતું કે શ્રીદેવી લો બ્લડ પ્રેશર ની દર્દી હતી.આનાથી પહેલા કેરળ ના એક ડીજીપી એ પણ કહ્યું હતું કે શ્રીદેવી ની મોત એક અકસ્માત નહિ પણ હત્યા હતી.

૨૪ જાન્યુવારીએ ૨૦૧૮ ના દિવસે થયું હતું મૃત્યુ :

સમાચાર પરથી જાણવા મળ્યું હતું કે ૨૪ જાન્યુવારી ૨૦૧૮ ના દિવસે શ્રીદેવી દુબઈ માં તેમની હોટેલ ના બાથરૂમ ના બાથટબ માં બેભાન હાલત માં મળી હતી.શ્રીદેવી ને સૌથી પહેલા તેના પતિ બોની કપૂરે જોઈ હતી.મૃત્યુ ના પ્રમાણપત્ર માં એમ લખવામાં આવ્યું કે મૃત્યુ પાણી માં ડૂબવાથી થયું હતું.તેના પછી તેના રહસ્યમય મૃત્યુ ને લઈને ઘણી બધી અટકળો લગાવી રહ્યા હતા.

સત્યાર્થ દ્વારા આ રાઝ પર થી પડદો હટાવી દેવા થી અત્યાર સુધી માં લગાવેલ અટકળો પર વિરામ ચિન્હ લાગી ગયું છે.શ્રીદેવી ની ઉમર ૫૪ વર્ષ ની હતી.તેમની મૃત્યુ ૨૪ ફેબ્રુવારી ૨૦૧૮ માં દુબઈ ની હોટલ રૂમ માં અકસ્માત ને લીધે પાણી માં ડૂબવા થી થયું હતું.

શ્રીદેવી સુંદર હોવાની સાથે સાથે ખુબજ સારી અભિનેત્રી હતી.શ્રીદેવી ની સુંદરતા અને ખુબજ સારા અભિનય ને હજી પણ લોકો ભૂલી નથી શક્યા અને ક્યારેય ભૂલી શકશે પણ નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!